Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 11:4 - પવિત્ર બાઇબલ C.L.

4 મમતા અને પ્રેમથી મેં તેમને મારી તરફ ખેંચ્યા. મેં તેમને ઉઠાવીને ગાલસરસા ચાંપ્યા અને તેમને લળી લળીને ખવડાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 મેં તેઓને માનવી બંધનોથી, પ્રમની દોરીઓથી ખેંચ્યા; હું તેમના પ્રત્યે તેમની ગરદન પરથી ઝૂંસરી ઉઠાવી લેનારના જેવો હતો, ને મેં તેઓની આગળ ખાવાનું મૂક્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 મેં તેઓને માનવીય બંધનોથી, પ્રેમની દોરીઓથી દોર્યા. હું તેઓના માટે તેઓની ગરદન પરની ઝૂંસરી ઉઠાવી લેનારના જેવો હતો, હું પોતે વાંકો વળ્યો અને મેં તેઓને ખવડાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 મેં તેઓને પ્રેમની લગામથી બાંધ્યા અને તેમને દોર્યા મે તેઓને ઊંચા કર્યા અને તેઓને બાળકની જેમ તેડ્યા, અને હું પોતે વાકો વળ્યો અને તેમને જમાડ્યા.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 11:4
14 Iomraidhean Croise  

હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે. જ્યારે તે ખોટું કરશે ત્યારે પિતા પોતાના પુત્રને શિક્ષા કરે તેમ હું તેને શિક્ષા કરીશ અને તેનાથી મારી સોટી કે મારા ફટકા પાછા રાખીશ નહિ.


ઇઝરાયલીઓએ ખોરાક માંગ્યો, એટલે ઈશ્વરે લાવરીઓ મોકલી; પ્રભુએ આકાશના આહારથી તેમને તૃપ્ત કર્યા.


મોશેએ કહ્યું, “પ્રભુએ આપણને આ આજ્ઞા આપી છે: ‘એક પાત્ર લઈને તેમાં બે કિલો જેટલું માન્‍ના ભરીને તેને તમારા વંશજો માટે સાચવી રાખો; જેથી હું તમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો ત્યારે મેં તમને જે ખોરાક ખવડાવ્યો તે તેઓ જોઈ શકે.”


મને તારા સાથમાં દોરી જા. એટલે અમે તારે પગલે દોડયાં આવીશું; તું મારો રાજા બન અને મને તારા શયનખંડમાં દોરી જા. અમે તારામાં મગ્ન થઈશું તથા આનંદ કરીશું; દ્રાક્ષાસવ કરતાં અમે તારા પ્રેમનાં વધારે વખાણ કરીશું. પ્રિયતમા: બધી નવયૌવનાઓ તને પ્રેમ કરે તે ઉચિત છે.


તેમના સર્વ દુ:ખમાં તે પણ દુ:ખી થયા, અને તેમના કોઈ દૂતને મોકલીને નહિ, પણ તેમના પ્રત્યે પ્રેમ અને દયા દાખવીને જાતે ઉપસ્થિત રહીને તેમણે તેમને છોડાવ્યા અને પ્રાચીનકાળમાં ઊંચકીને ફેરવ્યા.


“હું જ તેને અનાજ, ઓલિવ તેલ અને દ્રાક્ષાસવ આપતો હતો એવું તો તે ક્યારેય સ્વીકારતી નથી. મેં જ તેને આપેલા અઢળક સોનારૂપાનો તેણે બઆલની ભક્તિમાં ઉપયોગ કર્યો.


મેં પ્રભુ, તમારા ઈશ્વરે તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા છે. તેથી હવે ફરીથી તમે ગુલામ બનશો નહિ. મેં તમારી ગુલામીની ઝૂંસરી તોડી નાખી છે અને તમને ગૌરવથી ઉન્‍નત મસ્તકે ચાલતા કર્યા છે.


જ્યારે મને આ પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે, ત્યારે હું બધા માણસોને મારી તરફ ખેંચીશ.”


ખ્રિસ્તનો પ્રેમ જ અમારું પ્રેરકબળ છે; કારણ, અમે જાણીએ છીએ કે, એક માણસે સર્વ માણસોને માટે મરણ સહન કર્યું અને તેથી સૌ તેના મરણના ભાગીદાર થયા છે.


માત્ર પ્રભુએ જ તેમને દોર્યા, અને તેમની સાથે કોઈ પારકો દેવ નહોતો.


વળી, ગાયોનું માખણ, ઘેટાંબકરાંનું દૂધ, ઘેટાંબકરાંની ચરબી, બાશાન પ્રદેશના આખલા અને બકરાં અને ઉત્તમ પ્રકારના ઘઉં અને શ્રેષ્ઠ દ્રાક્ષાસવથી તેમનું પોષણ કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan