Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 11:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તેઓ પક્ષીઓની ઝડપે ઇજિપ્તથી અને કબૂતરોની જેમ આશ્શૂરથી આવશે. હું તેમને તેમના વતનમાં પાછા લાવીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેઓ પક્ષીની જેમ મિસરમાંથી, ને કબૂતરની જેમ આશૂર દેશમાંથી ધ્રૂજતા ધ્રૂજતા આવશે. હું તેઓને તેમનાં પોતાનાં ઘરોમાં વસાવીશ, યહોવા એમ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેઓ મિસરમાંથી પક્ષીની જેમ, આશ્શૂરમાંથી કબૂતરની જેમ ધ્રૂજારીસહિત આવશે. હું તેઓને ફરીથી તેઓનાં ઘરોમાં વસાવીશ.” આ યહોવાહનું વચન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેઓ મિસરમાંથી પંખીઓનાં ટોળાની જેમ વેગથી આવી પહોંચશે. કબૂતરની જેમ તેઓ આશ્શૂરમાંથી આવશે. અને હું તેઓને ફરીથી તેઓનાં ઘરમાં વસાવીશ.” યહોવાએ આ વચન આપ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 11:11
17 Iomraidhean Croise  

એ સમયે પ્રભુ ફરીવાર હાથ લંબાવીને તેના બચેલા લોકને આશ્શૂરમાંથી, ઇજિપ્તમાંથી, પાથ્રોસમાંથી, કુશમાંથી, એલામમાંથી, બેબિલોનમાંથી, હમાથમાંથી અને સમુદ્રના ટાપુમાંથી પાછા લાવશે.


વાદળની જેમ તથા પોતાના ગોખમાં પાછાં ફરી રહેલાં કબૂતરોની જેમ આવી રહેલાં આ વહાણો કોનાં છે?


તેઓ સિયોનના પર્વત પર જય જયકાર કરતા આવશે. તેઓ પ્રભુની ભલાઈથી કિલ્લોલ કરશે. તેઓ પ્રભુની બધી બક્ષિસો એટલે, અનાજ,દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ઘેટાં અને ઢોરઢાંક આનંદથી ભોગવશે. તેમનાં જીવન પૂરેપૂરી રીતે સિંચાયેલી વાડી જેવાં થશે, અને તેઓ ફરીથી ઝૂરશે નહિ.


વૃક્ષોને ફળ આવશે, ખેતરોમાં પાક થશે અને દરેક જણ પોતાના દેશમાં સહીસલામતીમાં જીવશે. હું મારા લોકની ઝૂંસરી તોડી નાંખીશ અને ગુલામ બનાવનારાઓના હાથમાંથી તેમને છોડાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


પરદેશીઓ હવે ફરી કદી તેમને લૂંટી લેશે નહિ અને તેઓ જંગલી પ્રાણીઓનો ભક્ષ થઇ પડશે નહિ. તેઓ સહીસલામતીમાં જીવશે.


પછી તું તેમને કહેજે કે પ્રભુ પરમેશ્વર કહે છે: ‘જે અન્ય પ્રજાઓમાં ઇઝરાયલીઓ ગયા છે. તેઓમાંથી હું તેમને મુક્ત કરીશ, તેમને સર્વ સ્થળેથી એકઠા કરીશ ને તેમને તેમના પોતાના દેશમાં પાછા લાવીશ.


મારા સેવક યાકોબને આપેલા દેશમાં તેઓ વસશે. ત્યાં તેમના પૂર્વજો પણ રહેતા હતા. ત્યાં તેઓ અરે, તેમનાં સંતાનોનાં સંતાનો પણ તેમાં કાયમને માટે વસશે. મારા સેવક દાવિદ જેવો રાજા તેમના પર શાશ્વત શાસન કરશે.


એવો સમય આવશે જ્યારે ઇઝરાયલના લોકો તેમના ઈશ્વર પ્રભુ અને તેમના રાજા દાવિદ તરફ પાછા વળશે. પછી તેઓ ઈશ્વરની બીક રાખશે અને તેમની પાસેથી ઉદાર દાનો મેળવશે.


ભોળા કબૂતરની જેમ એફ્રાઇમ મદદ માટે ફાંફાં મારે છે; પહેલાં તેના લોકો ઇજિપ્તની મદદ માગે છે અને પછી તેઓ આશ્શૂર તરફ દોડે છે!


“પણ સિયોન પર્વત પર કેટલાક બચી જશે અને તે પવિત્ર સ્થાન થશે. યાકોબની પ્રજા તેના મુલક પર પોતાનો અધિકાર મેળવશે.


હું તેમને ઇજિપ્તમાંથી અને આશ્શૂરમાંથી તેમના વતનમાં પાછા લાવીશ અને તેમને ગિલ્યાદ અને લબાનોનમાં વસાવીશ. આખો દેશ વસ્તીથી ભરપૂર થઈ જશે.


મારા લોકોને જે જે દેશોમાં લઈ જવામાં આવ્યા છે ત્યાંથી હું તેમને છોડાવી લાવીશ.


હું તેમને પૂર્વથી અને પશ્ર્વિમથી પાછા લાવીને યરુશાલેમમાં વસાવીશ. તેઓ મારા લોક થશે અને હું તેમનો ઈશ્વર થઈશ અને તેમના પર વિશ્વાસુપણે અને ન્યાયપૂર્વક રાજ કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan