Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 10:3 - પવિત્ર બાઇબલ C.L.

3 આ લોકો થોડા જ સમયમાં કહેશે, “અમારો કોઈ રાજા નથી, કારણ, આપણે ઈશ્વરની બીક રાખી નથી અને રાજા હોય તો પણ આપણને શા કામનો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ખરેખર, હવે તેઓ કહેશે, “અમારે શિર તો કોઈ રાજા નથી, કેમ કે, અમે યહોવાથી બીતા નથી! વળી રાજા અમારે માટે શું કરી શકે છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કેમ કે હવે તેઓ કહેશે, “અમારે કોઈ રાજા નથી, કેમ કે અમે યહોવાહનો ભય રાખતા નથી. અને રાજા પણ અમારે માટે શું કરી શકે છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હવે તેમણે કહેવું પડશે; અમારે કોઇ રાજા નથી, કારણ, અમે યહોવાથી બીતા નથી; અને રાજા પણ અમારે માટે શું કરવાનો હતો?

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 10:3
14 Iomraidhean Croise  

શિલોહ ન આવે ત્યાં સુધી યહૂદા પાસેથી રાજદંડ હટી જશે નહિ. તેમ જ તેના વંશજો પાસેથી રાજ્યાધિકાર જતો રહેશે નહિ; અને બધી પ્રજાઓ તેને આધીન રહેશે.


યહૂદિયાના રાજા ઉઝિયાના અમલના ઓગણચાલીસમા વર્ષમાં યાબેશનો પુત્ર શાલ્લૂમ ઇઝરાયલનો રાજા બન્યો અને તેણે સમરૂનમાં એક માસ રાજ કર્યું.


શાસકો પર ભરોસો રાખવા કરતાં પ્રભુ પર આધાર રાખવો સારો છે.


તેઓ કહે છે, “અમે અમારી જીભથી જીતીશું; અમને અમારા હોઠોનો સાથ છે, પછી અમારા પર ધણીપણું કરનાર કોણ?”


તમે કહો છો, “પ્રભુએ જે કરવા ધાર્યું હોય તે જલદી કરે, જેથી અમે તે જોઈએ; ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વર તેમની યોજના પાર પાડે, જેથી અમે તેમનું મન જાણીએ.”


હે બેથેલના લોકો, તમારી પણ એ જ દશા થશે. કારણ, તમે ભારે દુષ્ટતા આચરી છે. લડાઈની શરૂઆતમાં જ ઇઝરાયલનો રાજા માર્યો જશે.”


તેમનો રાજા પાણીમાં તરતી ચીપટની જેમ તણાઈ જશે.


પણ તેમણે મારી તરફ પાછા ફરવાનો ઇનકાર કર્યો છે એટલે તેમણે ઇજિપ્તમાં પાછા જવું પડશે અને આશ્શૂર તેમના પર રાજ કરશે.


તમારાં સર્વ નગરોમાં તમારું રક્ષણ કરવા માટે તમે રાજાઓ અને આગેવાનોની માગણી કરી. પણ તેઓ દેશને કેવી રીતે બચાવી શકે?


મારા ગુસ્સામાં મેં તમને રાજા આપ્યો અને મારા ક્રોધમાં મેં તેને લઈ લીધો.


તે જ પ્રમાણે ઇઝરાયલના લોકો લાંબા સમય સુધી રાજા, આગેવાનો, યજ્ઞો, પવિત્ર સ્તંભો, મૂર્તિઓ અને ભવિષ્યકથન માટે વપરાતી પ્રતિમા વગરના રહેશે.


તું મોટેથી કેમ રડે છે? તું પ્રસૂતાની જેમ કેમ પીડાઈ રહી છે? તારે કોઈ રાજા નથી અને તારા સલાહકારો મરણ પામ્યા છે તેથી?


તેમણે બૂમ પાડી, “મારો! તેને મારી નાખો! તેને ક્રૂસે જડી દો!” પિલાતે તેમને પૂછયું, “તો તમારા રાજાને ક્રૂસે જડાવું?” મુખ્ય યજ્ઞકારોએ જવાબ આપ્યો, “અમારો રાજા તો માત્ર રોમન સમ્રાટ જ છે!”


પણ જો તમે પાપ કર્યા કરશો તો તમે અને તમારો રાજા નાશ પામશો.”


Lean sinn:

Sanasan


Sanasan