Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 10:15 - પવિત્ર બાઇબલ C.L.

15 હે બેથેલના લોકો, તમારી પણ એ જ દશા થશે. કારણ, તમે ભારે દુષ્ટતા આચરી છે. લડાઈની શરૂઆતમાં જ ઇઝરાયલનો રાજા માર્યો જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તમારી અતિશય દુષ્ટતાને લીધે બેથેલ તમારા એવા જ હાલ કરશે; પ્રાત:કાળે ઇઝરાયલના રાજાનો નાશ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 કેમ કે, તારી અતિશય દુષ્ટતાને કારણે, હે બેથેલ, તારી સાથે પણ એવું જ કરશે. જ્યારે તે દિવસ આવશે ત્યારે ઇઝરાયલના રાજાનો સંપૂર્ણ નાશ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 હે બેથેલ, તારી સાથે પણ તેમ જ થશે. કારણ કે, તેઁ ઘણું ખરાબ કર્યુ છે. જ્યારે તે દિવસ આવશે ત્યારે ઇસ્રાએલના રાજાનો સંપૂર્ણ નાશ થઇ જશે.”

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 10:15
8 Iomraidhean Croise  

પણ હવે પ્રભુ કહે છે, “ભાડૂતી નોકર વર્ષની સંખ્યા ગણે તેમ માત્ર ત્રણ જ વર્ષમાં મોઆબનો વૈભવ અને તેના વિશાળ જનસમુદાયનો તુચ્છકાર થશે. તેના લોકોમાંથી થોડા જ બચી જશે અને તે પણ કમજોર હશે.”


તેથી તમારા લોક પર લડાઈ આવી પડશે; અને તમારા બધા કિલ્લાઓ તોડી પાડવામાં આવશે. લડાઈમાં શાલ્માન રાજાએ બેથ-આર્બેલ શહેરનો નાશ કર્યો અને માતાઓને બાળકો સાથે પછાડી મારવામાં આવી તે દિવસના જેવું થશે.


આ લોકો થોડા જ સમયમાં કહેશે, “અમારો કોઈ રાજા નથી, કારણ, આપણે ઈશ્વરની બીક રાખી નથી અને રાજા હોય તો પણ આપણને શા કામનો?”


સમરૂનના રહેવાસીઓ ભયભીત થશે અને બેથેલનો સોનાનો વાછરડો ઉપાડી જવામાં આવતાં તેઓ શોક કરશે. તેઓ અને તેના પૂજારી યજ્ઞકારો તેને લીધે કલ્પાંત કરશે. તેનો મહિમા ચાલ્યો જતાં તેઓ રોકકળ કરશે.


તેમનો રાજા પાણીમાં તરતી ચીપટની જેમ તણાઈ જશે.


પ્રભુ કહે છે, “જ્યારે ઇઝરાયલ બાળક હતો ત્યારે મેં તેના પર પ્રેમ રાખ્યો અને ઇજિપ્તમાંથી મેં તેને મારા પુત્ર તરીકે બોલાવી લીધો.


તો એનો અર્થ એ છે કે જે સારું છે તેણે મારું મોત નિપજાવ્યું? ના, કદી નહિ. એ કરનાર તો પાપ હતું. સારાનો ઉપયોગ કરીને પાપ મારી પાસે મરણ લાવ્યું; જેથી તેનો ખરો સ્વભાવ પ્રગટ થાય. આમ, આજ્ઞા મારફતે પાપ વધુ બદતર બને છે.


Lean sinn:

Sanasan


Sanasan