Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 1:1 - પવિત્ર બાઇબલ C.L.

1 યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયા અને ઇઝરાયલના રાજા, એટલે કે યોઆશના પુત્ર યરોબઆમના શાસનકાળ દરમ્યાન પ્રભુએ બએરીના પુત્ર હોશિયાને આપેલો આ સંદેશ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયા, તેઓની કારકિર્દીમાં, તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામની કારકિર્દીમાં, યહોવાનું જે વચન બએરીના દીકરા હોશિયાની પાસે આવ્યું તે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયા તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસન દરમ્યાન બેરીના દીકરા હોશિયાની પાસે યહોવાહનું વચન આવ્યું તે આ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહૂદાના રાજાઓ ઉઝિઝયા, યોથામ, આહાઝ તથા હિઝિક્યા અને ઇસ્રાએલના રાજા યોઆશના પુત્ર યરોબઆમના અમલ દરમ્યાન બસેરીના પુત્ર હોશિયાને સંભળાયેલી યહોવાની વાણી.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 1:1
26 Iomraidhean Croise  

યહોઆશ મરણ પામ્યો અને તેને સમરૂનમાં રાજવી કબરોમાં દફનાવ્યો, અને તેના પછી તેનો પુત્ર યરોબામ બીજો રાજા બન્યો.


યહોઆશ મરણ પામ્યો અને તેને સમરૂનમાં રાજવી કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યરોબામ બીજો રાજા બન્યો.


યોઆશના પુત્ર યહૂદિયાના રાજા અમાસ્યાના અમલના પંદરમા વર્ષમાં યહોઆશનો પુત્ર યરોબામ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં એક્તાલીસ વર્ષ રાજ કર્યું.


રમાલ્યાના પુત્ર ઇઝરાયલના રાજા પેક્હના અમલના બીજા વર્ષમાં, ઉઝિયાનો પુત્ર યોથામ યહૂદિયાનો રાજા બન્યો.


પ્રભુએ તેને કોઢના રોગથી શિક્ષા કરી અને તેને તે રોગ જીવનપર્યંત રહ્યો. સર્વ ફરજમાંથી મુક્ત થઈ તે પોતાના ઘરમાં અલગ રહ્યો અને ત્યારે તેનો પુત્ર યોથામ દેશનો વહીવટ ચલાવતો હતો.


ઉઝિયા મરણ પામ્યો, અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર યોથામ રાજા બન્યો.


યોથામ પચીસ વર્ષની વયે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેની માતા યરૂશા સાદોકની પુત્રી હતી.


આહાઝ વીસ વર્ષની વયે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તે પોતાના પૂર્વજ દાવિદ રાજાનો નમૂનો અનુસર્યો નહિ; એથી ઊલટું, તેણે પ્રભુની દૃષ્ટિએ ધૃણાસ્પદ એવું આચરણ કર્યું,


તેઓ લોકોને ખાવા માટે છસો આખલા અને ત્રણ હજાર ઘેટા પણ બલિદાન અર્થે લાવ્યા.


આમોઝના પુત્ર યશાયાને યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ અને હિઝકિયાના રાજ્યકાળ દરમ્યાન ઈશ્વરે યરુશાલેમ તથા યહૂદિયા સંબંધી પ્રગટ કરેલા સંદેશાઓનું વર્ણન આ પુસ્તકમાં છે.


ઉઝિયાના પુત્ર યોથામનો પુત્ર આહાઝ યહૂદિયા પર રાજ કરતો હતો ત્યારે અરામના રાજા રસીને અને ઇઝરાયલના રાજા રમાલ્યાના પુત્ર પેકાએ યરુશાલેમ પર આક્રમણ કર્યું, પણ તેઓ તેને જીતી શક્યા નહિ.


યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના રાજ્યકાળને તેરમે વર્ષે પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો હતો.


પ્રભુએ મને કહ્યું.


બેબિલોન દેશમાં કબાર નદીને કાંઠે બૂઝીના પુત્ર યજ્ઞકાર હઝકિયેલને પ્રભુનો સંદેશ મળ્યો અને પ્રભુના પરાક્રમી પ્રભાવે તેનો કબજો લીધો.


પથુએલના પુત્ર યોએલને પ્રભુ તરફથી મળેલો આ સંદેશ છે. નિષ્ફળ ગયેલા પાક માટે વિલાપ


યહૂદિયાના રાજા ઉઝ્ઝિયા અને ઇઝરાયલના રાજા એટલે યોઆશના પુત્ર યરોબઆમના શાસનકાળ દરમ્યાન ધરતીકંપ થયો, તેનાં બે વર્ષ પહેલાં તકોઆ નગરના ભરવાડ આમોસને ઇઝરાયલ વિશે ઈશ્વર તરફથી આ સંદેશ પ્રગટ થયો.


અમિત્તાયના પુત્ર યોનાને પ્રભુનો આવો સંદેશ મળ્યો:


યહૂદિયાના રાજાઓ યોથામ, આહાઝ અને હિઝકિયાના અમલ દરમ્યાન પ્રભુએ આ સંદેશ મોરેશેથ નગરના મિખાને જણાવ્યો હતો. સમરૂન અને યરુશાલેમ વિષેના દર્શનમાં પ્રભુએ તેને આ બાબતો પ્રગટ કરી હતી.


ઇરાનના સમ્રાટ દાર્યાવેશના રાજ્યકાળના બીજા વર્ષના આઠમા માસમાં ઇદ્દોના પુત્ર બેરેખ્યાના પુત્ર ઝખાર્યા સંદેશવાહકને પ્રભુએ આ સંદેશ આપ્યો.


આપણે જાણીએ છીએ કે શાસ્ત્ર જે કહે છે તે સાચું છે. જેમને ઈશ્વરનો સંદેશ આપવામાં આવ્યો તેમને ઈશ્વરે દેવો કહ્યા.


હોશિયાના પુસ્તકમાં લખેલું છે: “જે પ્રજા મારી નથી, તેને હું મારી પ્રજા કરીશ; જે પ્રજા ઉપર મેં પ્રેમ કર્યો નથી, તેને હું પ્રિય પ્રજા કહીશ.”


કારણ, કોઈ પણ ભવિષ્યકથન માનવી ઇચ્છા પ્રમાણે આવ્યું નથી; પણ ઈશ્વરના પવિત્ર સંદેશવાહકો પવિત્ર આત્માની પ્રેરણાથી એ બોલ્યા હતા.


Lean sinn:

Sanasan


Sanasan