Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 9:8 - પવિત્ર બાઇબલ C.L.

8 આ બધી વ્યવસ્થા દ્વારા પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે શીખવે છે કે જ્યાં સુધી બહારનો મંડપ ઊભો છે ત્યાં સુધી પરમ પવિત્રસ્થાનમાં જવાનો માર્ગ ખોલવામાં આવ્યો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેથી પવિત્ર આત્મા એમ જણાવે છે કે જ્યાં સુધી પહેલો મંડપ ઊભો છે ત્યાં સુધી પરમપવિત્રસ્થાન [માં જવા] નો માર્ગ ઉઘાડો થયો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેથી પવિત્ર આત્મા એવું જણાવે છે કે જ્યાં સુધી પહેલો મંડપ હજી ઊભો છે ત્યાં સુધી પરમપવિત્રસ્થાનનો માર્ગ ખુલ્લો થયેલો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 આ બધી બાબતો દ્ધારા પવિત્ર આત્મા બતાવે છે કે જ્યાં સુધી પ્રથમ ભાગ ત્યાં હતો, ત્યાં સુધી પરમપવિત્રસ્થાનમાં પ્રવેશવાનો માર્ગ ખુલ્લો ન હતો.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 9:8
15 Iomraidhean Croise  

ત્યારે તેમના લોકે ભૂતકાળને સંભાર્યો. પ્રભુના સેવક મોશે અને તેની સાથેના લોકોના દિવસો યાદ કરતાં કહ્યું, “પોતાના લોકને તેમના ઘેટાંપાલકો સહિત સમુદ્રમાં થઈને દોરી જનાર ક્યાં છે? તેમની વચમાં પોતાનો પવિત્ર આત્મા રાખનાર કયાં છે?


છોકરો મોટો થયો અને આત્મામાં વૃદ્ધિ પામ્યો. ઇઝરાયલ પ્રજા સમક્ષ જાહેર થવાના દિવસ સુધી તે વેરાન પ્રદેશમાં રહ્યો.


તેથી ઈસુએ ફરી કહ્યું, “હું તમને સાચે જ કહું છું: ઘેટાંના વાડાનો દરવાજો હું છું.


દરવાજો હું છું; જો કોઈ મારા દ્વારા પ્રવેશ કરે છે, તો તે ઉદ્ધાર પામશે. તે અંદર આવી શકશે અને બહાર લઈ જવાશે અને તેને ચારો મળશે.


ઈસુએ તેને જવાબ આપ્યો, “માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી.”


પછી તેઓ અંદરોઅંદર સહમત નહિ થતાં જતા રહ્યા, પણ તેઓ જતા હતા ત્યારે પાઉલે તેમને કહ્યું, “પવિત્ર આત્માએ સંદેશવાહક યશાયા દ્વારા તમારા પૂર્વજોને કેટલું સચોટ કહ્યું હતું!


ઈશ્વર બિનયહૂદીઓનો પણ વિશ્વાસ દ્વારા સુમેળમાં આવેલી વ્યક્તિઓ તરીકે સ્વીકાર કરશે એવું અગાઉથી જોઈને શાસ્ત્રમાં અબ્રાહામને પહેલેથી જ શુભસંદેશ પ્રગટ કરવામાં આવ્યો હતો: “તારી મારફતે બધી પ્રજાઓ ઈશ્વરની આશિષ પામશે.”


ખ્રિસ્તની મારફતે આપણે સૌ યહૂદીઓ અને બિનયહૂદીઓ, એક જ પવિત્ર આત્મા દ્વારા ઈશ્વરપિતાની સમક્ષતામાં આવી શકીએ છીએ.


પવિત્ર આત્મા પણ તે વાતની સાક્ષી પૂરે છે. પ્રથમ તે કહે છે:


પવિત્ર આત્મા કહે છે તેમ,


બીજા પડદાની પાછળ પરમ પવિત્ર સ્થાન હતું.


કારણ, કોઈ પણ ભવિષ્યકથન માનવી ઇચ્છા પ્રમાણે આવ્યું નથી; પણ ઈશ્વરના પવિત્ર સંદેશવાહકો પવિત્ર આત્માની પ્રેરણાથી એ બોલ્યા હતા.


Lean sinn:

Sanasan


Sanasan