Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 9:27 - પવિત્ર બાઇબલ C.L.

27 દરેક વ્યક્તિએ એકવાર મરવું પડે છે અને ત્યાર પછી ઈશ્વર દ્વારા તેનો ન્યાય થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 જેમ માણસોને એક જ વાર મરવાનું, અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 જેમ માણસોને એક વખત મરવાનું, અને ત્યાર બાદ તેઓનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 જેમ માણસ એક જ વાર મરણ પામે છે અને પછી તેનો ન્યાયથાય તેવું નિર્માણ થયેલું છે.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 9:27
28 Iomraidhean Croise  

કપાળેથી પરસેવો પાડી પાડીને તું ખોરાક મેળવશે, અને એમ કરતાં કરતાં જે ભૂમિમાંથી તને લેવામાં આવ્યો છે એમાં તું પાછો મળી જશે. કારણ, તું માટીનો બનેલો છે અને માટીમાં ભળી જશે.”


આપણે સૌએ એકવાર મરવાનું છે. જેમ જમીન પર ઢોળાઈ ગયેલું પાણી એકઠું કરી શક્તું નથી તેના જેવા આપણે છીએ. ઈશ્વર જીવ લેતા નથી, પણ એથી ઊલટું, તે દેશનિકાલ થયેલા માણસને પાછો લાવવાની યોજના કરે છે.


મનુષ્યની આયુમર્યાદા નિશ્ર્વિત કરેલી છે; તેના આયુના મહિનાની સંખ્યા તમારા નિયંત્રણમાં છે; તમે આંકેલી વયમર્યાદા તે ઓળંગી શક્તો નથી.


મને સચોટ ખાતરી છે કે મારો બચાવ કરનાર જીવંત છે; છેવટે પૃથ્વીના પટ પર તે ખડા થશે;


મને ખબર છે કે તમે મને મૃત્યુલોકમાં, એટલે સઘળા સજીવોના અંતિમસ્થાન તરફ લઈ જાઓ છો.


એવો કયો મનુષ્ય છે જે અમર રહે અને મૃત્યુને ન જુએ? પોતાના પ્રાણને મૃત્યુલોક શેઓલના પંજામાંથી કોણ છોડાવી શકે?(સેલાહ)


હે જુવાન, તારી જુવાનીના દિવસોમાં તારું હૃદય તને આનંદ પમાડો. તારા દયની ઇચ્છા પ્રમાણે તને યોગ્ય લાગે તે પ્રમાણે તું વર્ત. પણ યાદ રાખ કે આ બધી બાબતો વિષે ઈશ્વર તારો ન્યાય કરશે.


ઈશ્વર આપણાં ભલાં કે ભૂંડાં કાર્યોનો, ભલે પછી તે ગુપ્તમાં કરાયાં હોય, તો પણ તેમનો ન્યાય કરશે.


ત્યારે આપણું શરીર માટીમાં મળી જશે અને ઈશ્વરે આપેલો આત્મા તેની પાસે પાછો જશે.


જન્મનો સમય અને મૃત્યુનો સમય, રોપવાનો સમય અને રોપેલું ઉખાડી નાખવાનો સમય,


એ બન્‍ને એક જ જગ્યાએ જાય છે. સર્વ માટીમાંથી જન્મે છે ને પાછાં માટીમાં મળી જાય છે.


જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.


જીવતાંઓ જાણે છે કે તેઓ મૃત્યુ પામવાનાં છે. પરંતુ મૃત્યુ પામેલાં તો કંઈ જાણતા નથી. હવે તેમને કશો બદલો મળવાનો નથી. તેમની તો યાદગીરી પણ ભુલાઈ ગઈ છે.


છેલ્લે, એ સ્ત્રી પણ મરી ગઈ.


કારણ, તેમણે પસંદ કરેલા એક માણસ દ્વારા આખી દુનિયાનો અદલ ન્યાય કરવા માટે તેમણે એક દિવસ નક્કી કર્યો છે. એ માણસને મરણમાંથી સજીવન કરીને તેમણે સૌની સમક્ષ એ વાતની સાબિતી આપી છે.”


તારું હૃદય તો હઠીલું અને રીઢું થઈ ગયું છે. ન્યાયને દિવસે તને થનાર સજામાં તું વધારો કર્યા કરે છે.


એક માણસ દ્વારા આ દુનિયામાં પાપ આવ્યું અને પાપ દ્વારા મરણ આવ્યું. વળી, સઘળાં માણસોએ પાપ કર્યું, તેથી સમગ્ર માનવજાતમાં મરણ પ્રસરી ગયું.


આથી તમારે કોઈનો ન્યાય કરવો નહિ, પણ યોગ્ય સમયની એટલે કે પ્રભુના આગમન વખતે થનાર આખરી ન્યાય માટે રાહ જોવી. અંધકારમાં છુપાયેલી વાતોને પ્રભુ પ્રકાશમાં લાવશે અને માણસોના દયના છૂપા ઇરાદાઓ જાહેર કરશે. પછી તો દરેક માણસ ઈશ્વર તરફથી ઘટતી પ્રશંસા પામશે.


કારણ, ખ્રિસ્ત આપણો ન્યાય કરે તે માટે આપણે દરેકે તેમની સમક્ષ હાજર થવું પડશે.


ઈશ્વરપિતા અને જીવતાં તથા મૃત્યુ પામેલાં સૌનો ન્યાય કરનાર ઈસુ ખ્રિસ્તની સમક્ષતામાં તેમના પુનરાગમન અને રાજની આણ દઈને હું તને આજ્ઞા આપું છું કે,


એને બદલે, આપણે આવનાર ન્યાયશાસનની તથા ઈશ્વરના વિરોધીઓને ભરખી જનાર અગ્નિની બીક રાખીએ.


બાપ્તિસ્માઓ સંબંધીનું શિક્ષણ તથા હાથ મૂકવાની ક્રિયા, મૂએલાંઓનું સજીવન કરાવું અને સાર્વકાલિક ન્યાય - આવાં પ્રાથમિક સત્યોના પાયા આપણે ફરીથી ન નાખીએ.


ન્યાયને દિવસે આપણને હિંમત રહે તે માટે આપણા જીવનમાં પ્રેમ સંપૂર્ણ કરાતો જાય છે. કારણ, આ દુનિયામાં જેવું ખ્રિસ્તનું જીવન હતું તેવું આપણું પણ છે.


અને તે સર્વ પર ન્યાયશાસન લાવશે. દુષ્ટ પાપીઓએ કરેલાં દુષ્ટ કૃત્યો, અને ઈશ્વર વિરુદ્ધ ઉચ્ચારેલા ઉદ્ધત શબ્દો અંગે તે તેમને સજા કરશે.”


પછી મેં સફેદ રાજ્યાસન જોયું અને તેના પર બિરાજનારને જોયા. પૃથ્વી અને આકાશો તેમની હાજરીમાંથી નાસી ગયાં અને તેમનું નામનિશાન રહ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan