હિબ્રૂઓ 9:26 - પવિત્ર બાઇબલ C.L.26 કારણ, જો તે પ્રમાણે હોત તો સૃષ્ટિના સર્જનથી જ ઘણીવાર તેમને દુ:ખસહન કરવું પડયું હોત. તેને બદલે, જ્યારે સર્વ યુગોનો અંત પાસે આવ્યો છે, ત્યારે પોતાના બલિદાન દ્વારા પાપ દૂર કરવા તે સર્વકાળ માટે ફક્ત એક જ વાર પ્રવેશ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 કેમ કે જો એમ હોત, તો જગતના આરંભથી ઘણી વાર તેમને [દુ:ખ] સહન કરવાની અગત્ય પડત. પણ હવે છેલ્લા સમયમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તે એક જ વખત પ્રગટ થયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 કેમ કે જો એમ હોત, તો સૃષ્ટિના આરંભથી ઘણી વખત તેમને દુઃખ સહન કરવાની જરૂરિયાત ઊભી થાત; પણ હવે છેલ્લાં સમયમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તેઓ એક જ વખત પ્રગટ થયા. Faic an caibideilપવિત્ર બાઈબલ26 જો એમ હોત તો ખ્રિસ્તને જગતની શરુંઆતથી વારંવાર મરણ સહન કરવું પડ્યું હોત. પરંતુ સદાને માટે પાપનું સામથ્યૅ નષ્ટ કરવા તેણે એક જ વાર પોતાનું બલિદાન આપ્યું. Faic an caibideil |
તેં જોયું તે પશુ એક સમયે જીવતું હતું. પણ અત્યારે જીવતું નથી. છતાં તે અગાધ ઊંડાણમાંથી આવવાની તૈયારીમાં છે અને તેણે નાશમાં જવાનું છે. પૃથ્વી પર વસનાર લોકો જેમનાં નામ જીવંત લોકોની યાદીના પુસ્તકમાં સૃષ્ટિના સર્જન અગાઉ લખવામાં આવ્યાં ન હતાં, તેઓ તે પશુને જોઈને આશ્ર્વર્ય પામશે. કારણ, એક સમયે તે જીવતું હતું. અત્યારે તે જીવતું નથી, પણ તે ફરીથી દેખાશે.