Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 9:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રથમ કરારમાં આરાધના માટે નિયમો તથા માનવરચિત ભજનસ્થાન હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે પહેલા [કરાર] માં પણ ભજનસેવાના વિધિઓ તથા ઐહિક પવિત્રસ્થાન પણ હતાં ખરાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે પહેલા કરારમાં પણ ભજનસેવાના વિધિઓ તથા જગિક પવિત્રસ્થાન પણ હતું ખરું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જુઓ પહેલા કરારમાં પણ ભજનસેવાના નિયમો હતા. અને મનુષ્યના હાથે બનાવેલ પવિત્રસ્થાનની જગ્યા પણ હતી.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 9:1
14 Iomraidhean Croise  

લોકો મારે માટે પવિત્ર નિવાસસ્થાન બનાવે, જેથી હું તેમની વચમાં રહું.


જો તેઓ પોતાનાં કૃત્યો માટે લજવાતા હોય તો તેમને મંદિરનો નકશો સમજાવ. મંદિરનું આયોજન, પ્રવેશમાર્ગો અને બહાર જવાના માર્ગો, એનો આકાર, બધી જાતની વ્યવસ્થા તથા તેના નિયમો અને ધારાધોરણો જણાવ. તેમને માટે તું આ બધી વાતો લખી લે; જેથી તેઓ બધી વ્યવસ્થા જોઈ શકે અને બધા નિયમો પાળી શકે.


પ્રભુએ કહ્યું, “મારી આજ્ઞાઓનું પાલન કરો. તમારા પહેલાનાં લોકોના ધિક્કારપાત્ર રિવાજો પાળશો નહિ; નહિ તો તેથી તમે તમારી જાતને અશુદ્ધ બનાવશો. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”


“દરેક યજ્ઞકારે મેં આપેલા નિયમોનું પાલન કરવાનું છે; નહિ તો તેઓ પવિત્ર નિયમોનો ભંગ કર્યાને લીધે દોષિત ઠરીને માર્યા જશે. હું પ્રભુ છું અને હું તેમને પવિત્ર બનાવું છું.


બીજા દિવસની સવાર સુધી તેમાંનો કંઈ ખોરાક રાખી મૂકવો નહિ અને પ્રાણીનું એકે હાડકું ભાંગવું નહિ. પાસ્ખાપર્વ તેના સર્વ નિયમો અને વિધિ અનુસાર પાળવામાં આવે.


તેઓ બન્‍ને ઈશ્વરપરાયણ જીવન જીવતાં હતાં અને તેમની બધી આજ્ઞાઓ તથા નીતિનિયમો પાળતાં હતાં.


ઇઝરાયલીઓ ઈશ્વરના પસંદ કરાયેલા લોક છે. પુત્રો થવાનો હક્ક, મહિમા, કરારો, નિયમશાસ્ત્ર, ભજનક્રિયા તથા ઈશ્વરનાં વચનો તેમને જ આપવામાં આવ્યાં છે.


માનવી જ્ઞાનની નક્મી છેતરપિંડીથી તમને કોઈ ગુલામ ન બનાવી દે માટે સાવધ રહો. એ જ્ઞાન તો ખ્રિસ્ત પાસેથી નહિ, પણ માણસો પાસેથી ઊતરી આવેલ શિક્ષણ દ્વારા અને વિશ્વ પર શાસન કરતા આત્માઓ પાસેથી આવે છે.


નવા કરાર સંબંધી વાત કરીને ઈશ્વરે પ્રથમ કરારને જૂનો ઠરાવ્યો; અને જે વસ્તુ જૂની અને ર્જીણ થઈ જાય છે તે થોડા વખતમાં જતી રહે છે.


તે માણસ નહિ, પણ પ્રભુ દ્વારા ઊભા કરાયેલા એવા સાચા મંડપના, પ્રમુખ યજ્ઞકાર તરીકે પરમ પવિત્રસ્થાનમાં સેવા કરે છે.


જો પ્રથમ કરારમાં કંઈ જ ઊણપ ન હોત તો બીજા કરારની જરૂર ન પડત.


કારણ, ખ્રિસ્ત માણસે બનાવેલ પવિત્ર સ્થાન કે જે માત્ર નમૂનો છે તેમાં નહિ, પરંતુ તે સ્વર્ગમાં જ ગયા; જ્યાં તે પણ આપણે માટે ઈશ્વરની હાજરીમાં ઉપસ્થિત થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan