Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 7:6 - પવિત્ર બાઇબલ C.L.

6 મેલ્ખીસેદેક લેવીના વંશનો ન હતો. તો પણ તેણે અબ્રાહામ પાસેથી દશાંશ મેળવ્યો; એટલું જ નહિ, જેને પ્રભુએ વરદાન આપ્યું હતું તેવા અબ્રાહામને તેણે આશિષ આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પણ જે તેઓનો વંશજ નહોતો તેણે ઇબ્રાહિમની પાસેથી દશમો ભાગ લીધો, અને જેને વચનો આપવામાં આવ્યાં હતાં તેને તેણે આશીર્વાદ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પણ જે તેઓની વંશવાળીનો ન હતો, તેણે ઇબ્રાહિમની પાસેથી દસમો ભાગ લીધો અને જેને વચનો મળ્યાં હતાં તેને તેણે આશીર્વાદ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 મલ્ખીસદેક લેવી કુટુંબનો નહોતો. છતાં તેને ઈબ્રાહિમ પાસેથી દશમો ભાગ મળ્યો. ઈબ્રાહિમે દેવ પાસેથી આશીર્વાદ મેળવ્યા છતાં મલ્ખીસદેક તેને આશીર્વાદ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 7:6
16 Iomraidhean Croise  

માટે તું એમ કહેજે કે તું મારી બહેન છે, જેથી તારે લીધે તેઓ મારી સાથે સારી રીતે વર્તે અને મારો જીવ બચી જાય.”


હું તારો વંશવેલો વધારીશ અને તારા વંશજો મોટી પ્રજા બનશે. હું તને આશિષ આપીશ અને તારા નામની કીર્તિ વધારીશ; જેથી તું આશિષરૂપ થશે.


ઈશ્વરે પોતાના સંદેશવાહકો દ્વારા આપેલાં વચનો તમારે માટે છે અને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરેલા કરારના તમે ભાગીદાર છો. એટલે તેમણે અબ્રાહામને કહ્યું હતું તેમ, ‘તારા વંશજ દ્વારા હું પૃથ્વી પરના સર્વ લોકોને આશિષ આપીશ.’


અબ્રાહામ તથા તેના વંશજોને નિયમના પાલનથી નહિ, પણ વિશ્વાસથી ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણવામાં આવ્યા હતા. તેથી ઈશ્વરે વચન આપ્યું કે આખી દુનિયા તેને વારસામાં મળશે.


ઇઝરાયલીઓ ઈશ્વરના પસંદ કરાયેલા લોક છે. પુત્રો થવાનો હક્ક, મહિમા, કરારો, નિયમશાસ્ત્ર, ભજનક્રિયા તથા ઈશ્વરનાં વચનો તેમને જ આપવામાં આવ્યાં છે.


હવે ઈશ્વરે તેમનાં વરદાન અબ્રાહામ અને તેના વંશજને આપ્યાં હતાં. “અને તારાં વંશજોને” એટલે કે, ઘણા લોકને એવું શાસ્ત્રમાં લખેલું નથી. પણ શાસ્ત્રમાં લખેલું છે, “અને તારા વંશજને” જેનો અર્થ ફક્ત એક વ્યક્તિને એવો થાય છે, અને એ વ્યક્તિ તો ખ્રિસ્ત છે.


આ બધા માણસો વિશ્વાસમાં જારી રહેતાં મૃત્યુ પામ્યા. ઈશ્વરે જે બાબતોનું વચન આપ્યું તે તેઓ પામી શક્યા નહિ. પરંતુ તેમણે તેમને દૂરથી જોઈને તેમનો આવકાર કર્યો, અને પોતે આ દુનિયામાં પરદેશી તથા પ્રવાસી છે એવો તેમણે એકરાર કર્યો.


જ્યારે ઈશ્વરે અબ્રાહામની પરીક્ષા કરી ત્યારે અબ્રાહામે વિશ્વાસને લીધે જ પોતાના પુત્ર ઇસ્હાકનું અર્પણ કર્યું. અબ્રાહામને ઈશ્વરે વચન આપ્યું હતું, છતાં પોતાના એકનાએક પુત્રનું બલિદાન અર્પવા તે તૈયાર હતો.


મેલ્ખીસેદેક શાલેમનો રાજા તથા સર્વોચ્ચ ઈશ્વરનો યજ્ઞકાર હતો. અબ્રાહામ કેટલાક રાજાઓનો પરાજય કરીને યુદ્ધમાંથી પાછો આવતો હતો ત્યારે મેલ્ખીસેદેક તેને મળ્યો અને આશિષ આપી.


આશિષ આપનાર વ્યક્તિ એ આશિષ મેળવનાર વ્યક્તિ કરતાં મહાન છે એમાં કોઈ જ શંકા નથી.


Lean sinn:

Sanasan


Sanasan