Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 7:3 - પવિત્ર બાઇબલ C.L.

3 મેલ્ખીસેદેકનાં માતાપિતા કે તેના કોઈપણ પૂર્વજની કોઈ નોંધ મળતી નથી. વળી, તેના જન્મ કે મરણ સંબંધી પણ કોઈ નોંધ નથી. તે ઈશ્વરપુત્ર જેવો છે; યજ્ઞકાર તરીકે તે સર્વકાળ રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તે પિતા વગરનો, મા વગરનો, વંશાવાળી વગરનો છે, તેના દિવસનો આરંભ કે તેના આયુષ્યનો અંત નથી, પણ તે ઈશ્વરના પુત્રના જેવો છે), તે હંમેશા યાજક રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તે પિતા વગરનો, માતા વગરનો અને વંશાવળી વગરનો હતો, તેના આરંભનો સમય કે આયુષ્યનો અંત ન હતો, પણ તે ઈશ્વરના પુત્રના જેવો સદા યાજક રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 મલ્ખીસદેકના માતાપિતા વિશે કોઈને જ ખબર નથી અને તેના પૂર્વજો વિષે પણ કોઈ જ માહિતી નથી, તે ક્યારે જન્મ્યો અને ક્યારે મરણ પામ્યો તે પણ કોઈ જાણતું નથી, પણ તે દેવના પુત્ર જેવો છે અને સદા યાજક તરીકે રહે છે.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 7:3
11 Iomraidhean Croise  

કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિઝયેલ. કહાથનું આયુષ્ય 133 વર્ષનું હતું.


તેમણે બીજા મહિનાને પ્રથમ દિવસે સમગ્ર સમાજને એકત્ર કર્યો અને ગોત્ર તથા કુટુંબ પ્રમાણે બધાંની ગણતરી કરવામાં આવી. વીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના બધા પુરુષોનાં નામ નોંધવામાં આવ્યાં.


શેતાન તેમની પાસે આવ્યો, અને કહ્યું, જો તું ઈશ્વરપુત્ર છે, તો આ પથ્થરને આજ્ઞા કર કે તે રોટલી બની જાય.


તેથી, આપણે જે વિશ્વાસ પ્રગટ કરીએ છીએ તેને દૃઢતાથી પકડી રાખીએ. કારણ, આપણે માટે છેક ઈશ્વરની હજૂરમાં ગયેલા મહાન પ્રમુખ યજ્ઞકાર છે.


મેલ્ખીસેદેક શાલેમનો રાજા તથા સર્વોચ્ચ ઈશ્વરનો યજ્ઞકાર હતો. અબ્રાહામ કેટલાક રાજાઓનો પરાજય કરીને યુદ્ધમાંથી પાછો આવતો હતો ત્યારે મેલ્ખીસેદેક તેને મળ્યો અને આશિષ આપી.


કારણ, શાસ્ત્ર કહે છે, “મેલ્ખીસેદેકના યજ્ઞકાર- પદની પરંપરા પ્રમાણે તું સનાતન યજ્ઞકાર છે.”


અબ્રાહામે મળેલી બધી લૂંટમાંથી તેને દશમો ભાગ આપ્યો. (મેલ્ખીસેદેકના નામનો મૂળ અર્થ “ન્યાયદક્ષ રાજા” થાય છે. વળી, તે શાલેમનો રાજા હતો તેથી તેના નામનો બીજો અર્થ “શાંતિનો રાજા” પણ થાય છે).


મેલ્ખીસેદેક લેવીના વંશનો ન હતો. તો પણ તેણે અબ્રાહામ પાસેથી દશાંશ મેળવ્યો; એટલું જ નહિ, જેને પ્રભુએ વરદાન આપ્યું હતું તેવા અબ્રાહામને તેણે આશિષ આપી.


Lean sinn:

Sanasan


Sanasan