Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 7:25 - પવિત્ર બાઇબલ C.L.

25 તેથી જેઓ તેમના દ્વારા ઈશ્વર પાસે આવે છે તેમનો પૂરેપૂરો ઉદ્ધાર કરવાને તે હરહંમેશ શક્તિમાન છે. કારણ, એવા લોકો માટે ઈશ્વર સમક્ષ મયસ્થી કરવા તે સર્વકાળ જીવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 માટે જેઓ એમની મારફતે ઈશ્વરની પાસે આવે છે, તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમ કે એ તેઓને માટે મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતા રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 માટે જેઓ તેમની મારફતે ઈશ્વરની પાસે આવે છે, તેઓનો સંપૂર્ણ ઉદ્ધાર કરવાને ઈસુ સમર્થ છે. કેમ કે દરેકને માટે મધ્યસ્થી કરવાને તેઓ સદા જીવંત રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 આથી જે લોકો ખ્રિસ્ત મારફતે દેવની નજીક આવશે તેઓને સંપૂર્ણ રીતે તારવાને સમર્થ છે અનંત અને અમર હોવાથી આ તે કરી શકશે. તેઓ માટે તેમના તરફથી ઈસુ દેવ સમક્ષ મધ્યસ્થતા કરશે.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 7:25
44 Iomraidhean Croise  

તેઓ ઈશ્વરને કહેતા, ‘અમારાથી દૂર રહો’ સર્વસમર્થ અમને શું કરી લેવાના છે?’


ઈશ્વરને ક્યાં શોધવા એ હું જાણતો હોત તો કેવું સારું! તો તો હું તેમના આસને પહોંચી,


હે દુનિયાના છેડા સુધીના સૌ લોક, મારી તરફ ફરો અને ઉદ્ધાર પામો. કારણ, હું જ ઈશ્વર છું અને મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.


તેઓ કહેશે, ‘પ્રભુ તરફથી વિજય અને સામર્થ્ય પ્રાપ્ત થાય છે, પણ જે કોઈ તેમની વિરુદ્ધ પડયા છે તેમણે તેમની સમક્ષ શરમાવું પડશે.


તેથી હું મહાપુરુષો સાથે તેને હિસ્સો આપીશ અને તે બળવાનો સાથે લૂંટ વહેંચશે. કારણ, છેક મરણ પામતાં સુધી તેણે પોતાનો આત્મા રેડી દીધો અને અપરાધીઓ સાથે તેની ગણના થઈ. પણ તેણે તો ઘણાંનાં પાપ ઉઠાવ્યાં અને અપરાધીઓ માટે મયસ્થી કરી.


વળી, હિમાયત કરે એવો કોઈ માણસ નથી એ જોઈને તે વિસ્મય પામ્યા. તેથી તેમણે પોતાના બાહુબળથી જ તેમનો બચાવ કર્યો અને તે માટે પોતાના જ ન્યાયીપણાનો આધાર લીધો.


“રાતા રંગે ખરડાયેલાં વસ્ત્રો પહેરીને અદોમના બોસ્રા નગરથી આ કોણ આવી રહ્યું છે? ભપકાદાર જામામાં સજ્જ થઈને પોતાના બળમાં દમામભેર રીતે આ કોણ કૂચ કરે છે?” “એ તો હું દમનમાંથી ન્યાયદત્ત છુટકારો જાહેર કરનાર અને સમર્થ બચાવનાર છું.”


હે મારો ત્યાગ કરનારા વંશજો, પાછા ફરો, અને હું તમારી બેવફાઈમાંથી તમને સુધારીશ.” લોકોએ જવાબ આપ્યો, “તમે અમારા ઈશ્વર યાહવે છો અને અમે તમારી તરફ પાછા ફરીએ છીએ.


તો હવે જ્યારે તમે રણશિંગડાના અવાજ પછી વાંસળી, વીણા, સિતાર, મોરલી વિગેરે સર્વ વાજિંત્રો વાગતાં સાંભળો ત્યારે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને મારી સ્થાપેલી મૂર્તિની પૂજા કરજો. જો તમે તેમ નહિ કરો તો તમને તરત જ અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. શું તમે એમ માનો છો કે મારા હાથમાંથી તમને બચાવી શકે એવો કોઈ દેવ છે?”


જેની ઉપાસના અમે કરીએ છીએ એ અમારા ઈશ્વર અમને અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાંથી અને તમારા હાથમાંથી પણ બચાવવાને સમર્થ છે, અને તે બચાવશે પણ ખરા.


“હવે મારું ફરમાન છે કે કોઈપણ રાષ્ટ્ર, પ્રજા કે ભાષાનો માણસ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોના ઈશ્વર વિરુદ્ધ બોલશે તો તેના અંગેઅંગના ટુકડેટુકડા કરવામાં આવશે અને તેનું ઘર ખંડિયેર બનાવી દેવાશે. આ રીતે બચાવી શકે એવો બીજો કોઈ ઈશ્વર છે જ નહિ.”


ત્યાં જઈને ખૂબ ચિંતાપૂર્વક તેણે હાંક મારી, “હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, જેમની તું વફાદારીપૂર્વક સેવા કરે છે તે ઈશ્વર શું તને બચાવી શક્યા છે?”


તમે ભૂતકાળમાં અમારું રક્ષણ કર્યું છે, એટલે હવે યરુશાલેમ પર તમારો ક્રોધ જારી રાખશો નહિ. તે તો તમારું શહેર, તમારો પવિત્ર પર્વત છે. અમારા પાપને લીધે અને અમારા પૂર્વજોની દુષ્ટતાને લીધે આસપાસના દેશોના લોકો યરુશાલેમ તથા તમારા લોકો તરફ તિરસ્કારપૂર્વક જુએ છે.


તમે મારે નામે જે કંઈ માગશો તે હું કરીશ; જેથી પિતાનો મહિમા પુત્ર દ્વારા પ્રગટ થાય.


હું પિતાને વિનંતી કરીશ; અને તે તમારી સાથે સદા વસવાને બીજો સહાયક, એટલે સત્યનો આત્મા મોકલી આપશે.


ઈસુએ તેને જવાબ આપ્યો, “માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી.”


આપણે ઈશ્વરના દુશ્મન હતા, પણ ઈશ્વરના પુત્રના મરણથી આપણને તેમના મિત્રો બનાવવામાં આવ્યા છે. હવે આપણે ઈશ્વરના મિત્રો બન્યા છીએ, તેથી ખ્રિસ્તના જીવનથી વિશેષ બચીશું એ કેટલું ખાતરીપૂર્વક છે!


એમને જ આશરે વિશ્વાસ દ્વારા આપણે ઈશ્વરની કૃપામાં પ્રવેશ્યા છીએ અને એ કૃપામાં દૃઢ થઈએ છીએ.


ઈશ્વરે તેમને નિર્દોષ જાહેર કર્યા છે, તો પછી તેમને દોષિત કોણ ઠરાવે? ખ્રિસ્ત ઈસુ મરણ પામ્યા, સજીવન થયા અને હવે ઈશ્વરને જમણે હાથે બિરાજેલા છે, તે આપણે માટે ઈશ્વરને વિનવણી કરે છે.


કારણ, માણસો પોતાના જ્ઞાનથી ઈશ્વરને પામી શકે નહિ એવો પ્રબંધ ઈશ્વરે પોતાના જ્ઞાનથી કર્યો. એને બદલે, જે સંદેશો અમે પ્રગટ કરીએ છીએ તેની “મૂર્ખતા” દ્વારા ઈશ્વરે વિશ્વાસ કરનારાઓનો ઉદ્ધાર કરવાનું ઠરાવ્યું.


ખ્રિસ્તની મારફતે આપણે સૌ યહૂદીઓ અને બિનયહૂદીઓ, એક જ પવિત્ર આત્મા દ્વારા ઈશ્વરપિતાની સમક્ષતામાં આવી શકીએ છીએ.


તેમનામાં મેળવાયા હોવાથી અને તેમના પરના આપણા વિશ્વાસ દ્વારા સંપૂર્ણ ખાતરીથી ઈશ્વર સમક્ષ જવાને આપણને સ્વતંત્રતા છે.


આપણામાં કાર્ય કરતા તેમના સામર્થ્યની મારફતે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં વિશેષ કરવાને જે શક્તિમાન છે,


જે સામર્થ્ય દ્વારા તે સર્વ બાબતોને પોતાના આધિપત્ય નીચે લાવી શકે છે તે જ સામર્થ્ય દ્વારા તે આપણા નાશવંત શરીરોને બદલી નાખશે અને તેમના મહિમાવંત શરીરના જેવાં બનાવશે.


કારણ, ઈશ્વર એક જ છે, અને ઈશ્વર તથા માણસો વચ્ચે સમાધાન કરાવનાર પણ એક જ એટલે, ખ્રિસ્ત ઈસુ છે; જે પોતે પણ મનુષ્ય છે.


આ જ કારણથી હું બધાં દુ:ખો સહન કરું છું. જેમના પર મેં ભરોસો મૂક્યો છે તેમને હું ઓળખું છું અને જેની સોંપણી તેમણે મને કરી છે તેને પુનરાગમનના દિવસ સુધી સાચવી રાખવાને તે સમર્થ છે.


કોઈ વ્યક્તિ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્‍ન કરી શક્તી નથી. કારણ, જે ઈશ્વર પાસે આવે છે, તેનામાં એવો વિશ્વાસ હોવો જ જોઈએ કે ઈશ્વર છે અને તેમને ખંતથી શોધનારને તે પ્રતિફળ આપે છે.


તેથી, ઈસુ દ્વારા આપણે ઈશ્વરને આપણા બલિદાન તરીકે સ્તુતિનું અર્પણ હંમેશાં કરીએ. આ અર્પણ તેમનું નામ કબૂલ કરનાર હોઠો દ્વારા અપાય છે.


ઈસુએ તેમને થયેલાં પ્રલોભનોમાં દુ:ખ સહન કર્યું હોવાથી હાલ જેમનું પ્રલોભન થાય છે તેમને મદદ કરવાને તે સક્ષમ છે.


પરંતુ આપણે ઈસુને જોઈએ છીએ કે થોડા સમય માટે તેમને દૂતો કરતાં ઊતરતી કક્ષાએ મૂકવામાં આવ્યા, જેથી ઈશ્વરની કૃપા દ્વારા તે બધા મનુષ્યો માટે મૃત્યુ પામે અને જે મૃત્યુ તેમણે સહન કર્યું તેના પરિણામરૂપે આપણે તેમને મહિમા અને માનનો મુગટ પહેરાવેલા જોઈએ છીએ.


આ પૃથ્વી પરના પોતાના જીવન દરમિયાન ઈસુએ તેમને મૃત્યુમાંથી બચાવનાર ઈશ્વરને મોટે ઘાંટે તથા આંસુઓ સહિત પ્રાર્થનાઓ અને વિનંતીઓ કરી. તે નમ્ર અને આજ્ઞાંક્તિ હતા તેથી ઈશ્વરે તેમનું સાંભળ્યું.


તેમને માનવી નિયમો કે ધારાધોરણ પ્રમાણે યજ્ઞકાર બનાવવામાં આવ્યા નથી; તે તો સાર્વકાલિક જીવનના સામર્થ્યથી યજ્ઞકાર બન્યા છે.


કારણ, મોશેનો નિયમ કશાને સંપૂર્ણ કરી શક્તો નથી. પણ હવે જેના દ્વારા આપણે ઈશ્વરની નજીક આવીએ એવી વધુ સારી આશા આપવામાં આવેલી છે.


પરંતુ ઈસુ સર્વકાળ જીવે છે, અને તેથી તેમનું યજ્ઞકારપદ સાર્વકાલિક છે.


દશાંશ ઉઘરાવનારા યજ્ઞકારો તો મર્ત્ય છે, પરંતુ મેલ્ખીસેદેકના સંબંધમાં તો જેમ શાસ્ત્ર કહે છે તે પ્રમાણે, અમર માનવે દશાંશ મેળવ્યો.


કારણ, ખ્રિસ્ત માણસે બનાવેલ પવિત્ર સ્થાન કે જે માત્ર નમૂનો છે તેમાં નહિ, પરંતુ તે સ્વર્ગમાં જ ગયા; જ્યાં તે પણ આપણે માટે ઈશ્વરની હાજરીમાં ઉપસ્થિત થાય છે.


હવે જે તમને આત્મિક અધ:પતનથી બચાવી લેવા શક્તિમાન છે અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ ગણી આનંદપૂર્વક આવકારવાના અધિકારી છે એવા એક જ ઈશ્વ2, જે આપણા ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધારક છે. તેમને અનાદિકાળ, હમણાં અને સદાસર્વકાળ મહિમા, પ્રતાપ, પરાક્રમ અને સત્તા હો! આમીન.


Lean sinn:

Sanasan


Sanasan