Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 7:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તેમને માનવી નિયમો કે ધારાધોરણ પ્રમાણે યજ્ઞકાર બનાવવામાં આવ્યા નથી; તે તો સાર્વકાલિક જીવનના સામર્થ્યથી યજ્ઞકાર બન્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 બીજો એક યાજક ઊભો થયો છે, તો સદરહુ વાત વિશેષ સ્પષ્ટ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 બીજો એક યાજક ઊભો થયો છે, તો આ બાબત વિષે સ્પષ્ટ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 એ પોતે માનવ નિયમ કે કાયદાની તાકાતથી યાજક બન્યો ન હતો, પણ અવિનાશી જીવનના સાર્મથ્ય પ્રમાણે યાજક બન્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 7:16
15 Iomraidhean Croise  

આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર ઈશ્વરે આપેલું છે; પરંતુ હું પૃથ્વીનો માનવી છું. હું ગુલામ તરીકે પાપને વેચાયેલો છું.


તે જ પ્રમાણે જ્યાં સુધી આપણે આત્મિક પરિપકવતા સુધી પહોંચ્યા નહોતા ત્યાં સુધી સગીર હતા, અને દુનિયાદારીના તાત્વિક સિદ્ધાંતોના ગુલામ હતા.


પણ હવે તમે ઈશ્વરને ઓળખો છો, અથવા હું કહીશ કે ઈશ્વર તમને ઓળખે છે. તો પછી તમે નબળા અને કંગાલ એવા દુનિયાદારીના તાત્વિક સિદ્ધાંતોને કેમ અનુસરવા ચાહો છો? તમે ફરીવાર તેમના ગુલામ કેમ બનવા માગો છો?


આપણી વિરુદ્ધ જનાર ખતને તેના બંધનર્ક્તા નિયમો સહિત તેમણે ક્રૂસ પર જડી દઈને નાબૂદ કર્યું છે.


તમે ખ્રિસ્તની સાથે મરણ પામ્યા છો અને દુન્યવી નિયમોથી મુક્ત થયા છો. તો પછી તમે જાણે કે આ દુનિયાના હો તેમ કેમ જીવો છો?


વળી, યહૂદી નિયમશાસ્ત્રમાં થનારી સારી બાબતોનું પ્રતિબિંબ માત્ર છે; તે બાબતોનું અસલી વાસ્તવિક સ્વરૂપ નથી. એનાં એ જ બલિદાનો વર્ષોવર્ષ હંમેશાં અર્પણ કરવામાં આવે છે. તો પછી નિયમશાસ્ત્ર આ બલિદાનો દ્વારા ઈશ્વરની પાસે આવનાર માણસોને કઈ રીતે સંપૂર્ણ બનાવી શકે?


આ બાબત વધુ સ્પષ્ટ બને છે કે મેલ્ખીસેદેક જેવા બીજા એક યજ્ઞકાર ઊભા થયા છે.


કારણ, શાસ્ત્ર કહે છે, “મેલ્ખીસેદેકના યજ્ઞકાર- પદની પરંપરા પ્રમાણે તું સનાતન યજ્ઞકાર છે.”


પરંતુ ઈસુ શપથ દ્વારા યજ્ઞકાર બન્યા, “ઈશ્વરે શપથ લીધા છે, અને તે પોતાના વિચારો બદલશે નહિ. ‘તું સનાતન યજ્ઞકાર છે.”


મોશેનો નિયમ પ્રમુખ યજ્ઞકાર તરીકે અપૂર્ણ માનવોને નીમે છે. પરંતુ નિયમ પછી આવેલું ઈશ્વરનું શપથપૂર્વકનું વચન, સર્વકાળ માટે સંપૂર્ણ બનાવવામાં આવેલા પુત્રને પ્રમુખ યજ્ઞકાર તરીકે નીમે છે.


મેલ્ખીસેદેકનાં માતાપિતા કે તેના કોઈપણ પૂર્વજની કોઈ નોંધ મળતી નથી. વળી, તેના જન્મ કે મરણ સંબંધી પણ કોઈ નોંધ નથી. તે ઈશ્વરપુત્ર જેવો છે; યજ્ઞકાર તરીકે તે સર્વકાળ રહે છે.


જો એ સાચું છે તો ખ્રિસ્તના રક્ત દ્વારા શુદ્ધતા મળે તે કેટલું વધારે શકાય છે! કારણ, સનાતન આત્મા દ્વારા તેમણે પોતાનું સંપૂર્ણ બલિદાન ઈશ્વરને અર્પણ કર્યું. તેમનું રક્ત આપણાં અંત:કરણોને મર્ત્ય કાર્યોથી શુદ્ધ કરે છે; જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ.


હું મૃત્યુ પામ્યો હતો ખરો, પણ હવે સર્વકાળ માટે જીવંત છું, અને મૃત્યુ તથા હાડેસની ચાવીઓ મારી પાસે છે.


Lean sinn:

Sanasan


Sanasan