Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 7:14 - પવિત્ર બાઇબલ C.L.

14 એ તો જાણીતી વાત છે કે તે તો યહૂદાના કુળમાં જન્મ્યા હતા; અને યજ્ઞકારો સંબંધી બોલતાં મોશેએ આ કુળનો ઉલ્લેખ કર્યો ન હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 કેમ કે સર્વ જાણે છે કે, યહૂદા [ના કુળ] માં આપણા પ્રભુનો જન્મ થયો. તે કુળમાંના યાજકપદ સંબંધી મૂસાએ કંઈ કહ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 કેમ કે એ સ્પષ્ટ છે, કે યહૂદાના કુળમાં આપણા પ્રભુનો જન્મ થયો, તે કુળમાંના યાજકપદ સંબંધી મૂસાએ કશું કહ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 કેમ કે તે સ્પષ્ટ છે કે આપણો પ્રભુ (ખ્રિસ્ત) યહૂદાના કુળમાં જન્મ્યો હતો. અને મૂસાના નિયમ પ્રમાણે યાજકપદની સેવા તેના કુટુંબને સોંપાયેલી નહોતી.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 7:14
22 Iomraidhean Croise  

યહૂદાના પુત્રો: એર, ઓનાન, શેલા પેરેસ અને ઝેરા. પણ એર અને ઓનાન તો કનાનમાં જ મૃત્યુ પામ્યા હતા. પેરેસના પુત્રો: હેસરોન અને હામૂલ.


શિલોહ ન આવે ત્યાં સુધી યહૂદા પાસેથી રાજદંડ હટી જશે નહિ. તેમ જ તેના વંશજો પાસેથી રાજ્યાધિકાર જતો રહેશે નહિ; અને બધી પ્રજાઓ તેને આધીન રહેશે.


પણ યિશાઈના ઠુંઠામાંથી ફણગો ફૂટશે અને તેની જડમાંથી ફૂટેલી ડાળીને ફળ આવશે.


પ્રભુ કહે છે, “હે બેથલેહેમ એફ્રાથા, તું યહૂદિયાનાં નગરોમાં નાનાંમાં નાનું છે, પણ હું તારામાંથી એક એવો રાજ્યર્ક્તા ઊભો કરીશ કે જેનો પ્રારંભ પ્રાચીનકાળથી, હા, સનાતનકાળથી છે.


હું તેને જોઉં છું પણ તે અત્યારને માટે નથી, હું તેને નિહાળું છું પણ નજીકના સમય માટે નહિ. યાકોબના વંશમાંથી એક સિતારો ઝળકી ઊઠશે, એટલે ઇઝરાયલી પ્રજામાંથી એક રાજા ઉદ્ભવશે. તે મોઆબના આગેવાનોને વીંધી નાખશે અને શેથના લોકોનો સંહાર કરશે.


’હે યહૂદિયાના બેથલેહેમ, યહૂદિયાના રાજ્યમાં તું કંઈ નાનું નથી. કારણ, તારામાંથી એક આગેવાન ઊભો થશે અને તે મારા ઇઝરાયલી લોકોનો માર્ગદર્શક બનશે’.


મારા પ્રભુની માતા મને મળવા આવે એ મારે માટે કેવી મહાન બાબત છે!


અમ્મીનાદાબ, અહ્મી, અરની, હેસ્રોન, પેરેસ, યહૂદા,


તેમણે તેને પૂછયું, “બહેન, તું કેમ રડે છે?” તેણે કહ્યું, “તેઓ મારા પ્રભુને લઈ ગયા છે, અને તેમને કઈ જગ્યાએ મૂક્યા છે તેની મને ખબર નથી!”


થોમા બોલી ઊઠયો, “ઓ મારા પ્રભુ અને મારા ઈશ્વર!”


આ શુભસંદેશ તેમના પુત્ર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે. માનવ શરીરના સંબંધમાં તો તે દાવિદના કુળમાં જન્મેલા હતા;


પરંતુ મિત્ર, તું એવાં ક્મ માટે બીજાઓનો ન્યાય કરે છે અને એ જ કામો તું પોતે પણ કરે છે! શું તું એમ માને છે કે એમ કરવાથી તું ઈશ્વરની સજામાંથી નાસી છૂટીશ?


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા એટલે ઈશ્વરની સ્તુતિ હો; કારણ, તેમણે આપણને સ્વર્ગીય ક્ષેત્રમાં ખ્રિસ્ત દ્વારા પ્રત્યેક આત્મિક આશિષથી આશીર્વાદિત કર્યા છે.


ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેના જ્ઞાનના મૂલ્યને લીધે હું માત્ર એટલી જ બાબતો નહિ, પણ સર્વ બાબતોને નુક્સાનકારક ગણું છું. તેમને લીધે મેં બધી બાબતોને બાજુ પર ફેંકી દીધી છે. હું ખ્રિસ્તને પ્રાપ્ત કરી શકું માટે તે સર્વને કચરો ગણું છું.


વળી, આપણા પ્રભુ જેમના સંબંધી આ બધું કહેવામાં આવ્યું છે તે બીજા જ કુળના હતા. અને આ કુળની કોઈ વ્યક્તિએ યજ્ઞકાર તરીકે વેદીની સેવા કદી કરી નથી.


આ બાબત વધુ સ્પષ્ટ બને છે કે મેલ્ખીસેદેક જેવા બીજા એક યજ્ઞકાર ઊભા થયા છે.


મેં ઈસુએ મારા દૂતને આ બાબતો મંડળીને જણાવવા મોકલ્યો છે. હું દાવિદનો વંશજ અને પ્રભાતનો તેજસ્વી તારો છું.”


ત્યારે એક વડીલે મને કહ્યું, “રડીશ નહિ, જો યહૂદાના કુળના સિંહે, એટલે દાવિદના કુળના વંશજે વિજય પ્રાપ્ત કર્યો છે અને તે સાત મુદ્રાઓ તોડીને એ પુસ્તક ઉઘાડવાને સમર્થ છે.”


Lean sinn:

Sanasan


Sanasan