Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 7:11 - પવિત્ર બાઇબલ C.L.

11 લેવીઓના યજ્ઞકાર પદને આધારે ઇઝરાયલી લોકોને નિયમ આપવામાં આવ્યો. હવે જો લેવીય યજ્ઞકારોનું કાર્ય ખામીરહિત ન હોત, તો આ આરોનના યજ્ઞકારપદની પરંપરા પ્રમાણે નહિ, પણ મેલ્ખીસેદેકના યજ્ઞકારપદની પરંપરા પ્રમાણેના બીજા પ્રકારના યજ્ઞકારની જરૂર પડી ન હોત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હવે જો લેવીયના યાજકપદથી પરિપૂર્ણતા થઈ હોત (કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્‍ત્ર મળ્યું હતું), તો હારુનના ધારા પ્રમાણે ગણાયેલો નહિ, એવો બીજો યાજક મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે ઉત્પન્‍ન થવાની શી અગત્ય હતી?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 એ માટે જો લેવીના યાજકપણાથી પરિપૂર્ણતા થઈ હોત, કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું, તો હારુનના નિયમ પ્રમાણે ગણાયેલો નહિ, એવો બીજો યાજક મેલ્ખીસેદેકના નિયમ અનુસાર ઉત્પન્ન થાય એની શી અગત્ય હતી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હવે જો લેવીના યાજક પદથી પરિપૂર્ણતા થઈ હોત. (જેના મારફત લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું) તો હારુંનના ધારા પ્રમાણે ગણાયેલો નહિ એવો બીજો યાજક મલ્ખીસદેકના ધારા પ્રમાણે ઉત્પન્ન થવાની શી અગત્ય હતી?

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 7:11
17 Iomraidhean Croise  

હું ઈશ્વરની કૃપાનો નકાર કરતો નથી. નિયમશાસ્ત્રના પાલનથી માણસ ઈશ્વર સાથે સુમેળમાં લવાયેલ વ્યક્તિ તરીકે સ્વીકૃત થઈ શક્તો હોય, તો ખ્રિસ્તના મરણનો કશો જ અર્થ નથી.


તે જ પ્રમાણે જ્યાં સુધી આપણે આત્મિક પરિપકવતા સુધી પહોંચ્યા નહોતા ત્યાં સુધી સગીર હતા, અને દુનિયાદારીના તાત્વિક સિદ્ધાંતોના ગુલામ હતા.


પણ હવે તમે ઈશ્વરને ઓળખો છો, અથવા હું કહીશ કે ઈશ્વર તમને ઓળખે છે. તો પછી તમે નબળા અને કંગાલ એવા દુનિયાદારીના તાત્વિક સિદ્ધાંતોને કેમ અનુસરવા ચાહો છો? તમે ફરીવાર તેમના ગુલામ કેમ બનવા માગો છો?


અને ઈશ્વરે તેમને મેલ્ખીસેદેકના યજ્ઞકારપદની પરંપરા પ્રમાણે પ્રમુખ યજ્ઞકાર જાહેર કર્યા.


તેમણે બીજી જગ્યાએ એમ પણ કહ્યું, “તું મેલ્ખીસેદેકના યજ્ઞકારપદની પરંપરા પ્રમાણે મારો સનાતન યજ્ઞકાર છે.”


ઈસુ આપણી પહેલાં આપણે માટે ત્યાં પ્રવેશીને મેલ્ખીસેદેકના યજ્ઞકારપદની પરંપરા પ્રમાણે સનાતન પ્રમુખ યજ્ઞકાર બન્યા છે.


કારણ, લેવી હજી જન્મ્યો ન હતો. તેથી એમ કહી શકાય કે તેનો પૂર્વજ અબ્રાહામ મેલ્ખીસેદેકને મળ્યો ત્યારે લેવી અબ્રાહામની કમરમાં બીજરૂપે હતો.


તેથી જ્યારે યજ્ઞકારપદ બદલાય છે ત્યારે નિયમ પણ બદલાય છે.


વળી, આપણા પ્રભુ જેમના સંબંધી આ બધું કહેવામાં આવ્યું છે તે બીજા જ કુળના હતા. અને આ કુળની કોઈ વ્યક્તિએ યજ્ઞકાર તરીકે વેદીની સેવા કદી કરી નથી.


આ બાબત વધુ સ્પષ્ટ બને છે કે મેલ્ખીસેદેક જેવા બીજા એક યજ્ઞકાર ઊભા થયા છે.


પરંતુ ઈસુ શપથ દ્વારા યજ્ઞકાર બન્યા, “ઈશ્વરે શપથ લીધા છે, અને તે પોતાના વિચારો બદલશે નહિ. ‘તું સનાતન યજ્ઞકાર છે.”


જો પ્રથમ કરારમાં કંઈ જ ઊણપ ન હોત તો બીજા કરારની જરૂર ન પડત.


આ વસ્તુઓ એ પ્રમાણે ગોઠવેલી હતી. યજ્ઞકારો પોતાની ફરજ બજાવવા મંડપની બહારના ભાગમાં દરરોજ જતા હતા;


Lean sinn:

Sanasan


Sanasan