Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 6:7 - પવિત્ર બાઇબલ C.L.

7 જે જમીન તેના પર વારંવાર પડતા વરસાદને શોષે છે અને જેણે તેને તૈયાર કરી છે તેને માટે ઉપયોગી છોડ ઉગાડે છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 કેમ કે જે ભૂમિ પોતાના પર વારંવાર પડતા વરસાદનું શોષણ કરે છે, અને જેઓ તેને ખેડે છે તેમને માટે તે ઉપયોગી વનસ્પતિ ઉત્પન્‍ન કરે છે, તેને ઈશ્વર આશીર્વાદ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જે જમીન પોતા પર વારંવાર વરસેલા વરસાદનું શોષણ કરે છે, અને જેઓ તેને ખેડે છે તેઓને માટે ઉપયોગી વનસ્પતિ ઉપજાવે છે, તેને ઈશ્વર આશીર્વાદ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 આ લોકો તે ભૂમિ જેવા છે જે તેના પર વારંવાર પડતા વરસાદનું તે શોષણ કરે છે. જેઓ તેને ખેડે છે અને તેની કાળજી રાખે છે તેઓ ઉપયોગી પાકની પ્રાપ્તિ માટે આશા રાખે છે. જો તે ભૂમિ આવો પાક પેદા કરશે તો દેવનો આશીર્વાદ તેના પર ઉતરશે.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 6:7
17 Iomraidhean Croise  

પછી તેમણે કહ્યું, “ભૂમિ સર્વ પ્રકારની વનસ્પતિ એટલે જેમાં પોતપોતાની જાત પ્રમાણેનાં બીજ હોય એવા અનાજના છોડ તથા વિવિધ ફળાઉ વૃક્ષો ઉગાડો.” એટલે તે પ્રમાણે થયું.


તેથી યાકોબે પાસે જઈને ચુંબન કર્યું. પછી ઇસ્હાકે તેનાં વસ્ત્રો સૂંઘી જોયાં અને તેને આશિષ આપતાં કહ્યું: “પ્રભુએ જેને આશિષ આપી હોય તેવા ખેતરની સુવાસ જેવી મારા પુત્રની સુવાસ છે.


ઝોળીમાં મૂઠીભર બી લઈને વાવણી માટે રડતાં રડતાં જનારા કાપણી વખતે ધાન્યના પૂળા લઈને ઈશ્વરનો જયજયકાર કરતાં કરતાં ઘેર પાછા આવશે.


એવા જનો પ્રભુની આશિષ પ્રાપ્ત કરશે, અને તેમના ઉદ્ધારક ઈશ્વર તેમને નિર્દોષ જાહેર કરશે.


કારણ, હું તરસી ભૂમિ પર પાણી રેડીશ અને સૂકી ભૂમિ પર વરસાદ વરસાવીશ. હું તારાં સંતાન પર મારો આત્મા રેડીશ અને તારા વંશજો પર આશિષની વૃષ્ટિ કરીશ.


હું તેમને આશિષ આપીશ અને મારા પર્વતની આસપાસનાં સ્થળોને આશીર્વાદિત કરીશ. હું ઋતુ અનુસાર વરસાદ વરસાવીશ. તે તેમને માટે આશિષની વૃષ્ટિ બની રહેશે.


મેં કહ્યું, ‘તમારે માટે પડતર જમીનનું ખેડાણ કરો, નેકી વાવો અને મારા પ્રત્યેની તમારી નિષ્ઠાથી મળતી ફસલ પ્રાપ્ત કરો. હું આવીને તમારા પર આશિષની વૃષ્ટિ કરું ત્યાં સુધી મારી પાસે હા, તમારા પ્રભુ પાસે પાછા ફરવાનો આ સમય છે’.


પરંતુ પ્રભુ છઠ્ઠા વર્ષને આશિષ આપશે એટલે ત્રણ વર્ષ ચાલે તેટલો પાક ઉતરશે.


તમારાં પૂરેપૂરાં દશાંશ મંદિરમાં લાવો, એ માટે કે ત્યાં અન્‍નની અછત રહે નહિ. મારી પારખ કરી જુઓ કે હું આકાશની બારીઓ ખોલીને તમારે માટે સર્વ સારી વસ્તુઓ ભરપૂરીમાં વરસાવું છું કે નહિ.


કારણ, જે કોઈ માગે છે તેને મળે છે, શોધે છે તેને જડે છે અને ખટખટાવે છે તેને માટે ઉઘાડવામાં આવશે.


સખત મજૂરી કરનાર ખેડૂતને કાપણીનો પ્રથમ હિસ્સો મળવો જોઈએ.


મારા ભાઈઓ, પ્રભુના આગમન સુધી ધીરજ રાખો. પોતાના ખેતરમાં મબલક પાક થાય તે માટે ખેડૂત કેવી ધીરજ રાખે છે! ધીરજથી તે પહેલા અને પાછલા વરસાદની રાહ જુએ છે.


Lean sinn:

Sanasan


Sanasan