Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 6:6 - પવિત્ર બાઇબલ C.L.

6 અને પછી અધ:પતન પામ્યા, તેમને પાપથી પાછા ફેરવવા એ અશક્ય છે. કારણ, તેઓ ઈશ્વરના પુત્રને પોતામાં ફરીવાર ક્રૂસે જડે છે અને તેમને જાહેરમાં નિંદાપાત્ર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને ત્યાર પછી પતિત થયા, તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવવો એ અશક્ય છે. કેમ કે તેઓ પોતામાં ઈશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે, અને ખુલ્‍લી રીતે તેમનું અપમાન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અને ત્યાર પછી જેઓ તે વીસરી જઈને પતિત થયા, તેઓને ફરીથી પશ્ચાતાપ કરાવવો એ શક્ય નથી, કેમ કે તેઓ ઈશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જડે છે અને જાહેરમાં તેમનું અપમાન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 6:6
17 Iomraidhean Croise  

હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્‍ન કરો, અને મારા આત્માને તાજો અને દઢ કરો.


પણ પ્રભુ વિરુદ્ધ પાપ કરનારાઓ અને બળવો પોકારનારાઓનો તો તે વિનાશ કરશે, અને તેમનો નકાર કરનાર પ્રત્યેક માર્યો જશે.


ઈસુએ તેમની તરફ જોઈને કહ્યું, માણસોને માટે એ અશકય છે, પણ ઈશ્વરને તો સર્વ શકય છે.


એમ તમે જાતે જ કબૂલ કરો છો કે તમારા પૂર્વજોએ જ સંદેશવાહકોને મારી નાખ્યા હતા અને તમે તેમની કબરો શણગારો છો.


તે વિરોધ કરનારાઓને નમ્રતાથી તેમની ભૂલ જણાવે છે; કદાચ પ્રભુ એવાઓને પાપથી પાછા ફરવાની તક આપે કે જેથી તેઓ સત્યને જાણી લે


કારણ, આપણને સત્ય પ્રગટ કરવામાં આવ્યું હોવા છતાં આપણે જાણી જોઈને પાપ કર્યા કરીએ, તો તે પાપનું નિવારણ કરવા માટે બીજું કોઈ બલિદાન નથી.


તો જે વ્યક્તિ ઈશ્વરના પુત્રનો તિરસ્કાર કરે છે, ઈશ્વરના કરારનું રક્ત જેના દ્વારા તેને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યો હતો તેને અપવિત્ર ગણે છે તથા કૃપાના આત્માનું અપમાન કરે છે તેનું શું થશે? તે કેવી ઘોર શિક્ષાને પાત્ર ઠરશે!


જેમના પર આપણા વિશ્વાસનાં આરંભ અને તેની પરિપૂર્ણતા આધારિત છે તે ઈસુ પર આપણે આપણી દૃષ્ટિ સ્થિર રાખીએ. પોતાની સમક્ષ રહેલા આનંદને કારણે તેમણે ક્રૂસ પરનું નામોશીભર્યું મરણ સહન કર્યું, અને હાલમાં ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજેલા છે.


તેથી, આપણે જે વિશ્વાસ પ્રગટ કરીએ છીએ તેને દૃઢતાથી પકડી રાખીએ. કારણ, આપણે માટે છેક ઈશ્વરની હજૂરમાં ગયેલા મહાન પ્રમુખ યજ્ઞકાર છે.


જેઓ એકવાર ઈશ્વરના પ્રકાશમાં હતા, જેમણે સ્વર્ગીય બક્ષિસનો સ્વાદ માણ્યો,


ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવાનો માર્ગ એકવાર જાણ્યા પછી તેમને આપવામાં આવેલી પવિત્ર આજ્ઞાથી તેઓ ફરી જાય તે કરતાં તેમણે એ માર્ગ કદી જાણ્યો જ ન હોત તો તે તેમને માટે વધુ સારું થાત.


જેનાથી મરણ ન થાય એવું પાપ કરતાં જો કોઈ પોતાના ભાઈને જુએ તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી; જેથી ઈશ્વર તેને જીવન આપે. મરણ ન થાય તેવા પાપ માટે આ નિયમ છે. મરણ નિપજાવે તેવું પણ પાપ છે, અને તેને માટે ઈશ્વરને વિનંતી કરવાનું હું તમને કહેતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan