Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 5:4 - પવિત્ર બાઇબલ C.L.

4 કોઈ વ્યક્તિ પ્રમુખ યજ્ઞકાર થવાનું માન પોતે જ પસંદ કરતી નથી, પરંતુ આરોનની જેમ ફક્ત ઈશ્વરના આમંત્રણ અનુસાર જ માણસ પ્રમુખ યજ્ઞકાર બને છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને હારુનની જેમ જેને ઈશ્વરે બોલાવ્યો હોય તે‍સિવાય કોઈ બીજો પોતે આ માન લેતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હારુનની માફક જેને ઈશ્વરે બોલાવ્યો હોય તેના વિના અન્ય કોઈ પોતાને માટે આ સન્માન લેતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 કોઈ પણ મનુષ્ય પોતાની ઈચ્છાથી પ્રમુખ યાજક બનવાનું માન પોતાની જાતે મેળવી શકતો નથી. જેમ દેવે હારુંનની પસંદગી કરી તેમ દરેક પ્રમુખ યાજકની પસંદગી દેવથી જ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 5:4
16 Iomraidhean Croise  

આમ્રામના પુત્રો: આરોન અને મોશે. આરોન તથા તેના વંશજોને પવિત્ર સાધનસામગ્રી હંમેશા પોતાને હસ્તક રાખી પ્રભુને ધૂપ ચઢાવવા, તેમની સેવા કરવા તથા તેમને નામે લોકોને આશીર્વાદ આપવા અલગ કરવામાં આવ્યા હતા.


તેમણે તેને અટકાવતાં કહ્યું, “હે ઉઝિયા, પ્રભુ સમક્ષ ધૂપ બાળવાનો તમને કોઈ અધિકાર નથી. એ કામ તો આરોન વંશના સમર્પિત યજ્ઞકારોનું જ છે. આ પવિત્ર સ્થાનમાંથી જતા રહો. તમે ઈશ્વરના ગુનેગાર બન્યા છો, અને તમે હવે પ્રભુ પરમેશ્વર તરફથી માન પામવાના નથી.”


બુક્કી અબિશુઆનો પુત્ર, અબિશુઆ ફિનહાસનો પુત્ર, ફિનહાસ એલાઝારનો પુત્ર અને એલાઝાર આરોનનો પુત્ર.


“તારા ભાઈ આરોન અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામારને તારી પાસે બોલાવ. તેમને યજ્ઞકાર તરીકે મારી સેવા બજાવવા ઇઝરાયલીઓમાંથી અલગ કર.


“આરોન અને તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે લઈ જા. તે સાથે યજ્ઞકારનો પોશાક, અભિષેકનું તેલ, પ્રાયશ્ર્વિતબલિનો આખલો, બે ઘેટા અને ખમીર વગરની રોટલીની ટોપલી પણ લે.


અને તમને તથા તમારા બીજા લેવીબધુંઓને તેમની સેવા કરવાનો અધિકાર આપ્યો છે? હવે તમે યજ્ઞકારપદ પણ પામવાનો પ્રયત્ન કરો છો?


ત્યાર પછી પ્રભુએ મોકલેલા અગ્નિએ આવીને ધૂપ ચડાવવા ઊભેલા અઢીસો માણસોને ભસ્મ કરી નાખ્યા.


એ પતરાં ઇઝરાયલીઓને માટે ચેતવણીરૂપ હતાં કે આરોનના વંશજ સિવાયના કોઈએ પ્રભુ સમક્ષ ધૂપ ચડાવવા આવવું નહિ. જો કોઈ એમ કરશે તો તેની દશા કોરા અને તેના જૂથના જેવી થશે.” આ બધું પ્રભુએ મોશેની મારફતે એલાઝારને આપેલી આજ્ઞા પ્રમાણે કરવામાં આવ્યું.


ત્યાર પછી તેણે કોરા અને તેના આખા જૂથને કહ્યું, “આવતી કાલે સવારે પ્રભુ જણાવશે કે કોણ તેના સેવક છે અને તેમણે કોને પોતાની સેવા માટે પસંદ કરીને અલગ કર્યા છે. જેમને તે પસંદ કરે તેમને જ તે સેવાર્થે અપનાવશે.


પરંતુ માત્ર તારે અને તારા પુત્રોએ જ વેદીની અને પરમપવિત્રસ્થાનને લગતી સેવાઓ બજાવવાની છે. કારણ, મેં તને યજ્ઞકારપદ બક્ષિસમાં આપ્યું છે. જો કોઈ બીજો એ સેવા બજાવવા આવશે તો જરૂર માર્યો જશે.”


તેમનો યજ્ઞકાર તરીકે અભિષેક કરવામાં આવ્યો હતો અને સેવા કરવાને અલગ કરવામાં આવ્યા હતા,


યોહાને જવાબ આપ્યો, “ઈશ્વરના આપ્યા સિવાય કોઈ વ્યક્તિ કંઈ પામી શક્તી નથી.


Lean sinn:

Sanasan


Sanasan