Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 5:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પ્રમુખ યજ્ઞકારના પોતાનામાં ય ઘણી નબળાઈઓ હોઈ, તે અજ્ઞાન તથા ભૂલો કરનારાઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વર્તી શકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને તે પોતે પણ નિર્બળતાથી ઘેરાયેલો છે, તેથી તે અજ્ઞાનીઓ તથા ભૂલ ખાનારાઓ પ્રત્યે સહાનુભૂતિથી વર્તી શકે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે પોતે પણ નિર્બળતાથી ઘેરાયેલો છે. તેથી તે અજ્ઞાનીઓની તથા ભૂલ કરનારાઓની સાથે સહાનુભૂતિથી વર્તી શકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પ્રમુખ યાજકમાં પણ લોકો જેવી જ નિર્બળતાઓ છે. તેથી બીજાની નિર્બળતાઓ સમજે છે અને અણસમજુ અને ભૂલ કરનાર લોકો સાથે તે માયાળુપણે વર્તે છે.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 5:2
24 Iomraidhean Croise  

મેં તેમને જે માર્ગે ચાલવાની આજ્ઞા આપી હતી તેનાથી તેઓ બહુ જલદી ભટકી ગયા છે. તેમણે પોતાને માટે સોનાનો વાછરડો બનાવીને તેની પૂજા કરી છે અને બલિદાનો ચડાવ્યાં છે. વળી તેઓ કહે છે કે ઇજિપ્તમાંથી તેમને કાઢી લાવનાર એ જ તેમનો ઈશ્વર છે.


હઠીલા મનના લોકો સમજશે અને કચકચ કરનારા શિખામણનો સ્વીકાર કરશે.”


તમે અમારા માર્ગમાંથી ખસી જાઓ અને વચ્ચે આડે આવશો નહિ. અમારી આગળ ઇઝરાયલના પવિત્ર ઈશ્વરને પ્રગટ કરવાનું બંધ કરો.”


પણ તારો વિશ્વાસ ડગી ન જાય તે માટે મેં તારે માટે પ્રાર્થના કરી છે. જ્યારે તું મારી તરફ પાછો ફરે, ત્યારે તારા સાથી ભાઈઓને દઢ કરજે.”


જો મારે બડાઈ કરવાની જ હોય, તો હું મારી નિર્બળતા વિષે જ બડાઈ કરીશ.


આથી એ માણસ વિષે હું ગર્વ કરીશ - પણ હું મારાં પોતાનાં વખાણ કરીશ નહિ, ફક્ત હું કેટલો નબળો છું તે જણાવતી બાબતો વિષે જ હું ગર્વ કરીશ.


તમને યાદ હશે કે તમને શુભસંદેશ જણાવવા હું તમારી પાસે સૌ પ્રથમ આવ્યો ત્યારે તો હું બીમાર હતો.


હવેથી વિધર્મીઓ, જેમના વિચાર નિરર્થક છે અને જેમનું મન અંધકારમય છે, તેમના જેવું જીવન તમે ન જીવો. ઈશ્વરદત્ત જીવનમાં તેમને કંઈ લાગભાગ નથી; કારણ, તેઓ તદ્દન અજ્ઞાન અને હઠીલા છે.


જો કે ભૂતકાળમાં હું તેમની નિંદા અને સતાવણી તેમજ તેમનું અપમાન કરતો હોવા છતાં તેમણે મને વિશ્વાસપાત્ર ગણીને તેમની સેવાને માટે મારી નિમણૂક કરી છે. મારા અવિશ્વાસને લીધે મેં અજ્ઞાનતામાં એ કર્યું હોવા છતાં ઈશ્વર મારા પ્રત્યે દયાળુ હતા અને આપણા પ્રભુએ મારા જીવનમાં તેમની કૃપા ભરપૂરીથી રેડી દીધી.


તમારા લંઘાતા પગ ઊતરી ન જાય પણ સાજા થાય માટે સીધે માર્ગે ચાલ્યા કરો.


આથી બધી રીતે પોતાના ભાઈઓ જેવા થવું તેમને માટે જરૂરી હતું, જેથી લોકોનાં પાપની માફીને અર્થે તે ઈશ્વર સમક્ષ પોતાના ભાઈઓના વિશ્વાસપાત્ર અને દયાળુ મુખ્ય યજ્ઞકાર બને.


ઈસુએ તેમને થયેલાં પ્રલોભનોમાં દુ:ખ સહન કર્યું હોવાથી હાલ જેમનું પ્રલોભન થાય છે તેમને મદદ કરવાને તે સક્ષમ છે.


આપણા એ પ્રમુખ યજ્ઞકાર ઈશ્વરપુત્ર ઈસુ આપણી નબળાઈઓ પ્રત્યે લાગણી ન ધરાવે એવા નથી. એથી ઊલટું, આપણા પ્રમુખ યજ્ઞકાર આપણી જેમ બધાં પ્રલોભનોમાંથી પસાર થયેલા છે, અને છતાં તેમણે પાપ કર્યું નથી.


મોશેનો નિયમ પ્રમુખ યજ્ઞકાર તરીકે અપૂર્ણ માનવોને નીમે છે. પરંતુ નિયમ પછી આવેલું ઈશ્વરનું શપથપૂર્વકનું વચન, સર્વકાળ માટે સંપૂર્ણ બનાવવામાં આવેલા પુત્રને પ્રમુખ યજ્ઞકાર તરીકે નીમે છે.


પરંતુ મંડપના અંદરના ભાગમાં માત્ર પ્રમુખ યજ્ઞકાર વર્ષમાં એક જ વાર જતો હતો. તે પોતાની સાથે રક્ત લઈ જતો અને પોતાને માટે અને લોકોએ અજાણતાં કરેલાં પાપને બદલે તે રક્ત ઈશ્વરને અર્પણ કરતો.


મારા ભાઈઓ, જો તમારામાંથી કોઈ સત્યથી દૂર જાય અને કોઈ તેને પાછો લાવે તો આટલું યાદ રાખો:


તમે તો માર્ગ ભૂલેલાં ઘેટાંના જેવા હતા. પણ હવે તમે તમારા આત્માના ઘેટાંપાળક અને રક્ષકની પાસે પાછા વળ્યા છો.


પણ ઇઝરાયલીઓએ તેમના કહેવા પર કંઈ લક્ષ આપ્યું નહિ, પણ તેઓ વેશ્યાગમન દ્વારા અન્ય દેવોની પૂજા કરવામાં જોડાયા. તેમના પિતૃઓ તો પ્રભુની આજ્ઞાઓ પાળીને તેમને અનુસર્યા હતા, પણ આ નવી પેઢીના લોકોએ તો બહુ જલદી એમ કરવાનું મૂકી દીધું.


Lean sinn:

Sanasan


Sanasan