Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 3:5 - પવિત્ર બાઇબલ C.L.

5 ઈશ્વર ભવિષ્યમાં જે પ્રગટ કરવાના હતા તેની સાક્ષીના સંબંધમાં મોશે ઈશ્વરના આખા કુટુંબમાં સેવક તરીકે વિશ્વાસુ હતો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની સાક્ષી પૂરવા માટે, [ઈશ્વરના] આખા ઘરમાં સેવકની જેમ વિશ્વાસુ હતો ખરો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની ખાતરી આપવા માટે, સેવકની પેઠે ઈશ્વરના ઘરમાં વિશ્વાસુ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 મૂસા સેવકની જેમ ખૂબજ વફાદાર હતો. દેવ જે ભવિષ્યમાં કહેવાનો છે તે (મૂસાએ) તેણે કહ્યું.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 3:5
35 Iomraidhean Croise  

તમે તેમને તમારા સાબ્બાથો પવિત્ર પાળવાનું શીખવ્યું. અને તમારા સેવક મોશે મારફતે તમે તેમને આજ્ઞાઓ આદેશો અને નિયમો આપ્યાં.


પછી ઈશ્વરે પોતાના સેવક મોશેને તથા પોતાના પસંદ કરેલ આરોનને ઇજિપ્ત મોકલ્યા.


જ્યારે ઇઝરાયલીઓએ ઇજિપ્તીઓને પરાજિત કરી દેનાર પ્રભુનું મહાન સામર્થ્ય જોયું ત્યારે તેઓ પ્રભુ પ્રત્યેના અહોભાવથી સ્તબ્ધ થઈ ગયા અને તેમને પ્રભુ તથા તેમના સેવક મોશે પર વિશ્વાસ બેઠો.


મોશેએ સઘળું પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું.


પણ મારા સેવક મોશેના સંબંધમાં એવું નથી. મોશે તો મારા સમગ્ર ઇઝરાયલી લોકમાં સૌથી વધુ વિશ્વાસુ છે.


પોતાના શેઠે બીજા નોકરોને યોગ્ય સમયે ખોરાક આપવા તેમનો ઉપરી ઠરાવ્યો હોય એવો વિશ્વાસુ અને બુદ્ધિશાળી નોકર કોણ છે?


માલિકે કહ્યું, ’શાબાશ! સારા અને વફાદાર સેવક! તું નાની બાબતમાં વિશ્વાસુ માલૂમ પડયો છે. તેથી હું તને મોટાં કામ સોંપીશ. તારા માલિકના આનંદમાં ભાગીદાર થા.’


પ્રભુએ જવાબ આપ્યો, “વિશ્વાસુ અને સમજુ કારભારી કોણ છે? શેઠ ઘરકુટુંબ ચલાવવા અને બીજા નોકરોને યોગ્ય સમયે તેમના ખોરાકનો હિસ્સો આપવા જેની નિમણૂક કરે તે જ.


પછી ઈસુએ આખા ધર્મશાસ્ત્રમાંથી મોશેના પુસ્તકોથી શરૂઆત કરીને બધા સંદેશવાહકોના લખાણોમાં પોતાના સંબંધી જે જે કહેલું છે તે તેમને સમજાવ્યું.


પછી તેમણે તેમને કહ્યું, “હું જ્યારે તમારી સાથે હતો, ત્યારે આ જ વાતો મેં તમને કહી હતી, ‘મોશેના નિયમશાસ્ત્રમાં, સંદેશવાહકોનાં લખાણોમાં અને ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું સાચું પડવું જ જોઈએ.”


તમે શાસ્ત્રનું અયયન કરો છો; કારણ, તમે એમ માનો છો કે તેમાંથી જ સાર્વકાલિક જીવન મળે છે, પરંતુ એ શાસ્ત્રો તો મારે વિષે સાક્ષી પૂરે છે.


તેથી તેમણે પાઉલની સાથે એક દિવસ નક્કી કર્યો અને તે દિવસે તેઓ મોટી સંખ્યામાં પાઉલના નિવાસસ્થાને આવ્યા. તેણે સવારથી સાંજ સુધી તેમને સમજાવ્યું અને ઈશ્વરના રાજ વિષેનો સંદેશો આપ્યો. મોશેના નિયમશાસ્ત્રમાંથી તેમ જ સંદેશવાહકોનાં લખાણોમાંથી ઈસુ વિષેનાં કથનો ટાંકીને તેણે તેમને ખાતરી કરાવવાનો પ્રયત્ન કર્યો.


મોશેએ જ ઇઝરાયલી લોકોને કહ્યું હતું: ‘ઈશ્વરે જેમ મને મોકલ્યો, તેમ તે તમારા પોતાના લોકમાંથી તમારી પાસે સંદેશવાહક મોકલશે.’


પણ હવે તો માનવી માટે ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવાનો માર્ગ ખુલ્લો થયો છે. તેનો આધાર નિયમ ઉપર નથી. જોકે નિયમશાસ્ત્ર તેમ જ સંદેશવાહકોનાં પુસ્તકો એ બન્‍ને એ વિષે સાક્ષી આપે છે.


કારભારી પોતાના શેઠને વિશ્વાસુ રહે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.


તેથી પ્રભુના કહ્યા પ્રમાણે પ્રભુનો સેવક મોશે ત્યાં મોઆબ દેશમાં મૃત્યુ પામ્યો,


મને સામર્થ્ય આપનાર ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુનો હું આભાર માનું છું.


પ્રાચીન કાળમાં ઈશ્વરપિતા આપણા પૂર્વજો સાથે પોતાના સંદેશવાહકો દ્વારા ઘણીવાર અને વિવિધ રીતે બોલ્યા હતા,


જેમ મોશે ઈશ્વરના ઘરમાં તેનાં બધાં કાર્યમાં વિશ્વાસુ હતો તેમ ઈસુ પણ ઈશ્વરે તેમને માટે પસંદ કરેલા કાર્ય પ્રત્યે વિશ્વાસુ હતા.


દરેક મકાનનો બાંધનાર તો કોઈક હોય છે જ - અને ઈશ્વરે બધી વસ્તુઓ બાંધી છે.


યજ્ઞકાર તરીકે તેઓ જે કાર્ય કરે છે, તે તો માત્ર સ્વર્ગીય મંડપનો નમૂનો અને પ્રતિછાયા છે. મોશેના સંબંધમાં પણ એવું જ હતું. જ્યારે તે મંડપ બનાવવાની શરૂઆત કરવાનો હતો ત્યારે ઈશ્વરે તેને કહ્યું, “પર્વત પર તને જે નમૂનો બતાવવામાં આવ્યો તે જ પ્રમાણે બધું કરવાની ચોક્સાઈ રાખજે.”


કારણ, ખ્રિસ્ત માણસે બનાવેલ પવિત્ર સ્થાન કે જે માત્ર નમૂનો છે તેમાં નહિ, પરંતુ તે સ્વર્ગમાં જ ગયા; જ્યાં તે પણ આપણે માટે ઈશ્વરની હાજરીમાં ઉપસ્થિત થાય છે.


તમારા ઇઝરાયલી બધુંઓ પણ તમારા ઈશ્વર પ્રભુએ તેમને યર્દનની પશ્ર્વિમમાં આપેલો પ્રદેશ કબજે કરી લે, અને તમારી જેમ તેમને પણ સહીસલામત વસવાટ પ્રાપ્ત થઈ જાય, ત્યાર પછી તમે પાછા આવીને પ્રભુના સેવક મોશેએ તમને યર્દનની પૂર્વમાં આપેલા આ પ્રદેશમાં વસવાટ કરજો.”


તેમણે કહ્યું, “મારો સેવક મોશે મૃત્યુ પામ્યો છે. માટે હવે તું તથા સર્વ ઇઝરાયલી લોકો સજ્જ થાઓ અને હું તમને જે દેશ આપવાનો છું તેમાં યર્દન નદી ઊતરીને જાઓ.


માત્ર એટલું જ કે તું બળવાન તથા હિમ્મતવાન થા; અને મારા સેવક મોશેએ તમને આપેલો નિયમ પૂરેપૂરો પાળવાની તું કાળજી રાખ. તારે એમાંથી લેશમાત્ર ચલિત થવાનું નથી; એમ કરીશ તો તું જ્યાં કહીં જશે ત્યાં સફળ થશે.


તેણે તે વેદી પ્રભુના સેવક મોશેએ ઇઝરાયલીઓને આપેલી સૂચનાઓ પ્રમાણે એટલે, “લોઢાનાં હથિયારનો પ્રહાર કરી ઘડેલા ન હોય તેવા પથ્થરોમાંથી વેદી બનાવવી,” એવું જે મોશેના નિયમશાસ્ત્રમાં લખેલું તે પ્રમાણે બનાવી. તેના પર તેમણે પ્રભુને દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા.


સર્વ ઇઝરાયલીઓ, તથા તેમના આગેવાનો, અધિકારીઓ અને ન્યાયાધીશો તેમજ તેમની વચમાં વસતા પરદેશીઓ પ્રભુની કરારપેટીની બન્‍ને બાજુએ, કરારપેટી ઊંચકનારા લેવીવંશી યજ્ઞકારો સામે મોં રાખીને ઊભા રહ્યા; એમાંથી અર્ધા લોકોની પીઠ ગરીઝીમ પર્વત તરફ અને અર્ધા લોકોની પીઠ એબાલ પર્વત તરફ હતી; પ્રભુના સેવક મોશેએ ઇઝરાયલી લોકોને આશિષ મેળવતી વખતે ઠરાવેલ ક્રમ પ્રમાણે તેઓ ઊભા રહ્યા.


તેઓ ઈશ્વરના સેવક મોશેનું ગીત અને હલવાનનું ગીત ગાતા હતા. “હે પ્રભુ, સર્વસમર્થ ઈશ્વર તમારાં કાર્યો કેવાં મહાન અને અદ્‍ભુત છે! હે સર્વ પ્રજાના રાજવી, તમારા માર્ગો ન્યાયી અને સત્ય છે.


Lean sinn:

Sanasan


Sanasan