Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 3:3 - પવિત્ર બાઇબલ C.L.

3 જેમ ઘર કરતાં ઘર બાંધનારને વધુ માન મળે છે તેમ ઈસુ, મોશે કરતાં વધુ મહિમાને યોગ્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે જેમ ઘર કરતાં ઘર બાંધનારને વિશેષ માન [ઘટે] છે, તેમ એમને મૂસા કરતાં વિશેષ માન મળવાને યોગ્ય ગણવામાં આવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કેમ કે જે પ્રમાણે ઘર કરતાં ઘર બાંધનારને વિશેષ માન મળે છે, તે પ્રમાણે મૂસા કરતાં વિશેષ માનયોગ્ય ઈસુને ગણવામાં આવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 જ્યારે મનુષ્ય મકાન બાંધે છે, ત્યારે લોકો મકાન બાંધનારને ખુબ માન આપે છે. તેમ ઈસુ મૂસા કરતાં માન આપવાને વધુ યોગ્ય ઠર્યો.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 3:3
11 Iomraidhean Croise  

તેમણે કહ્યું, “ઝરુબ્બાબેલે મંદિરનો પાયો નાખ્યો છે અને તેને જ હાથે બાંધક્મ પૂર્ણ થશે. એવું બને ત્યારે મારા લોકો જાણશે કે મેં તને મોકલ્યો છે.


અને તેથી હું કહું છું: તું પિતર એટલે પથ્થર છે અને આ ખડક પર હું મારી મંડળીનું બાંધકામ કરીશ. તેની આગળ મરણની સત્તાનું કંઈ જોર ચાલશે નહિ.


અમે ઈશ્વરના કાર્યમાં સહકાર્યકરો છીએ. તમે ઈશ્વરનું ખેતર છો.


શિલાપાટીઓ પર કોતરાયેલા મોશેના નિયમની સેવા મરણકારક હોવા છતાં તે એવા ગૌરવસહિત આપવામાં આવી હતી કે મોશેના મુખ પર પડેલા ગૌરવનું તેજ જે ઝાંખું થતું જતું હતું, તેને પણ ઇઝરાયલીઓ એકીટશે જોઈ શક્યા નહિ.


તે તો પોતાના શરીરનું, એટલે કે, મંડળીનું શિર છે અને તે શરીરના જીવનનું ઉદ્ભવસ્થાન છે. તે ઈશ્વરના પ્રથમજનિત પુત્ર છે, અને માત્ર તેમને જ સર્વ સર્જનમાં પ્રથમસ્થાન મળે તે માટે તેમને મરણમાંથી સજીવન કરવામાં આવ્યા છે.


પરંતુ આપણે ઈસુને જોઈએ છીએ કે થોડા સમય માટે તેમને દૂતો કરતાં ઊતરતી કક્ષાએ મૂકવામાં આવ્યા, જેથી ઈશ્વરની કૃપા દ્વારા તે બધા મનુષ્યો માટે મૃત્યુ પામે અને જે મૃત્યુ તેમણે સહન કર્યું તેના પરિણામરૂપે આપણે તેમને મહિમા અને માનનો મુગટ પહેરાવેલા જોઈએ છીએ.


દરેક મકાનનો બાંધનાર તો કોઈક હોય છે જ - અને ઈશ્વરે બધી વસ્તુઓ બાંધી છે.


પરંતુ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘરકુટુંબ પર અધિકારી તરીકે વિશ્વાસુ છે. જે બાબતોની આપણે આશા રાખીએ છીએ તેમાં જો આપણે હિંમત તથા ભરોસો રાખીએ તો આપણે ઈશ્વરનું ઘર છીએ.


Lean sinn:

Sanasan


Sanasan