Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 3:14 - પવિત્ર બાઇબલ C.L.

14 કારણ, આપણે જે ભરોસો પ્રથમ રાખ્યો હતો તેને ચોક્સાઈથી અંત સુધી પકડી રાખીએ, તો આપણે બધા ખ્રિસ્ત સાથે ભાગીદાર છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 કેમ કે જો આપણે આરંભમાં રાખેલો ભરોસો અંત સુધી દઢ રાખીએ, તો આપણે ખ્રિસ્તના ભાગીદાર થયા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 કેમ કે જો આપણે પ્રારંભનો આપણો વિશ્વાસ અંત સુધી ટકાવી રાખીએ, તો આપણે ખ્રિસ્તનાં ભાગીદાર થયા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 કેમ કે પ્રથમ જે વિશ્વાસ કર્યો હતો તેમાં ટકી રહીને જો આપણે અંત સુધી વિશ્વાસ રાખીશું તો ખ્રિસ્તની સાથે સર્વસ્વના ભાગીદાર બનીશું.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 3:14
17 Iomraidhean Croise  

ઉછેરવામાં આવેલ ઓલિવ વૃક્ષની કેટલીક ડાળીઓ તોડી નાખવામાં આવી છે, અને જંગલી ઓલિવ વૃક્ષની ડાળીની તેમાં કલમ કરવામાં આવી છે. તમે બિનયહૂદીઓ પેલા જંગલી ઓલિવ વૃક્ષની ડાળી જેવા છો. હવે યહૂદીઓનું મૂળ, જે શક્તિ અને રસે ભરેલું છે તેના જીવનના તમે ભાગીદાર થયા છો.


અહીં આપણે જોઈએ છીએ કે ઈશ્વર દયાળુ તો છે, પણ સાથેસાથે કડક પણ છે. જેઓ પડી ગયા તેઓ ઉપર ઈશ્વરનો કોપ આવ્યો. જો તું ઈશ્વરની દયાને વળગી રહેશે, તો ઈશ્વર તારા પર દયા જારી રાખશે, નહિ તો તને પણ કાપી નાખવામાં આવશે.


પણ ઈશ્વરની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં મેળવાયા છો. ઈશ્વરે ખ્રિસ્તને આપણું જ્ઞાન બનાવ્યા છે. તેમની મારફતે આપણે ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવ્યા છીએ, ઈશ્વરના અલગ કરાયેલા લોક બન્યા છીએ અને પાપથી મુક્ત થયા છીએ.


હવે રોટલી એક જ છે અને આપણે બધા ફક્ત એક જ રોટલીના સહભાગી થઈએ છીએ, અને આમ આપણે ઘણા હોવા છતાં એક શરીર છીએ.


આ બધું હું શુભસંદેશને ખાતર કરું છું; જેથી તેની આશિષમાં મને ભાગ મળે.


રહસ્ય આ પ્રમાણે છે: શુભસંદેશની મારફતે ઈશ્વરની આશિષોમાં યહૂદીઓની સાથે બિનયહૂદીઓને પણ ભાગ મળ્યો છે. તેઓ એક જ શરીરનાં અંગો છે અને ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરે આપેલા વરદાનના ભાગીદાર બન્યા છે.


‘જે સારી ભૂમિ તમારા પૂર્વજોને આપવાના મેં શપથ લીધા હતા તે આ કુટિલ પેઢીના લોકોમાંથી એક પણ જોવા પામશે નહિ.’


જેમના માલિકો વિશ્વાસીઓ છે તેવા ગુલામોએ માલિકો તેમના ભાઈઓ હોવાથી તેમને તુચ્છકારવા ન જોઈએ. એથી ઊલટું, તેમની વધુ સારી સેવા કરવી જોઈએ. કારણ, તેમની સેવાનો લાભ તો વિશ્વાસી પ્રિયજનોને જ મળે છે. તારે આ વાતોનું બોધદાયક શિક્ષણ આપવું જોઈએ.


હવે વિશ્વાસ તો આપણે જે આશા રાખીએ છીએ તેની બાંયધરી તથા હજી નજરે જોયું નથી તેની ખાતરી છે.


આપણા દૈહિક પિતાઓ આપણને થોડા સમય માટે તેમને યોગ્ય લાગે તેમ શિક્ષા કરતા. પરંતુ ઈશ્વર આપણા ભલાને માટે તેમ કરે છે, એ માટે કે આપણે તેમની પવિત્રતાના ભાગીદાર બનીએ.


મારા પવિત્ર ભાઈઓ, તમને પણ ઈશ્વરે આમંત્રણ આપ્યું છે! આપણે પ્રગટ કરીએ છીએ તે વિશ્વાસના મુખ્ય યજ્ઞકાર થવા માટે ઈશ્વરે મોકલેલા ખ્રિસ્ત ઈસુનો વિચાર કરો.


પરંતુ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘરકુટુંબ પર અધિકારી તરીકે વિશ્વાસુ છે. જે બાબતોની આપણે આશા રાખીએ છીએ તેમાં જો આપણે હિંમત તથા ભરોસો રાખીએ તો આપણે ઈશ્વરનું ઘર છીએ.


અમારી એવી ઝંખના છે કે તમારી આશાની પરિપૂર્ણતા માટે તમે સૌ તે આશામાં અંત સુધી ખંત દાખવો.


જેઓ એકવાર ઈશ્વરના પ્રકાશમાં હતા, જેમણે સ્વર્ગીય બક્ષિસનો સ્વાદ માણ્યો,


તેને બદલે, તમે ખ્રિસ્તનાં દુ:ખોના ભાગીદાર બન્યા છો તેથી આનંદ કરો; જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે તમને પુષ્કળ આનંદ મળે.


મંડળીના આગેવાનોને સાથી આગેવાન તરીકે હું વિનંતી કરું છું. હું ખ્રિસ્તના દુ:ખોને નજરોનજર જોનાર સાક્ષી છું અને પ્રગટ થનાર મહિમામાં મને ભાગ મળનાર છે.


અમે જે સાંભળ્યું અને જોયું તે જ અમે તમને જણાવીએ છીએ, જેથી ઈશ્વરપિતા અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે અમારી જે સંગત છે તેમાં તમે પણ સામેલ થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan