Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 2:2 - પવિત્ર બાઇબલ C.L.

2 જો દૂતોએ આપેલો સંદેશો સત્ય પુરવાર થયો અને જેમણે તે માન્યો નહીં અથવા તેનું પાલન કર્યું નહીં તેમને ઘટિત શિક્ષા કરવામાં આવી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કેમ કે દૂતોદ્વારા કહેલું વચન જો સત્ય ઠર્યું, અને દરેક પાપનું તથા આજ્ઞાભંગનું યોગ્ય ફળ મળ્યું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 કેમ કે જો સ્વર્ગદૂતો દ્વારા કહેલું વચન સત્ય ઠર્યું અને દરેક પાપ તથા આજ્ઞાભંગ કરનારાઓને યોગ્ય બદલો મળ્યો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 દેવે દૂતો દ્ધારા જે શિક્ષણ આપ્યું તે સત્ય કરી બતાવ્યું હતું. અને દરેક વખતે જ્યારે યહૂદિ લોકો આ શિક્ષણની વિરૂદ્ધમા કંઈક કરતા તો તેમને આજ્ઞાભંગ માટે શિક્ષા કરવામાં આવતી હતી.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 2:2
29 Iomraidhean Croise  

પ્રચંડ રથોની સાથે, હજારો અને લાખો રથોની સાથે, પ્રભુ સિનાઈ પર્વત પરથી પોતાના પવિત્રસ્થાનમાં જાય છે.


હજી તો તે માંસ તેમના મોંમાં પૂરું ચવાયું ય નહોતું અને તે પહેલાં પ્રભુ તેમના ઉપર કોપાયમાન થયા અને તેમને ભયંકર રોગચાળાથી માર્યા.


રોગચાળાથી માર્યા ગયેલાંની કુલ સંખ્યા 14,700ની થઈ; કોરાના બળવામાં માર્યા ગયેલાઓ તો જુદા.


ત્યારે પ્રભુએ તેઓ મધ્યે આગિયા સાપ મોકલ્યા. તેમના કરડવાને લીધે ઘણા ઇઝરાયલીઓ માર્યા ગયા.


છતાં જેઓ રોગથી માર્યા ગયા હતા તેમની સંખ્યા 24,000 હતી.


તમને તો દૂતોની મારફતે ઈશ્વરનો નિયમ મળ્યો છે, છતાં તમે તેનું પાલન કર્યું નથી!”


તો પછી નિયમશાસ્ત્ર આપવાનો હેતુ શો છે? ઉલ્લંઘનોનું ભાન કરાવવા માટે તેને પાછળથી ઉમેરવામાં આવ્યું હતું અને આપવામાં આવેલા વરદાન પ્રમાણે અબ્રાહામનો વંશજ આવે નહિ ત્યાં સુધી નિયમશાસ્ત્રે એ કાર્ય કરવાનું હતું. નિયમશાસ્ત્ર તો દૂતોની મારફતે મયસ્થ દ્વારા આપવામાં આવ્યું હતું.


પણ ત્યાં તમારા ઈશ્વર પ્રભુની સેવા કરનાર યજ્ઞકાર કે તે સમયના ન્યાયાધીશના ચુકાદાનો કોઈ માણસ ઉધતાઈથી ભંગ કરે તો તે મૃત્યુદંડને પાત્ર થાય. એ રીતે તમારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.


તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલા નગરમાં કોઈ પુરુષ અથવા સ્ત્રી અન્ય દેવદેવીઓની સેવાપૂજા કરીને અથવા મેં જેમની ભક્તિની મના કરી છે તે સૂર્ય, ચંદ્ર કે તારાઓની પૂજા કરીને તમારા ઈશ્વર પ્રભુ વિરૂધ પાપ કરે અને તેમની સાથેના કરારનો ભંગ કરે;


તો એવું અધમ કાર્ય કરનાર પુરુષ અથવા સ્ત્રીને નગરની બહાર લાવીને તેને પથ્થર મારીને મારી નાખો.


‘પ્રભુના સર્વ નિયમોનું સમર્થન ન કરનાર અને તેમનું પાલન ન કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.


મારો બોધ વરસાદનાં ટીંપાંની માફક ટપકશે; મારું સંબોધન ઝાકળની જેમ ઝમશે; કુમળા ઘાસ પર ઝરમર ઝરમર વરસાદની જેમ તથા નવા છોડ પર ઝાપટાંની જેમ વરસશે;


પ્રાચીન કાળમાં ઈશ્વરપિતા આપણા પૂર્વજો સાથે પોતાના સંદેશવાહકો દ્વારા ઘણીવાર અને વિવિધ રીતે બોલ્યા હતા,


જે કોઈ મોશેના નિયમનું ઉલ્લંઘન કરે, અને બે કે ત્રણ સાક્ષીઓ દ્વારા તેનો ગુનો સાબિત થાય, તો તેને ક્રૂરતાથી મારી નાખવામાં આવે છે.


તેથી હિંમત હારશો નહિ. કારણ, તમને એનું મોટું ઈનામ મળશે.


ઇજિપ્તના સર્વ દ્રવ્યભંડારો કરતાં તેણે ખ્રિસ્તને માટે નિંદા સહન કરવાનું ઉત્તમ ગણ્યું. કારણ, તેની દૃષ્ટિ ભાવિ પ્રતિફળ પર મંડાયેલી હતી.


કોઈ વ્યક્તિ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્‍ન કરી શક્તી નથી. કારણ, જે ઈશ્વર પાસે આવે છે, તેનામાં એવો વિશ્વાસ હોવો જ જોઈએ કે ઈશ્વર છે અને તેમને ખંતથી શોધનારને તે પ્રતિફળ આપે છે.


તેથી સાવધ રહો, અને બોલનારની વાણી સાંભળવાનો ઇનકાર ન કરો. દુનિયા પર દૈવી સંદેશો આપનારનું સાંભળવાનો ઇનકાર કરનારાઓ બચી શક્યા નહિ, તો પછી સ્વર્ગમાંથી ચેતવનાર તરફ આપણે પીઠ ફેરવીએ તો કેવી રીતે બચી શકીશું?


તેથી સંદેશવાહકોએ પ્રગટ કરેલા સંદેશા પર અમે વિશેષ ભરોસો રાખીએ છીએ. તમે પણ તે સંદેશા પર ધ્યાન આપો તો સારું, કારણ, સવાર થતાં સુધી અને પ્રભાતના તારાનો પ્રકાશ તમારા હૃદયમાં પ્રકાશે ત્યાં સુધી એ સંદેશો અંધકારમાં પ્રકાશતા દીવાના જેવો છે.


જો કે તમે બધું જાણો છો તોપણ કેવી રીતે પ્રભુએ ઇઝરાયલ પ્રજાને ઇજિપ્તમાંથી બચાવી હતી અને જેમણે વિશ્વાસ ન કર્યો તેમનો કેવો નાશ કર્યો તેની હું તમને યાદ અપાવવા માગું છું.


Lean sinn:

Sanasan


Sanasan