Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 13:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેથી આપણે નિર્ભય બનીને કહીએ, “પ્રભુ મારા મદદગાર છે, હું ડરીશ નહિ. માણસ મને શું કરી શકશે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે, “પ્રભુ મને સહાય કરનાર છે; હું બીશ નહિ: માણસ મને શું કરનાર છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેથી આપણે નિર્ભય થઈને કહીએ કે, ‘પ્રભુ મને સહાય કરનાર છે, હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેથી જરા પણ સંકોચ રાખ્યા વગર આપણે કહી શકીએ કે, “પ્રભુ મને સહાય કરનાર છે; હું ડરીશ નહિ. માણસ મને શું કરનાર છે?”

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 13:6
29 Iomraidhean Croise  

એ બનાવો પછી પ્રભુએ અબ્રામને સંદર્શન આપીને કહ્યું, “અબ્રામ, ગભરાઈશ નહિ, હું તારે માટે સંરક્ષક ઢાલ અને તારો મોટો પુરસ્કાર છું.”


પછી પ્રભુએ એલિયાને કહ્યું,


અમારી સહાય કરનારનું નામ યાહવે છે; તે આકાશ તથા પૃથ્વીના સર્જનહાર છે.


હું નેતાઓ પર ભરોસો રાખીશ નહિ, તેમજ માનવજાત પર પણ નહિ; કારણ, તેમની પાસે ઉદ્ધાર નથી.


તમારું મુખ મારાથી સતાડશો નહિ. તમારા ક્રોધમાં મને, તમારા સેવકને કાઢી મૂકશો નહિ; કારણ, તમે જ મારા બેલી છો. હે મારા મુક્તિદાતા ઈશ્વર, મને તજી ન દો, મારો ત્યાગ ન કરો.


આપણે પ્રભુની પ્રતીક્ષા કરીએ છીએ; તે જ આપણા બેલી અને સંરક્ષક ઢાલ છે.


હું પીડિત અને દરિદ્ર છું પરંતુ પ્રભુ તમે મારી કાળજી લો છો, તમે જ મારા બેલી અને મુક્તિદાતા છો. હે મારા ઈશ્વર, હવે વિલંબ ન કરો.


ઈશ્વર મારા સહાયક છે, પ્રભુ જ મારા જીવનનો આધાર છે.


જેમના સંદેશની હું પ્રશંસા કરું છું, તે ઈશ્વર પર હું ભરોસો રાખું છું અને ડરતો નથી. પામર માનવી મને શું કરી શકે?


કેમ કે તમે સદા મારા મદદગાર બન્યા છો, અને તમારી પાંખોની છાયામાં હું હર્ષભેર ગાઉં છું.


જો પ્રભુએ મારી સહાય ન કરી હોત, તો હું તત્કાળ મૃત્યુના નીરવ પ્રદેશમાં વાસ કરતો હોત.


મોશેએ કહ્યું હતું, “હું અજાણ્યા દેશમાં પરદેશી થયો છું.” તેથી તેણે એક પુત્રનું નામ ગેર્શોમ (પરદેશી) પાડયું હતું. તેણે એવું પણ કહ્યું, “મારા પિતાના ઈશ્વરે મને સહાય કરીને ફેરોની તલવારથી બચાવ્યો છે.” તેથી તેણે બીજા પુત્રનું નામ એલિએઝેર (ઈશ્વર મારા મદદગાર) પાડયું.


તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.


પ્રભુ કહે છે, “હે ઇઝરાયલ, તું તો કીડા સમાન નાજુક અને નિર્બળ છે. હે યાકોબ, તું નાનો છે, પણ બીશ નહિ; હું પવિત્ર ઈશ્વર તારો છોડાવનાર છું; હું તને મદદ કરીશ.


જેઓ શરીરને મારી નાખે છે પણ જીવને મારી શક્તા નથી તેમનાથી ન ગભરાઓ. એના કરતાં તો, શરીર અને જીવનો નર્કમાં નાશ કરી શકનાર ઈશ્વરની બીક રાખો.


આ બધું જાણ્યા પછી આપણે શું કહીશું? જો ઈશ્વર આપણા પક્ષના છે, તો આપણી વિરુદ્ધ કોણ?


તેમનામાં મેળવાયા હોવાથી અને તેમના પરના આપણા વિશ્વાસ દ્વારા સંપૂર્ણ ખાતરીથી ઈશ્વર સમક્ષ જવાને આપણને સ્વતંત્રતા છે.


હે યશુરૂન, ઇઝરાયલી લોકો, તમારા ઈશ્વર જેવા અન્ય કોઈ નથી; તે તમને મદદ કરવા વાદળાં પર સવાર થઈ આવે છે અને ગૌરવપૂર્વક આકાશમાં વિચરે છે.


હે ઇઝરાયલ, તમે આશીર્વાદિત છો! પ્રભુએ જેમનો ઉધાર કર્યો હોય એવી તમારા જેવી બીજી કઈ પ્રજા છે? પ્રભુએ ઢાલરૂપે તમારું રક્ષણ કર્યું અને તલવાર રૂપે તમને વિજય અપાવ્યો. તમારા શત્રુઓ તમારી દયાની યાચના કરશે અને તમે તેમની પીઠ ખૂંદી નાખશો.”


તેથી ભાઈઓ, ઈસુના મૃત્યુ દ્વારા પરમ પવિત્રસ્થાનમાં પ્રવેશ કરવા માટે આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ.


તેથી, આપણે હિંમતપૂર્વક ઈશ્વરના કૃપાસન પાસે દયા પામવાને તથા જરૂરને પ્રસંગે મદદ પ્રાપ્ત કરવાને જઈએ.


યોનાથાને તેને કહ્યું, “ગભરાઈશ નહિ, મારા પિતા શાઉલ તને કંઈ નુક્સાન કરી શકશે નહિ. મારા પિતા પણ જાણે છે કે તું ઇઝરાયલનો રાજા બનશે અને હું તારાથી બીજા સ્થાને હોઈશ.”


Lean sinn:

Sanasan


Sanasan