Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 13:4 - પવિત્ર બાઇબલ C.L.

4 સૌએ લગ્નને માનયોગ્ય ગણવું. પતિ અને પત્નીએ એકબીજાને વિશ્વાસુ રહેવું. કારણ, લંપટો અને વ્યભિચારીઓનો ઈશ્વર ન્યાય કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 સર્વમાં લગ્ન માનયોગ્ય ગણાય, અને બિછાનું નિર્મળ રહે. કેમ કે ઈશ્વર લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 લગ્નને માનપાત્ર ગણો, પથારી પવિત્ર રાખો. કેમ કે ઈશ્વર અસંયમી તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 સર્વમાં લગ્ન માન યોગ્ય માનો. લગ્નમાં બે જણ વચ્ચેના સંબંધો શુદ્ધ હોવા જોઈએ. જેથી બિછાનું નિર્મળ રહે; કેમ કે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 13:4
33 Iomraidhean Croise  

પછી પ્રભુ પરમેશ્વરે માણસને ભરઊંઘમાં નાખ્યો અને જ્યારે તે ઊંઘતો હતો ત્યારે તેની એક પાંસળી લીધી અને તેની જગ્યાએ માંસ ભર્યું.


આ જ કારણથી પુરુષ પોતાનાં માતપિતાને છોડીને પોતાની પત્નીને વળગી રહે છે અને તેઓ બન્‍ને એક દેહ બને છે.


હિલકિયા, અહીકામ, આખ્બોર, શાફાન અને અસાયા યરુશાલેમમાં નવા વસવાટમાં રહેતી હુલ્દા નામની સંદેશવાહિકા પાસે પૂછપરછ કરવા ગયા. (હાર્હાસના પુત્ર તિકવાનો પુત્ર શાલ્લૂમ તેનો પતિ હતો; તે મંદિરમાં ઝભ્ભાઓને લગતું કામ સંભાળતો હતો.) તેમણે તેને સઘળી વાત જણાવી.


કારણ, વ્યભિચાર તો વિનાશક નરકાગ્નિ છે; મારી સમસ્ત સમૃદ્ધિને બાળીને ભસ્મીભૂત કરી દે તેવો છે.


પછી મેં સંદેશવાહિકા સાથે સમાગમ કર્યો, એટલે તે ગર્ભવતી થઈ અને તેને પુત્ર જન્મ્યો. ત્યારે પ્રભુએ મને કહ્યું. “તેનું નામ ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’ પાડ.


સમાગમ કર્યા પછી પુરુષ અને સ્ત્રીએ સ્નાન કરવું અને તેઓ સાંજ સુધી અશુદ્ધ ગણાય.


બીજા માણસની પત્ની સાથે સમાગમ કરવો નહિ, નહિ તો તમે વિધિગતરીતે અશુદ્ધ ગણાશો.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તમારી મધ્યે ન્યાયાધીશ તરીકે પ્રગટ થઈશ. તે વખતે જાદુક્રિયા કરનારા, વ્યભિચારીઓ, જુઠ્ઠી સાક્ષી પૂરનારા, પોતાના નોકરિયાતોને તેમના વેતનમાં છેતરનારા, વિધવાઓ, અનાથો અને પરદેશીઓનો ગેરલાભ ઉઠાવનારા, હા, જેઓ મારું સન્માન રાખતા નથી તેઓ સર્વ વિરુદ્ધ હું તરત જ સાક્ષી પૂરીશ.


વ્યભિચારથી નાસો. માનવીનાં બીજાં પાપ તેના શરીરની બહારનાં છે, પણ જે વ્યભિચાર કરે છે તે પોતાના શરીરની વિરુદ્ધ જ પાપ કરે છે.


શું તમે નથી જાણતા કે દુષ્ટોને ઈશ્વરના રાજમાં ભાગ નથી? પોતાને છેતરશો નહિ. વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, વિલાસીઓ, સજાતીય સમાગમ કરનારા,


આમ, જે લગ્ન કરે છે તે સારું કરે છે અને જે લગ્ન નથી કરતો તે વધારે સારું કરે છે.


બીજા પ્રેષિતો, પિતર કે પ્રભુના ભાઈઓની માફક મને પણ ખ્રિસ્તી પત્ની સાથે લઈને ફરવાનો હકક નથી?


કારણ, ખ્રિસ્ત આપણો ન્યાય કરે તે માટે આપણે દરેકે તેમની સમક્ષ હાજર થવું પડશે.


પાપી સ્વભાવનાં કાર્યો સાવ દેખીતાં છે: વ્યભિચાર, અશુદ્ધતા, લંપટતા,


અદેખાઈ, દારૂડિયાપણું, ભોગવિલાસ અને એવાં બીજાં કાર્યો. જેમ મેં પહેલાં ચેતવણી આપી હતી, તેમ હમણાં પણ આપું છું: જેઓ આવાં કાર્યો કરે છે, તેઓ ઈશ્વરના રાજનો વારસો કદી મેળવી શકશે નહિ.


તમે આ વાત તો જાણી લો કે વ્યભિચારી, દુરાચારી અથવા લોભી માણસ ખ્રિસ્ત અને ઈશ્વરના રાજનો ભાગીદાર કદી બનશે નહિ, કારણ, એવી વ્યક્તિ હકીક્તમાં મૂર્તિપૂજક જ છે.


“જો કોઈ પુરુષ કોઈ પરણેલી સ્ત્રી સાથે વ્યભિચાર કરતાં પકડાય તો વ્યભિચાર કરનાર એ પુરુષ અને સ્ત્રી બન્‍નેને મારી નાખવાં; એવી રીતે તમારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.


આ બાબતમાં કોઈ પોતાના ભાઈનું ખોટું ન કરે કે તેનો ગેરલાભ ન ઉઠાવે. અમે પહેલાં પણ તમને આ વાત જણાવી હતી, અને હવે કડક ચેતવણી આપીએ છીએ કે એવું કરનારાઓને પ્રભુ શિક્ષા કરશે.


મંડળીના મદદનીશને એક જ પત્ની હોવી જોઈએ અને તે તેનાં બાળકો તથા ઘરને સારી રીતે ચલાવનાર હોવો જોઈએ.


અયક્ષ તો નિર્દોષ હોવો જોઈએ. તેને એક જ પત્ની હોવી જોઈએ. વળી, તે સંયમી, સમજદાર, વ્યવસ્થિત રહેનાર, અજાણ્યાનો સત્કાર કરનાર, સમર્થ શિક્ષક,


તે પોતાના કુટુંબને સારી રીતે ચલાવનાર અને તેનાં બાળકો તેને આધીન થાય અને તેને માન આપે તે રીતે તેઓને રાખનાર હોવો જોઈએ.


લગ્ન ન કરવું જોઈએ અને અમુક ખોરાક ન ખાવો જોઈએ તેવું આ માણસો શીખવે છે. પણ વિશ્વાસીઓ અને સત્યને જાણનારાઓએ આભારની પ્રાર્થના કરી, ઈશ્વરે ઉત્પન્‍ન કરેલો ખોરાક ખાવો જોઈએ.


આથી જુવાન વિધવાઓ લગ્ન કરે, તેમને બાળકો થાય અને ઘરની સંભાળ રાખે તેવું હું ઇચ્છું છું. જેથી આપણા દુશ્મનો આપણું ભૂંડું બોલી શકે નહિ.


આગેવાન નિર્દોષ હોવો જોઈએ. તેને એક જ પત્ની હોવી જોઈએ. તેનાં બાળકો ઈસુ પર વિશ્વાસ રાખનારાં હોવાં જોઈએ અને ચારિયહીન કે અનાજ્ઞાંક્તિ હોવાં ન જોઈએ.


કોઈ વ્યભિચારી કે એસાવ જેવો દુષ્ટ ન નીકળે. એક ભોજન માટે એસાવે જયેષ્ઠ ભાઈ તરીકેના પોતાના હક્કો વેચી દીધા.


પણ વિકૃત ક્માચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, વ્યભિચારીઓ અને ખૂનીઓ, મૂર્તિપૂજકો, તેમજ કાર્યમાં અને વાણીમાં જૂઠાઓ તો પવિત્ર નગરની બહાર છે.


Lean sinn:

Sanasan


Sanasan