Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 13:3 - પવિત્ર બાઇબલ C.L.

3 જેઓ જેલમાં છે તેમને તમે પણ જાણે તેમની સાથે જેલમાં હો તેમ યાદ રાખો. જેમની સતાવણી થાય છે તેમને આત્મીયતાથી યાદ રાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 બંદીવાનોની સાથે જણે તમે પણ બંદીવાન હો, તેમ સમજીને તેઓને સંભારો. અને તમે પોતે પણ શરીરમાં છો, માટે જેઓના પર જુલમ ગુજારવામાં આવે છે તેઓને [સંભારો].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 બંદીવાનોની સાથે જાણે તમે પણ બંદીવાન હો, એવું સમજીને તેઓનું સ્મરણ કરો અને તમે પોતે પણ શરીરમાં છો, માટે જેઓનાં પર જુલમ ગુજારવામાં આવે છે તેઓનું સ્મરણ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 જેઓ કારાવાસમાં છે તેઓને ભૂલો નહિ, જાણે તમે તેઓની સાથે જેલમાં હોય એમ તેઓની યાતનાઓના સહભાગી બનો. અત્યાચાર સહન કરે છે તેઓની સ્થિતિમાં તમે પણ છો એમ માની તેઓના દુ:ખમાં સહભાગી બનો.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 13:3
19 Iomraidhean Croise  

છતાં દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીએ યોસેફને યાદ કર્યો નહિ; પણ તેને ભૂલી ગયો.


હું નિર્વસ્ત્ર હતો અને તમે મને વસ્ત્ર આપ્યાં. હું બીમાર હતો ત્યારે તમે મારી ખબર કાઢી અને જેલમાં હતો ત્યારે તમે મારી મુલાકાત લીધી.


હું અજાણી વ્યક્તિ હતો, પણ તમે મને તમારાં ઘરોમાં આવકાર આપ્યો નહિ, નિર્વસ્ત્ર હતો, પણ તમે મને વસ્ત્રો પહેરાવ્યાં નહિ, હું બીમાર હતો અને જેલમાં હતો તો પણ તમે મારી મુલાકાત લીધી નહિ.’


ફેલીક્ષે પાઉલના સંરક્ષક અધિકારીને હુકમ આપ્યો કે પાઉલને સંરક્ષકોના પહેરા નીચે રાખો, પણ તેને થોડી સ્વતંત્રતા આપજો અને તેના મિત્રોને તેની જરૂરિયાતો માટે મદદ કરવા દેજો.


બીજે દિવસે અમે સિદોન આવી પહોંચ્યા. જુલિયસ પાઉલ પ્રત્યે માયાળુ હતો, તેથી તેને જરૂરી વસ્તુ મળે માટે તેણે તેના મિત્રોને મળવા જવા દીધો.


આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો.


જો શરીરના એક અવયવને નુક્સાન થાય, તો તેની સાથે બીજા બધા અવયવોને દુ:ખ થાય છે. જો શરીરના એક અવયવની પ્રશંસા થાય, તો તેનો સુખાનુભવ બધા અવયવો કરે છે.


પ્રભુનો કેદી બનેલો હું પાઉલ તમને વિનવણી કરું છું: ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું ત્યારે તમારે માટે તેમણે નક્કી કરેલા ધોરણ પ્રમાણે તમે જીવન જીવો.


હું મારા પોતાના હાથથી આ અક્ષરો લખું છું: પાઉલની શુભેચ્છા. મારા હાથ પરની આ સાંકળો યાદ રાખજો. ઈશ્વરની કૃપા તમારી સાથે રહો.


કેદીઓનાં દુ:ખોમાં તમે ભાગીદાર બન્યા, અને જ્યારે તમારી મિલક્ત લૂંટવામાં આવી, ત્યારે એ ખોટ તમે હસતે મુખે સહન કરી. કારણ, તમે જાણતા હતા કે તમારે માટે વધુ સારી અને અક્ષય સંપત્તિ સ્વર્ગમાં છે.


બીજા કેટલાકને પથ્થરે મારવામાં આવ્યા, કરવતથી વહેરી નાખવામાં આવ્યા, તલવારથી કાપી નાખવામાં આવ્યા. તેઓ ગરીબાઈ, કષ્ટો અને અત્યાચારનો ભોગ બનીને ઘેટાં તથા બકરાંના ચામડાં પહેરીને રખડતા હતા.


છેવટે, તમે સૌ ઐક્ય અને સહાનુભૂતિ કેળવો. એકબીજા પર ભાઈઓના જેવો પ્રેમ કરો અને એકબીજા પ્રત્યે મયાળુ અને નમ્ર થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan