Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 13:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તેથી, ઈસુ દ્વારા આપણે ઈશ્વરને આપણા બલિદાન તરીકે સ્તુતિનું અર્પણ હંમેશાં કરીએ. આ અર્પણ તેમનું નામ કબૂલ કરનાર હોઠો દ્વારા અપાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેમનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ બલિદાન, એટલે તેના નામને કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તેથી ઈસુ દ્ધારા આપણા અર્પણો દેવને આપવાનું સતત ચાલું રાખવાનું છે. તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ એ આપણી સ્તુતિ છે.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 13:15
42 Iomraidhean Croise  

હિઝકિયાએ લોકોને કહ્યું, “હવે તમે પ્રભુને સમર્પિત થયા હોઈ આગળ આવીને પ્રભુને બલિદાનો અને આભારબલિનાં અર્પણ ચડાવો.” એ પ્રમાણે તેઓ અર્પણો લાવ્યા અને કેટલાક તો સ્વૈચ્છિક રીતે દહનબલિ માટે પશુઓ પણ લાવ્યા.


તેણે પ્રભુની આરાધના માટેની વેદી પણ સમારી, અને તે પર સંગતબલિ અને આભારબલિનાં અર્પણ ચડાવ્યાં અને ઇઝરાયલના ઈશ્વર પ્રભુની ભક્તિ કરવા યહૂદિયાના બધા લોકોને આજ્ઞા કરી.


યજ્ઞકારો તેમને ફાળવેલા નિયત સ્થાનોએ ઊભા હતા, જ્યારે તેમની સંમુખ લેવીઓ દાવિદ રાજાએ પૂરાં પાડેલાં વાજિંત્રો સાથે પ્રભુની સ્તુતિ કરતા અને દાવિદના આદેશ પ્રમાણે “પ્રભુનો પ્રેમ સનાતન છે” એવું સ્તોત્ર ગાતા ઊભા હતા. યજ્ઞકારો રણશિંગડાં ફૂંક્તા હતા અને સર્વ ઇઝરાયલી લોકો ઊભા હતા.


તેમણે પ્રભુનું ભજન કરતાં સ્તોત્ર ગાયું અને તેમાં આ ટેકનો પુનરોચ્ચાર કર્યો: “પ્રભુ દયાળુ છે, અને ઇઝરાયલ પર તેમનો પ્રેમ સનાતન છે.” મંદિરના પાયા ઉપર કામ ચાલુ થઈ ગયું હોવાથી સૌએ મોટા પોકારસહિત પ્રભુનું ભજન કર્યું.


એમ આભારસ્તુતિ કરનારાં બન્‍ને જૂથ મંદિરના વિસ્તારમાં પહોંચ્યાં.


એ દિવસે ઘણાં બલિદાનો અર્પવામાં આવ્યાં. અને ઈશ્વરે લોકોને આનંદથી ભરપૂર કર્યા હોઈ તેઓ બહુ ખુશ હતા. ઉત્સવમાં સ્ત્રીઓ અને બાળકો પણ જોડાયાં હતાં. એ બધાંનો અવાજ એટલો મોટો હતો કે યરુશાલેમથી દૂર દૂર સંભળાતો હતો.


ઈશ્વરનિષ્ઠ લોકોનું પ્રવેશદ્વાર મારે માટે પણ ખોલો; જેથી હું તેમાં થઈને જાઉં, અને યાહનો આભાર માનું.


હે પ્રભુ, સ્વેચ્છાપૂર્વક અપાયેલ મારા મુખનાં સ્તુત્યાર્પણ સ્વીકારો, અને તમારાં ધારાધોરણ મને શીખવો.


એ માટે, હે પ્રભુ, હું પરદેશીઓ સમક્ષ તમારાં ગુણગાન ગાઈશ. હું તમારા નામની સ્તુતિ કરીશ.


તેથી મને, તમારા ઈશ્વરને તો તમે સ્તુતિરૂપી અર્પણ ચડાવો, અને સર્વોચ્ચ ઈશ્વરને આપેલાં તમારાં વચનો પૂર્ણ કરો.


સ્તુતિરૂપી અર્પણ ચડાવનાર મારું બહુમાન કરે છે, અને સીધી રીતે વર્તનારને હું ઈશ્વરનો ઉદ્ધાર દેખાડીશ.


હું નજીક કે દૂરના સૌ કોઈને શાંતિ આપીશ. હું લોકને સાજા કરીશ.


પણ આ સ્થળોમાં ફરીથી આનંદ અને હર્ષના પોકાર અને વરકન્યાનો કિલ્લોલ સંભળાશે, અને લોકો પ્રભુના મંદિરમાં આભારબલિ ચડાવતી વખતે સ્તુતિ ગાશે: ‘સેનાધિપતિ પ્રભુનો આભાર માનો, કેમકે તે ભલા છે અને તેમનો અવિચળ પ્રેમ સર્વકાળ ટકે છે.’ હું આ દેશની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેને પહેલાંની જેમ આબાદ બનાવીશ. હું પ્રભુ આ બોલું છું.”


એ જ પ્રમાણે મારી સેવામાં દહનબલિ, ધાન્યઅર્પણ અને રોજિંદાં બલિદાનો ચડાવનાર લેવીકુળના ઉત્તરાધિકારી યજ્ઞકારોની કદી ખોટ પડશે નહિ.”


તમારી કબૂલાત સાથે તેની પાસે પાછા આવો અને કહો, “અમારાં પાપનું નિવારણ કરો અને કૃપા કરી અમારો સ્વીકાર કરો. અમે આખલાના અર્પણની જેમ અમારા મુખેથી તમને સ્તુત્યાર્પણ ચડાવીશું.


જો કોઈ આભારસ્તુતિને માટે બલિ લાવે તો તે ઉપરાંત તેણે ખમીર વગરની તેલથી મોયેલી રોટલી, ખમીર વગરની તેલ ચોપડેલી ભાખરી કે તેલથી મોયેલા લોટના ખાખરા ચડાવવા.


આ સમયે ઈસુએ કહ્યું, હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! તમે જ્ઞાની અને સમજુ લોકોથી જે વાતો છુપાવીને બાળકોને પ્રગટ કરી છે તે માટે હું તમારો આભાર માનું છું.


એ જ સમયે ઈસુએ પવિત્ર આત્મા દ્વારા આનંદિત થઈને કહ્યું, “હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! હું તમારી સ્તુતિ કરું છું કે જ્ઞાનીઓ અને વિદ્વાનો તમે જે ગુપ્ત રાખ્યું હતું, તે તમે સાવ અબુધોને પ્રગટ કર્યું છે. હા, પિતા, તમે એ તમારી પોતાની પસંદગી અને રાજીખુશીથી કર્યું છે.”


દરવાજો હું છું; જો કોઈ મારા દ્વારા પ્રવેશ કરે છે, તો તે ઉદ્ધાર પામશે. તે અંદર આવી શકશે અને બહાર લઈ જવાશે અને તેને ચારો મળશે.


ઈસુએ તેને જવાબ આપ્યો, “માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી.”


મારા ભાઈઓ, ઈશ્વરે આપણા ઉપર ઘણી દયા કરી છે; તેથી તેને ધ્યાનમાં રાખીને મારી તમને આ વિનંતી છે: તમે તમારી જાતનું જીવંત, ઈશ્વરની સેવાને માટે સમર્પિત અને તેમને પસંદ પડે એવું અર્પણ કરો. એ જ તમારી સાચી સેવાભક્તિ છે.


તમારી સમજવાની નિર્બળતાને કારણે હું માનવી ભાષા વાપરું છું. એક સમયે તમે તમારી જાતને દુષ્ટ હેતુને માટે સંપૂર્ણ રીતે અશુદ્ધતા અને દુષ્ટતાને સોંપી દીધી હતી. હવે, તે જ રીતે પવિત્ર હેતુને માટે તમે તમારી જાતને સંપૂર્ણ રીતે સદાચારને સોંપી દો.


ખ્રિસ્તની મારફતે આપણે સૌ યહૂદીઓ અને બિનયહૂદીઓ, એક જ પવિત્ર આત્મા દ્વારા ઈશ્વરપિતાની સમક્ષતામાં આવી શકીએ છીએ.


વળી, ઈશ્વરપિતાનો આભાર માનો કે જેમણે પ્રકાશના રાજ્યમાં પોતાના લોકને માટે અનામત રાખેલા વારસાના ભાગીદાર થવા માટે તમને યોગ્ય બનાવ્યા છે.


તેથી આપણે આભાર માનીએ, કારણ, ચલિત ન થાય તેવું સ્વર્ગીય રાજ આપણને મળનાર છે. આપણે આભાર માનીએ અને ઈશ્વર પ્રસન્‍ન થાય તે રીતે આપણે તેમની ભક્તિ આદરપૂર્વક અને ભયસહિત કરીએ.


તેથી જેઓ તેમના દ્વારા ઈશ્વર પાસે આવે છે તેમનો પૂરેપૂરો ઉદ્ધાર કરવાને તે હરહંમેશ શક્તિમાન છે. કારણ, એવા લોકો માટે ઈશ્વર સમક્ષ મયસ્થી કરવા તે સર્વકાળ જીવે છે.


આત્મિક મંદિર બાંધવામાં તમારો જીવંત પથ્થરો તરીકે ઉપયોગ થવા દો. ત્યાં તમે પવિત્ર યજ્ઞકારો તરીકે ઈસુ ખ્રિસ્તની મારફતે આત્મિક અને ઈશ્વરને પસંદ પડે તેવાં બલિદાનો ચઢાવશો. કારણ, શાસ્ત્રમાં લખેલું છે:


સંદેશો આપનારે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરવો અને સેવા કરનારે ઈશ્વરે આપેલી શક્તિ પ્રમાણે સેવા કરવી; જેથી બધી બાબતોમાં ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરની સ્તુતિ થાય. સદાસર્વકાળ મહિમા અને પરાક્રમ તેમનાં હો. આમીન


Lean sinn:

Sanasan


Sanasan