Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 13:14 - પવિત્ર બાઇબલ C.L.

14 કારણ, આ દુનિયામાં આપણે માટે કાયમી નગર છે જ નહિ; આપણે તો આવનાર ભાવિ નગરની રાહ જોઈએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 કેમ કે સ્થાયી રહે એવું નગર અહીં આપણને નથી, પણ જે [નગર આપણું] થવાનું છે તેની આપણે આકાંક્ષા રાખીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 કેમ કે સ્થાયી રહે એવું નગર આપણને અહીંયાં નથી, પણ જે આપણું થવાનું છે તે નગરની આશા આપણે રાખીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 આ પૃથ્વી પર જે શહેર છે તે આપણું કાયમી ઘર નથી. આપણે સદાકાળ થનાર ભવિષ્યમાં જે મળવાનું છે તે શહેરની રાહ જોઈ રહ્યા છીએ.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 13:14
18 Iomraidhean Croise  

ઊઠો, ચાલ્યા જાઓ, અહીં હવે કોઈ સલામત નથી. તમારાં પાપને લીધે આ સ્થળનો વિનાશ નિર્માણ થઈ ચૂક્યો છે.


ભાઈઓ, હું તમને આ વાત સમજાવવા માગું છું: હવે બહુ થોડો સમય રહ્યો છે. આથી લગ્ન કરેલાંઓએ તેમણે જાણે લગ્ન કર્યું ન હોય તે રીતે;


અમે આ હળવી અને ક્ષણિક મુશ્કેલી ભોગવીએ છીએ, પણ તેના દ્વારા અમને એનાં કરતાં પણ મહાન એટલે અદ્‍ભુત અને સાર્વકાલિક ગૌરવ પ્રાપ્ત થશે.


આમ, તમે બિનયહૂદીઓ હવે પરદેશી કે પારકા રહ્યા નથી, પણ તમે ઈશ્વરના લોકની સાથે સહનાગરિકો છો અને ઈશ્વરના કુટુંબના સભ્યો છો.


પણ આપણે સ્વર્ગના નાગરિક છીએ અને આપણા ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી પાછા આવે તેની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ.


કેદીઓનાં દુ:ખોમાં તમે ભાગીદાર બન્યા, અને જ્યારે તમારી મિલક્ત લૂંટવામાં આવી, ત્યારે એ ખોટ તમે હસતે મુખે સહન કરી. કારણ, તમે જાણતા હતા કે તમારે માટે વધુ સારી અને અક્ષય સંપત્તિ સ્વર્ગમાં છે.


એને બદલે, તમે સિયોન પર્વત પાસે અને જીવંત ઈશ્વરના નગરમાં, એટલે કે સ્વર્ગીય યરુશાલેમ જ્યાં લાખો દૂતો છે ત્યાં તમે આવ્યા છો.


‘હજી એકવાર’ એ શબ્દો સ્પષ્ટ દર્શાવે છે કે સર્જેલી વસ્તુઓને હલાવી દેવામાં આવશે અને તેમનો નાશ કરવામાં આવશે કે જેથી ચલાયમાન ન થાય એવી વસ્તુઓ કાયમ રહે.


જેના સંબંધી અમે વાત કરીએ છીએ તે આવનાર યુગને તેમણે દૂતોના અધિકાર નીચે મૂક્યો નથી.


તે રીતે ઈશ્વરનો વિશ્રામ તેમના લોકો માટે હજુ ઉપલબ્ધ છે.


પરંતુ જે સારી બાબતો અત્યારે પણ હયાત છે તેના પ્રમુખ યજ્ઞકાર તરીકે ખ્રિસ્ત આવી પહોંચ્યા છે. જે મંડપમાં તે સેવા કરે છે તે વધુ મહાન અને વધારે સંપૂર્ણ છે. તે મંડપ માણસો દ્વારા બનાવવામાં આવ્યો નથી, એટલે કે તે આ સર્જેલી સૃષ્ટિનો ભાગ નથી.


સર્વનો અંત પાસે આવી પહોંચ્યો છે. તેથી તમે પ્રાર્થના કરી શકો તે માટે તમારે સંયમી અને જાગૃત બનવું જોઈએ.


જે વિજય પ્રાપ્ત કરશે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ બનાવીશ, અને તે તેની બહાર કદી જશે નહિ. હું તેના ઉપર મારા ઈશ્વરનું નામ, મારા ઈશ્વર પાસેથી સ્વર્ગમાંથી ઊતરી આવનાર નવા યરુશાલેમનું નામ, અને મારું પોતાનું નવું નામ લખીશ.


Lean sinn:

Sanasan


Sanasan