Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 13:12 - પવિત્ર બાઇબલ C.L.

12 આ જ કારણથી ઈસુ પણ શહેરના દરવાજાની બહાર મૃત્યુ પામ્યા, જેથી પોતાના રક્ત દ્વારા તે લોકોને તેમનાં પાપમાંથી શુદ્ધ કરી શકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મરણ સહ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 એ માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મૃત્યુ સહન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 આ કારણને લીધે અને તેના લોકોને તેની પોતાના લોહી સાથે પવિત્ર બનાવવાના હેતુથી ઈસુ દુ:ખ ભોગવીને શહેરની બહાર મરણ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 13:12
18 Iomraidhean Croise  

મોશેએ ઇઝરાયલીઓને આ બધું કહ્યું. ત્યાર પછી તેઓ ઈશ્વરનિંદા કરનાર માણસને છાવણી બહાર લઈ ગયા અને તેને પથ્થરે મારી નાખ્યો. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓએ કર્યું.


તેથી પ્રભુએ મોશેને ફરમાવેલી આજ્ઞા પ્રમાણે સમગ્ર સમાજે તેને પડાવ બહાર લઈ જઈને પથ્થરો મારીને મારી નાખ્યો.


તેમણે ઊઠીને ઈસુને નગર બહાર કાઢી મૂક્યા, અને તેમને કરાડ પરથી ફેંકી દેવા, તેમનું નગર જે પહાડ પર બંધાયેલું હતું તેના શિખર પર લઈ ગયા,


અને તેમની ખાતર હું તમને મારું અર્પણ કરું છું; જેથી તેઓ પણ તમને ખરેખરી રીતે સમર્પિત થઈ જાય.


પણ એક સૈનિકે ઈસુની છાતીની બાજુમાં ભાલો માર્યો, અને તરત જ લોહી તથા પાણી વહ્યાં.


પછી તેને શહેરની બહાર ધકેલી જઈને પથ્થરે માર્યો. સાક્ષીઓએ તેમના ઝભ્ભા શાઉલ નામના એક જુવાનને સોંપ્યા હતા.


તમારામાંના કેટલાક તો એવા જ હતા, પણ ઈશ્વરના આત્માથી અને આપણા પ્રભુ ઈસુના નામની મારફતે તમને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યા, અલગ કરવામાં આવ્યા અને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવામાં આવ્યા.


કે જેથી તે વચનરૂપી જળથી સ્નાન કરાવીને મંડળીને શુદ્ધ કરે;


કારણ, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા. તેમણે પોતાના શરીર દ્વારા સર્વકાળને માટે જે અર્પણ કર્યું તેથી આપણ સૌને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યા છે.


તો જે વ્યક્તિ ઈશ્વરના પુત્રનો તિરસ્કાર કરે છે, ઈશ્વરના કરારનું રક્ત જેના દ્વારા તેને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યો હતો તેને અપવિત્ર ગણે છે તથા કૃપાના આત્માનું અપમાન કરે છે તેનું શું થશે? તે કેવી ઘોર શિક્ષાને પાત્ર ઠરશે!


તે મનુષ્યોને તેમનાં પાપથી શુદ્ધ કરે છે, તેથી તે તથા જેમને તે શુદ્ધ કરે છે તે બધાના પિતા એક જ છે. તેથી ઈસુ તેમને પોતાના ભાઈઓ કહેતાં શરમાતા નથી.


પછી યહોશુઆ અને તેની સાથેના સર્વ ઇઝરાયલીઓ ઝેરાના વંશજ આખાનને, રૂપું, જામો, સોનાની લગડી, તેના દીકરા-દીકરીઓ, તેના આખલા, તેનાં ગધેડાં, તેનાં ઘેટાં, તેનો તંબુ અને તેના સર્વસ્વને લઈને આખોરની ખીણમાં ગયા.


શહેર બહાર આવેલા દ્રાક્ષકુંડમાં તે દ્રાક્ષોને પીલીને તેમનો રસ કાઢવામાં આવ્યો અને તેમાંથી આશરે ત્રણસો કિલોમીટર લાંબી અને આશરે બે મીટર ઊંડી રક્તની નદી વહેવા લાગી.


Lean sinn:

Sanasan


Sanasan