Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 12:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પોતાના પુત્રો તરીકે ઈશ્વર તમને જે ઉત્તેજનદાયક વચનો કહે છે તે શું તમે ભૂલી ગયા છો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 વળી પુત્રોની જેમ સમજાવીને જે બોધ તમને કરવામાં આવે છે, તે તમે ભૂલી ગયા; એટલે, “મારા પુત્ર, પ્રભુની શિક્ષાને તું તુચ્છ ન ગણ, અને તે તને ઠપકો આપે ત્યારે તું નિરાશ ન થા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 વળી જે ઉપદેશ બાળકોની માફક સમજાવીને તમને અપાય છે, તે તમે ભૂલી ગયા, એટલે, ‘ઓ, મારા પુત્ર, તું પ્રભુની શિક્ષાને તુચ્છ ન ગણ અને તે ઠપકો આપે ત્યારે તું નાસીપાસ ન થા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 વળી દેવે તમને તેના બાળકો ગણીને કહેલાં ઉત્તેજનાદાયક વચનો ભૂલી ના જાઓ અને તેનો તિરસ્કાર પણ ના કરો: “મારા દીકરા, દેવ તને શિક્ષા કરે ત્યારે ગુસ્સે ના થા, અને જ્યારે દેવ તેને ભૂલ બતાવે ત્યારે પ્રયત્ન કરવાનો બંધ ના કર.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 12:5
33 Iomraidhean Croise  

જો કોઈ ઈશ્વરને કહે કે, ‘હું બેફામપણે વર્ત્યો હતો પણ હવેથી ગુના કરીશ નહિ;


જો કે યાહે મને સખત શિક્ષા કરી, પરંતુ તેમણે મને મૃત્યુને સોંપી દીધો નથી.


હું સદા જોખમનો સામનો કરું છું, છતાં તમારા નિયમને વીસરતો નથી.


તમારાં ફરમાનોથી હું પ્રસન્‍ન થાઉં છું; હું તમારા શિક્ષણને વીસરીશ નહિ.


શિક્ષા પામ્યા પહેલાં હું ભટકી ગયો હતો, પરંતુ હવે તમારા શિક્ષણનું પાલન કરું છું.


હે પ્રભુ, તમારા ચુકાદા અદલ છે; હું જાણું છું કે તમારા વિશ્વાસુપણામાં જ તમે મને દુ:ખી કર્યો છે.


હું ધૂમાડાથી બગડેલી મશક જેવો બિનઉપયોગી બન્યો છું છતાં હું તમારાં ફરમાનો વિસરતો નથી.


હે યાહ, જેને તમે શિસ્તમાં રાખો છો, અને જેને તમારું નિયમશાસ્ત્ર શીખવો છો, તેને ધન્ય છે.


મારા પુત્ર, મારા શિક્ષણને વીસરી ન જા, અને મારી આજ્ઞાઓને તારા હૃદયમાં સંઘરી રાખ.


ગમે તે ભોગે જ્ઞાન પ્રાપ્ત કર અને સમજ સંપાદન કર; સારાં શબ્દો વીસરી જઈશ નહિ અને તેમની અવજ્ઞા કરીશ નહિ.


મેં એફ્રાઈમના લોકોના પશ્ર્વાતાપનો વિલાપ સાચે જ સાંભળ્યો છે; તે કહે છે, ‘હે ઈશ્વર, અમે વણપલોટાયેલા વાછરડા જેવા હતા; તેથી અમને શિસ્તમાં લાવવા તમે અમને સજા કરી. અમને તમારા તરફ પાછા ફેરવો, એટલે અમે પાછા ફરીશું; કારણ, તમે અમારા ઈશ્વર પ્રભુ છો.


આપણને આપણા પાપને લીધે શિક્ષા થઈ હોય તો આપણે શા માટે ફરિયાદ કરવી જોઈએ?


તે અહીં નથી પણ સજીવન થયા છે. તે ગાલીલમાં હતા ત્યારે તેમણે તમને જે કહ્યું હતું તે યાદ કરો:


પછી સ્ત્રીઓને ઈસુના શબ્દો યાદ આવતાં,


પણ જયારે પ્રભુ આપણો ન્યાય કરે છે ત્યારે તે આપણને શિક્ષા કરે છે, જેથી દુનિયાની સાથે આપણને સજાપાત્ર ઠરાવવામાં ન આવે.


એથી આપણે સારું કરતાં થાકવું નહિ, કારણ, જો આપણે પડતું મૂકીએ નહિ, તો યોગ્ય સમયે કાપણી કરીશું.


હુમનાયસ અને એલેકઝાન્ડર તેમનામાંના જ છે. તેમને મેં શેતાનના અધિકારમાં સોંપ્યા છે, જેથી તેઓ ઈશ્વરની નિંદા કરતા બંધ થાય.


તમારે જે સહન કરવું પડે છે તેને પિતા તરફથી થયેલી શિક્ષા તરીકે સ્વીકારો. કારણ, ઈશ્વર તમને પોતાના પુત્રો ગણીને વર્તાવ કરે છે. કોઈ એવો પુત્ર હોય કે જેને તેના પિતાએ કદી શિક્ષા ન કરી હોય?


મારા ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, આ ઉત્તેજનદાયક સંદેશા પર ધીરજથી ધ્યાન આપો. કારણ, આ તો મેં તમને ટૂંકમાં લખ્યું છે.


જે માણસ પ્રલોભનોમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે. કારણ, પ્રલોભનોમાંથી પાર ઊતર્યા પછી ઈશ્વર તેને ઇનામ તરીકે જીવનરૂપી મુગટ આપશે. ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે.


જેમના પર હું પ્રેમ રાખું છું તે બધાને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. તેથી ઉત્સાહી થા અને તારાં પાપથી પાછો ફર.


Lean sinn:

Sanasan


Sanasan