Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 12:28 - પવિત્ર બાઇબલ C.L.

28 તેથી આપણે આભાર માનીએ, કારણ, ચલિત ન થાય તેવું સ્વર્ગીય રાજ આપણને મળનાર છે. આપણે આભાર માનીએ અને ઈશ્વર પ્રસન્‍ન થાય તે રીતે આપણે તેમની ભક્તિ આદરપૂર્વક અને ભયસહિત કરીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 માટે કંપાવવામાં નહિ આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે [ઈશ્વરનો] આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્‍ન થાય એવી રીતે આપણે તેમની સેવા આદરભાવથી તથા ભયથી કરીએ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 માટે કંપાવવામાં ના આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે ઈશ્વરનો આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્ન થાય એવી રીતે આપણે તેમની સેવા આદરભાવ તથા બીકથી કરીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 આપણે દેવનો આભાર માનવો જોઈએ કે આપણને એવું અવિચળ રાજ્ય આપે છે જેને ધ્રુંજાવી શકાતું નથી. તેથી આપણે દેવની સેવા ભય અને આદરભાવથી કરવી જોઈએ જેથી તે પ્રસન્ન થાય.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 12:28
32 Iomraidhean Croise  

હે પ્રભુ, મારા ખડક અને મારા ઉદ્ધારર્ક્તા, મારા મુખના શબ્દો અને મારા મનના વિચારો તમને સ્વીકાર્ય બનો.


આદરયુક્ત ભયથી પ્રભુની આરાધના કરો.


સંતોની સભામાં તે આરાધ્ય ઈશ્વર છે અને તેમની આસપાસના સૌના કરતાં તે જ મહાન અને આરાધ્ય છે.


પોતાના માતપિતાને લૂંટયા પછી જે એમ કહે છે કે, એમાં કંઈ ગુનો નથી તે હત્યારાનો સાથીદાર છે.


“હું તમને મારા પવિત્ર પર્વત સિયોનમાં લાવીશ. મારા પ્રાર્થનાના ઘરમાં તમને આનંદ પમાડીશ અને મારી વેદી પર તમારાં બલિદાનોનો સ્વીકાર કરીશ.કારણ, મારું મંદિર સર્વ પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે.”


તેના રાજ્યની સતત વૃદ્ધિ થયા કરશે અને તેમાં અપરંપાર શાંતિ રહેશે. તે દાવિદ રાજાના અનુગામી તરીકે રાજ કરશે. હમણાંથી અનંતાનંત તેમનું રાજ્ય સચ્ચાઈ અને ન્યાયને આધારે સ્થપાશે અને ટકી રહેશે. સર્વસમર્થ પ્રભુના ઉમળકા પ્રમાણે એ સઘળું સિદ્ધ થશે.


એ શાસકોના સમયમાં આકાશના ઈશ્વર એક રાજયની સ્થાપના કરશે જેનો કદી અંત આવશે નહિ. તેના પર કોઈ જીત મેળવી શકશે નહિ, પણ તે બધાં રાજયોનો વિનાશ કરશે અને તે સદા સર્વદા કાયમ રહેશે.


તેને સત્તા, માન અને અધિકાર આપવામાં આવ્યાં, જેથી સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાઓના લોક તેની સેવા કરે. તેની સત્તા સર્વકાળ ટકશે અને તેના રાજ્યનો કદી અંત આવશે નહિ.


પૃથ્વીનાં બધાં રાજ્યોની સત્તા અને મહત્તા સર્વોચ્ચ ઈશ્વરના લોકોને આપવામાં આવશે. તેમનો રાજ્યાધિકાર કાયમ રહેશે અને પૃથ્વીનાં બધાં રાજ્યો તેમને તાબે રહીને તેમની સેવા કરશે.”


પછી મોશેએ આરોનને કહ્યું, “આ તો પ્રભુએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે જ બન્યું છે. ‘મારી સેવા કરનારાઓએ મારી પવિત્રતાની અદબ જાળવવી જોઈએ. હું મારું ગૌરવ મારા લોક સમક્ષ પ્રગટ કરીશ.’ ” પરંતુ આરોન શાંત રહ્યો.


ત્યાર પછી જમણી તરફના લોકોને રાજા કહેશે, ’મારા પિતાથી આશિષ પામેલાઓ, આવો, આ સૃષ્ટિના સર્જન પહેલાં જે રાજ તમારે માટે તૈયાર કરવામાં આવેલું છે તેનો વારસો પામો.


અને તે યાકોબના વંશજોનો સાર્વકાલિક રાજા બનશે; તેના રાજ્યનો કદી પણ અંત આવશે નહિ!”


એ ખરું છે. અવિશ્વાસને લીધે તેમને તોડી નાખવામાં આવ્યા અને વિશ્વાસને લીધે તું એ સ્થાને ટકી રહ્યો છે; છતાં અભિમાન ન કર, પણ ભય રાખ.


તેમણે આપણને પોતાના પ્રિય પુત્રમાં તે આશિષ વિનામૂલ્યે આપી છે. ઈશ્વરની એ મહિમાવંત કૃપાને માટે આપણે તેમની સ્તુતિ કરીએ.


પ્રભુ પ્રસન્‍ન થાય એવી બાબતો પારખી લેવાને યત્ન કરો.


મને બધું મળ્યું છે. મારી પાસે પુષ્કળ, બલ્કે જરૂર કરતાં વિશેષ છે. એપાફ્રોદિતસે તમારી સર્વ ભેટ મને આપી છે. એ તો સુવાસિત અર્પણ છે, ઈશ્વરને માન્ય અને પ્રિય એવું બલિદાન છે.


તેથી ભાઈઓ, ઈસુના મૃત્યુ દ્વારા પરમ પવિત્રસ્થાનમાં પ્રવેશ કરવા માટે આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ.


તેથી, ઈસુ દ્વારા આપણે ઈશ્વરને આપણા બલિદાન તરીકે સ્તુતિનું અર્પણ હંમેશાં કરીએ. આ અર્પણ તેમનું નામ કબૂલ કરનાર હોઠો દ્વારા અપાય છે.


તે તમને તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે સુસજજ કરો અને તેમને જે પ્રસન્‍ન કરી શકે તેવી બાબતો ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણામાં પૂરી કરો. યુગોના યુગો સુધી ઈસુ ખ્રિસ્તને મહિમા હો! આમીન.


પરંતુ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘરકુટુંબ પર અધિકારી તરીકે વિશ્વાસુ છે. જે બાબતોની આપણે આશા રાખીએ છીએ તેમાં જો આપણે હિંમત તથા ભરોસો રાખીએ તો આપણે ઈશ્વરનું ઘર છીએ.


તેથી, આપણે હિંમતપૂર્વક ઈશ્વરના કૃપાસન પાસે દયા પામવાને તથા જરૂરને પ્રસંગે મદદ પ્રાપ્ત કરવાને જઈએ.


આ પૃથ્વી પરના પોતાના જીવન દરમિયાન ઈસુએ તેમને મૃત્યુમાંથી બચાવનાર ઈશ્વરને મોટે ઘાંટે તથા આંસુઓ સહિત પ્રાર્થનાઓ અને વિનંતીઓ કરી. તે નમ્ર અને આજ્ઞાંક્તિ હતા તેથી ઈશ્વરે તેમનું સાંભળ્યું.


તમે ઈશ્વરને પિતા તરીકે સંબોધીને પ્રાર્થના કરો છો. તે બધા માણસોનો ન્યાય સમાન ધોરણે, દરેકનાં કાર્યો પ્રમાણે કરશે. આથી પૃથ્વી પરનું તમારું બાકીનું જીવન ઈશ્વરનો ડર રાખીને જીવો.


કંઈ ખોટું કરવાને લીધે જો તમને માર પડે તો તે સહન કરવામાં પ્રશંસાપાત્ર કશું જ નથી. પણ સારું કરવાને લીધે તમે દુ:ખ સહન કરો તો ઈશ્વર તમારા પર પ્રસન્‍ન થશે.


આત્મિક મંદિર બાંધવામાં તમારો જીવંત પથ્થરો તરીકે ઉપયોગ થવા દો. ત્યાં તમે પવિત્ર યજ્ઞકારો તરીકે ઈસુ ખ્રિસ્તની મારફતે આત્મિક અને ઈશ્વરને પસંદ પડે તેવાં બલિદાનો ચઢાવશો. કારણ, શાસ્ત્રમાં લખેલું છે:


અને જેમણે તેમના પિતા એટલે ઈશ્વરની સેવા કરવા માટે આપણને યજ્ઞકારોના રાજ્યમાં દાખલ કર્યા છે, તે ઈસુને સદાસર્વકાળ ગૌરવ અને સામર્થ્ય હોજો! આમીન!


તમારો ડર કોને ન લાગે? તમારી મહાનતાની સ્તુતિ કોણ નહિ ગાશે? તમે એકલા જ પવિત્ર છો. સઘળી પ્રજાઓ આવીને તમારી આરાધના કરશે, કારણ, તમારાં ન્યાયી કૃત્યો બધાએ નિહાળ્યાં છે.”


આપણા ઈશ્વરનું ભજન કરવાને માટે તમે તેમને યજ્ઞકારોનું રાજ્ય બનાવ્યા છે અને તેઓ પૃથ્વી પર રાજ કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan