Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 12:16 - પવિત્ર બાઇબલ C.L.

16 કોઈ વ્યભિચારી કે એસાવ જેવો દુષ્ટ ન નીકળે. એક ભોજન માટે એસાવે જયેષ્ઠ ભાઈ તરીકેના પોતાના હક્કો વેચી દીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 રખેને કોઈ વ્યભિચારી થાય અથવા એસાવ જેણે એક ભોજનને માટે પોતાનું જયેષ્ઠપણું વેચી દીધું તેના જેવો ભ્રષ્ટ થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 અને કોઈ વ્યભિચારી થાય, અથવા એસાવ કે જેણે એક ભોજનને માટે પોતાનું જ્યેષ્ઠપણું વેચી માર્યું તેના જેવો કોઈ ભ્રષ્ટ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તમારામાંથી કોઈ વ્યભિચારમાં ન પડી જાય એ માટે સાવધ રહો. એક ભોજનના બદલામાં મોટો પુત્ર હોવાને લીધે જયેષ્ટ હકનો સોદો કરનાર એસાવની જેમ તમારામાંથી તમે કોઈ સાંસારિક મનવાળો ન બને.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 12:16
20 Iomraidhean Croise  

એસાવે તેને કહ્યું, “તમે એનું નામ યાકોબ (એડી પકડનાર) સાચું જ પાડયું છે. કારણ, તેણે મને બે વાર છેતર્યો છે. પ્રથમ તેણે મારો જયેષ્ઠપુત્ર તરીકેનો હક્ક લઈ લીધો અને હવે મને મળનાર આશિષ પણ લઈ લીધી.” વળી, તેણે કહ્યું, “શું તમે મારે માટે કોઈ આશિષ રાખી મૂકી નથી?”


કારણ, અંદરથી, એટલે માણસના દયમાંથી આવતા દુષ્ટ વિચારો તેને છિનાળાં, લૂંટ, ખૂન,


તેમણે મૂર્તિને ચઢાવેલો ખોરાક ન ખાવો, વ્યભિચાર ન કરવો, ગૂંગળાવીને મારેલું પ્રાણી ન ખાવું, અને લોહી ન પીવું.


મૂર્તિને ચઢાવેલો ખોરાક ન ખાવો, લોહી ન પીવું, ગૂંગળાવીને મારેલું પ્રાણી ન ખાવું, વ્યભિચાર ન કરવો. આ બધી બાબતોથી તમે પોતાને દૂર રાખશો તો તમારું ભલું થશે. તમારું કલ્યાણ થાઓ.”


તેમનામાંના કેટલાકે વ્યભિચાર કર્યો અને એક જ દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા; આપણે એવું વ્યભિચારનું પાપ ન કરીએ.


મને દહેશત છે કે, જ્યારે હું ફરીવાર તમારી મુલાકાત લઈશ, ત્યારે તમારી હાજરીમાં ઈશ્વર મને શરમિંદો કરી દેશે અને જેમણે અગાઉ પાપ કર્યાં છે અને પોતાનાં જાતીય પાપ અને વાસનાભર્યાં કૃત્યોનો પસ્તાવો કર્યો નથી, તેમને માટે મારે શોક કરવો પડશે.


તમે ઈશ્વરના લોક છો તેથી તમારે વ્યભિચાર, અશુદ્ધતા અથવા લોભનું નામ સરખું ન લેવું.


તમે આ વાત તો જાણી લો કે વ્યભિચારી, દુરાચારી અથવા લોભી માણસ ખ્રિસ્ત અને ઈશ્વરના રાજનો ભાગીદાર કદી બનશે નહિ, કારણ, એવી વ્યક્તિ હકીક્તમાં મૂર્તિપૂજક જ છે.


તમારામાં કાર્ય કરતી પાર્થિવ ઇચ્છાઓ, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિકાર, દુષ્ટ વાસના, લોભ જે મૂર્તિપૂજા જ છે; તેમને તમે મારી નાખો.


છતાં યાદ રાખવું જોઈએ કે નિયમ સારા માણસ માટે નહિ, પણ નિયમભંગ કરનારાઓ અને ગુનેગારો, નાસ્તિક ને પાપી, અપવિત્ર ને અધર્મી, માતપિતાને મારી નાખનારાઓ, ખૂનીઓ,


સૌએ લગ્નને માનયોગ્ય ગણવું. પતિ અને પત્નીએ એકબીજાને વિશ્વાસુ રહેવું. કારણ, લંપટો અને વ્યભિચારીઓનો ઈશ્વર ન્યાય કરશે.


પણ ડરપોક, ધર્મદ્રોહી, વિકૃત ક્માચારીઓ, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, મૂર્તિપૂજકો અને બધા જૂઠાઓનું સ્થાન આગ અને ગંધકથી બળતા કુંડમાં છે. તે જ બીજીવારનું મરણ છે.


પણ વિકૃત ક્માચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, વ્યભિચારીઓ અને ખૂનીઓ, મૂર્તિપૂજકો, તેમજ કાર્યમાં અને વાણીમાં જૂઠાઓ તો પવિત્ર નગરની બહાર છે.


Lean sinn:

Sanasan


Sanasan