Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 12:1 - પવિત્ર બાઇબલ C.L.

1 વાદળાંની જેમ આ સાક્ષીઓની મોટી ભીડથી આપણે ઘેરાઈ ગયા છીએ. તેથી માર્ગમાંની પ્રત્યેક અવરોધરૂપ બાબતથી અને આપણને વળગી રહેનાર પાપથી આપણે મુક્ત થઈએ અને આપણે માટે ઠરાવેલી સ્પર્ધામાં ખંતપૂર્વક દોડીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તો આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક [જાતનો] બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ, અને આપણે માટે ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, તેથી આપણે પણ દરેક પ્રકારના બોજા તથા વળગી રહેનારાં પાપ નાખી દઈએ અને આપણા માટે નિયત કરેલી દોડની સ્પર્ધામાં ધીરજથી દોડીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તો આપણી ચારે બાજુ વિશ્વાસના લોકોનો મોટો સમુદાય વિંટળાયોલો છે. લોકોના મોટા સમુદાયનો વિશ્વાસ શું છે તે તેમનું જીવન આપણને ઉદાહરણ પૂરું પાડે છે. માટે આપણે તેમના જેવા થવું જોઈએ. જેથી જે કોઈ બાબતો આપણને મંદ બનાવે કે પાછા પાડી દે તેનો આપણે ત્યાગ કરીએ. આપણને પાડી નાખનાર પાપથી આપણે અલગ થઈ જઇએ અને દેવે આપણા માટે નક્કી કરેલી દોડમાં ધીરજથી દોડીએ (આગળ વધીએ).

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 12:1
52 Iomraidhean Croise  

હું પ્રભુની દષ્ટિમાં નિર્દોષ હતો. મેં મારી જાતને દોષથી સાચવી છે.


વાદળની જેમ તથા પોતાના ગોખમાં પાછાં ફરી રહેલાં કબૂતરોની જેમ આવી રહેલાં આ વહાણો કોનાં છે?


આખા દેશને ઢાંકી દેનાર વાદળની જેમ તું મારા ઇઝરાયલી લોક પર ચઢી આવશે. હે ગોગ, હું તને પાછલા દિવસોમાં મારા દેશ પર આક્રમણ કરવાને લઈ આવીશ, જેથી તારી મારફતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારી પવિત્રતાનું સમર્થન કરું અને તે દ્વારા તેઓ મને ઓળખે.”


તું, તારું સર્વ સૈન્ય તથા તારી સાથે આવેલી બીજી અનેક પ્રજાઓના લડવૈયાઓ એ દેશ પર આંધીની જેમ ત્રાટકશો અને દેશને વાદળની પેઠે ઢાંકી દેશો.”


મારે લીધે બધા તમારો તિરસ્કાર કરશે. પણ જે કોઈ આખર સુધી ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે.


પણ અંત સુધી જે ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે.


તેણે પોતાનો ઝભ્ભો ફેંકી દીધો, તે કૂદીને ઊઠયો અને ઈસુ પાસે આવ્યો.


પછી તેમણે બધાને કહ્યું, “જાગૃત રહો, અને સર્વ પ્રકારના લોભથી પોતાને સંભાળો, કારણ, કોઈ માણસ પાસે ગમે તેટલી અઢળક સંપત્તિ હોય તોપણ એ સંપતિ કંઈ એનું જીવન નથી.”


મારે પાંચ ભાઈઓ છે. લાઝરસને તેમને ચેતવણી આપવા જવા દો, જેથી તેઓ આ વેદનાની જગ્યાએ આવી ન પડે.’


“સાવધ રહો! ખાવાપીવામાં અને આ જીવનની ચિંતાઓમાં તલ્લીન થઈ જતા નહિ, રખેને એ દિવસ તમારા પર અચાનક આવી પડે.


તેણે જે જે જોયું છે અને સાંભળ્યું છે તે સંબંધી તે સાક્ષી પૂરે છે. પરંતુ કોઈ તેની સાક્ષી કબૂલ રાખતું નથી.


“જે કંઈ મેં કર્યું તે બધું જ તેમણે કહી દેખાડયું,” એવી સ્ત્રીની સાક્ષીને લીધે તે નગરના ઘણા સમરૂનીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો.


ઈસુએ પોતે જ કહ્યું હતું, “ઈશ્વરના સંદેશવાહકને પોતાના વતનમાં માન મળતું નથી.”


આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો, સર્વ સમયે પ્રાર્થના કરો.


જેઓ ઈશ્વરની બીક રાખીને હંમેશા સારાં ક્મ કર્યા કરે છે અને માન તથા અમરત્વ શોધે છે, તેમને જ સર્વકાળનું જીવન મળશે.


મારા પ્રિય મિત્રો, આ સર્વ વરદાનો આપણને આપવામાં આવ્યાં હોવાથી આપણા આત્મા અને શરીરને, એટલે કે, આપણા જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ અને ઈશ્વરના ડરમાં જીવન ગાળીને પવિત્રતાની પૂર્ણતા પ્રતિ વધતા જઈએ.


મારે ત્યાં જવું જ જોઈએ એવું ઈશ્વરે મને પ્રગટ કર્યું હોવાથી હું ગયો હતો. પ્રતિષ્ઠિત આગેવાનો સાથેની ખાનગી સભામાં હું બિનયહૂદીઓને જે શુભસંદેશ પ્રગટ કરું છું તે મેં તેમને સમજાવ્યો કે જેથી મારું ભૂતકાળનું અને હાલનું સેવાકાર્ય નક્મું ન જાય.


તમે બહુ સારી દોડ દોડી રહ્યા હતા! તો સત્યને આધીન થતાં તમને કોણે અટકાવ્યા?


જૂઠું બોલવાનું તજી દો; એને બદલે, દરેકે પોતાના માનવબધું સાથે સાચું બોલવું. કારણ, આપણે સૌ ખ્રિસ્તના શરીરના અવયવો છીએ.


ભૂતકાળમાં હું જે યુદ્ધ લડી રહ્યો હતો અને હાલ લડી રહ્યો છું એવું તમે સાંભળો છો, તે જ યુદ્ધમાં હવે તમે પણ મારી સાથે સામેલ છો.


જો તમે તેમ કરો, તો ખ્રિસ્તના આગમનના દિવસે મને અભિમાન કરવાનું કારણ મળશે કે મારો પ્રયત્ન અને મારું કાર્ય નિરર્થક ગયાં નથી.


જે સૈનિક નોકરી પર છે તે પોતાના અધિકારીને ખુશ કરવા માગે છે અને તેથી નાગરિક તરીકેના જીવનની જવાબદારીમાં તે સામેલ થતો નથી.


દોડની સ્પર્ધામાં મેં મારાથી બનતું સર્વ કર્યું છે. મેં મારી દોડનું નિયત અંતર પૂરું કર્યું છે. વિશ્વાસમાં હું અડગ રહ્યો છું.


અબ્રાહામ ધીરજવાન હતો અને તેથી તેના હક્કમાં ઈશ્વરે આપેલું વચન પૂર્ણ થયું.


કારણ, તમે જાણો છો કે તમારા વિશ્વાસની ક્સોટી થવાને લીધે તમારામાં સહનશક્તિ પેદા થાય છે.


તેથી તમે કપટ, ઢોંગ, ઈર્ષા, નિંદા અને સર્વ પ્રકારની ભૂંડાઈથી દૂર રહો.


હવેથી પૃથ્વી પરનું તમારું બાકી રહેલું જીવન દૈહિક ઇચ્છાઓ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છાના નિયંત્રણ નીચે ગાળવું જોઈએ.


મંડળીના આગેવાનોને સાથી આગેવાન તરીકે હું વિનંતી કરું છું. હું ખ્રિસ્તના દુ:ખોને નજરોનજર જોનાર સાક્ષી છું અને પ્રગટ થનાર મહિમામાં મને ભાગ મળનાર છે.


સિલ્વાનસ, જેને હું વિશ્વાસુ ભાઈ ગણું છું તેની મદદથી આ ટૂંકો પત્ર હું તમને પાઠવું છું. હું તમને પ્રોત્સાહન આપવા માગું છું અને આ જ ઈશ્વરની સાચી કૃપા છે એવી મારી સાક્ષી આપવા માગું છું. તેમાં તમે અડગ રહો.


જ્ઞાનની સાથે સંયમ, સંયમની સાથે સહનશક્તિ, સહનશક્તિની સાથે ભક્તિભાવ,


હું યોહાન, તમારો ભાઈ અને ઈસુની સાથેની સંગતને લીધે તમારાં દુ:ખોમાં અને તેમના રાજમાં અને સહનશીલતામાં સહભાગી છું. ઈશ્વરનો સંદેશ અને ઈસુએ પ્રગટ કરેલ સત્યનો પ્રચાર કરવાને લીધે મને પાત્મસ ટાપુ પર મોકલી દેવામાં આવ્યો હતો.


જે બંદીવાસમાં જવાના હોય તે બંદીવાસમાં જશે; જે તલવારથી માર્યા જવાના હોય, તે તલવારથી જ માર્યા જશે. આ બધું તો ઈશ્વરના લોકોમાં સહનશક્તિ અને વિશ્વાસ માંગી લે છે.


મેં ઈસુએ મારા દૂતને આ બાબતો મંડળીને જણાવવા મોકલ્યો છે. હું દાવિદનો વંશજ અને પ્રભાતનો તેજસ્વી તારો છું.”


ધીરજપૂર્વક સહન કરવાની મારી આજ્ઞાનું તેં પાલન કર્યું છે તેથી લોકોની ક્સોટી કરવા આખી દુનિયા પર આવી પડનાર વિપત્તિમાં હું તને સંભાળી રાખીશ.


Lean sinn:

Sanasan


Sanasan