Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 11:9 - પવિત્ર બાઇબલ C.L.

9 વિશ્વાસને લીધે જ, ઈશ્વરે જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તે પરદેશી તરીકે રહ્યો. ઇસ્હાક અને યાકોબ, જેમને ઈશ્વરે એ જ વચન આપ્યું હતું, તેમની સાથે અબ્રાહામ તંબૂઓમાં રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 વિશ્વાસથી તેણે જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો, અને તે જ વચનના સહવારસો ઇસહાક તથા યાકૂબની સાથે તે રાવટીઓમાં રહેતો હતો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 વિશ્વાસથી ઇબ્રાહિમે જાણે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો અને તેની સાથે તે જ વચનના સહવારસો ઇસહાક તથા યાકૂબ તેની જેમ તંબુઓમાં રહેતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 દેવે જે દેશમાં જવાનું વચન આપ્યું હતું ત્યાં જઈને રહ્યો. ઇબ્રાહિમ ત્યાં એક મુસાફરની માફક રહ્યો. કારણ કે તેને વિશ્વાસ હતો. ઈસહાક અને યાકૂબને પણ તે જ વચન મળ્યું હતું. તેઓ પણ તંબુમાં રહ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 11:9
22 Iomraidhean Croise  

ત્યાંથી તે દક્ષિણ તરફ બેથેલ નગરની પૂર્વમાં આવેલ પહાડીપ્રદેશ તરફ ગયો. ત્યાં બેથેલ અને આયની વચમાં તેણે તંબુ માર્યો. ત્યાંથી પશ્ર્વિમે બેથેલ અને પૂર્વમાં આય હતાં. ત્યાં અબ્રામે એક વેદી બાંધી અને યાહવેને નામે ભજન કર્યું.


તેથી અબ્રામે તંબુ ઉપાડયો અને હેબ્રોનમાં આવેલાં મામરેનાં પવિત્ર એલોન વૃક્ષો નજીક જઈ વસ્યો. ત્યાં તેણે પ્રભુના ભજન માટે વેદી બાંધી.


તે નેગેબથી નીકળીને જુદે જુદે સ્થળે મુકામ કરતો કરતો પાછો બેથેલ તરફ ગયો. બેથેલ અને આયની વચ્ચે જ્યાં તેણે તંબુ માર્યો હતો


જે દેશમાં તું પરદેશી તરીકે વસે છે, તે આખો કનાન દેશ હું તને અને તારા વંશજોને કાયમને માટે વતન તરીકે આપીશ અને હું તેમનો ઈશ્વર થઈશ.”


પછી અબ્રાહામ તરત જ સારા પાસે તંબુમાં ગયો. તેણે તેને કહ્યું, “ત્રણ માપ લોટ મસળીને જલદી જલદી રોટલી બનાવી દે.”


તેમણે અબ્રાહામને પૂછયું, “તારી પત્ની સારા ક્યાં છે?” તેણે કહ્યું, “તે ત્યાં તંબુમાં છે.”


અબ્રાહામ પલિસ્તીઓના દેશમાં ઘણા દિવસ રહ્યો.


“હું તમારી વચમાં પરદેશી તથા પ્રવાસી છું. મને તમારા વિસ્તારમાં કબર માટે કોઈ જગ્યા આપો કે હું મારી મૃત પત્નીને દફનાવું.”


છોકરા મોટા થયા ત્યારે એસાવ કુશળ શિકારી બન્યો અને તેને વનવગડામાં ફરતા રહેવાનું ગમતું; જ્યારે યાકોબ સ્વભાવે શાંત હતો અને તે તંબુઓમાં સ્થાયી જીવન ગાળતો.


ઈશ્વર તને અને તારા વંશજોને અબ્રાહામના જેવી આશિષ આપો; જેથી ઈશ્વરે અબ્રાહામને આપેલો આ દેશ જેમાં તું વસતો ફરે છે તેનો તું કબજો મેળવે!”


યાકોબે પહાડીપ્રદેશમાં જયાં પોતાનો પડાવ નાખ્યો હતો ત્યાં લાબાન પહોંચી ગયો અને લાબાને પણ પોતાના સંબંધીઓ સહિત ગિલ્યાદના એ પહાડીપ્રદેશમાં પડાવ નાખ્યો.


યાકોબ મામરે અથવા કિર્યાથ-આર્બા એટલે હેબ્રોનમાં પોતાના પિતા ઇસ્હાક પાસે આવ્યો. અબ્રાહામ અને ઇસ્હાક ત્યાં જઈને વસ્યા હતા.


કારણ, તેમની સંપત્તિ ઘણી હોવાથી તેઓ સાથે રહી શકે તેમ નહોતા. વળી, તેમનાં ઢોર એટલાં બધાં હતાં કે તેમના પ્રવાસના દેશમાં તેમનો નિભાવ થઈ શકે તેમ નહોતું.


યાકોબે કહ્યું, “મારા જિંદગીના પ્રવાસમાં મારે 130 વર્ષ થયાં છે. એ વર્ષો છે તો થોડાં, પણ ઘણા દુ:ખમાં વીતાવ્યાં છે. મારા પિતૃઓના પ્રવાસના વર્ષો જેટલાં વર્ષો મારે થયાં નથી.”


ઈશ્વરના લોક ત્યારે સંખ્યામાં અલ્પ હતા. ખરેખર છેક થોડા, અને કનાન દેશમાં પ્રવાસી હતા;


વળી, તમારે ઘર બાંધવાં નહિ. ખેતી કરવી નહિ, દ્રાક્ષવાડીઓ રોપવી નહિ કે ખરીદવી નહિ, અને હમેશાં તંબૂઓમાં જ વસવાટ કરવો; જેથી આ ભૂમિ પર પ્રવાસી તરીકે દીર્ઘકાળ વસી તમે આબાદ થાઓ.’


ઈશ્વરનો હેતુ અફર છે એવું વચનના ભાગીદાર થનારાઓને સ્પષ્ટ થાય તે માટે તેમણે શપથ સાથે પોતાનું વચન આપ્યું.


Lean sinn:

Sanasan


Sanasan