Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 11:5 - પવિત્ર બાઇબલ C.L.

5 વિશ્વાસને લીધે હનોખ મૃત્યુ પામ્યો નહિ, પણ એને બદલે, તેને ઈશ્વર પાસે લઈ લેવામાં આવ્યો, અને કોઈ તેને શોધી શકાયું નહિ, કારણ, ઈશ્વરે તેને ઉપર લઈ લીધો હતો. શાસ્ત્ર કહે છે કે ઉપર લઈ લેવાયા પહેલાં હનોખે ઈશ્વરને પ્રસન્‍ન કર્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 વિશ્વાસથી હનોંખને ઉપર લઈ લેવામાં આવ્યો કે, તે મરણ ન જુએ. તે જડ્યો નહિ, કેમ કે ઈશ્વરે તેને ઉપર લઈ લીધો હતો; તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલાં તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે ઈશ્વર તેના પર પ્રસન્‍ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 વિશ્વાસથી હનોખને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મૃત્યુનો અનુભવ કરે નહિ અને તે અદ્રશ્ય થયો, કેમ કે ઈશ્વર તેને ઉપર લઈ ગયા હતા, તેને ઉપર લઈ લેવામાં આવ્યો તે પહેલાં તેના સંબંધી એ સાક્ષી થઈ કે ‘ઈશ્વર તેના પર પ્રસન્ન હતા.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હનોખે પણ દેવ પર વિશ્વાસ રાખ્યો, તેથી તે મરણનો અનુભવ કરે તે પહેલા દેવે તેને પૃથ્વી પરથી લઈ લીધો. તેથી તે મારણનો અનુભવ કરી શક્યો નહિ. શાસ્ત્રમાં લખ્યું છે કે હનોખ મનુષ્ય હતો, ત્યારે તેણે ખરેખર દેવને પ્રસન્ન કર્યો હતો. તે એકાએક અદશ્ય થઈ ગયો કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 11:5
17 Iomraidhean Croise  

એલિયાને વંટોળિયા મારફત આકાશમાં ઊંચકી લેવાનો પ્રભુનો સમય આવી પહોંચ્યો. એલિયા અને એલિશા ગિલ્ગાલથી ઉપડયા.


ચાલતાં ચાલતાં તેઓ વાતો કરતા હતા તેવામાં અગ્નિઘોડાઓથી ચાલતો એક અગ્નિરથ એકાએક તે બન્‍નેની વચમાં આવી ગયો અને એલિયા વંટોળિયામાં આકાશમાં ઉંચકાઈ ગયો.


એવો કયો મનુષ્ય છે જે અમર રહે અને મૃત્યુને ન જુએ? પોતાના પ્રાણને મૃત્યુલોક શેઓલના પંજામાંથી કોણ છોડાવી શકે?(સેલાહ)


એને બદલે, રાજાએ રાજકુમાર યરાહમએલને, આઝીએલના પુત્ર સરાયાને તથા આબ્દએલના પુત્ર શેલેમ્યાને લહિયા બારૂખની અને સંદેશવાહક યર્મિયાની ધરપકડ કરવાનો હુકમ કર્યો; પરંતુ પ્રભુએ તેમને સંતાડી રાખ્યા.


પવિત્ર આત્મા તેની સાથે હતો, અને તેને ખાતરી આપી હતી કે ઈશ્વરે આપેલા વચન પ્રમાણે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તે મરણ પામશે નહિ.


મથૂસેલાહ, હનોખ, યારેદ, માહલાએલ, કેનાન,


એને બદલે, ઈશ્વર અમારી મારફતે જે જણાવવા માગે છે તે જ અમે જણાવીએ છીએ. કારણ, તેમણે અમને પસંદ કરીને શુભસંદેશ જાહેર કરવાનું કાર્ય સોંપ્યું છે. અમે માણસોની ખુશામત કરવા માગતા નથી. પણ અમારા ઈરાદા પારખનાર ઈશ્વરને અમે પ્રસન્‍ન કરીએ છીએ.


કોઈ વ્યક્તિ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્‍ન કરી શક્તી નથી. કારણ, જે ઈશ્વર પાસે આવે છે, તેનામાં એવો વિશ્વાસ હોવો જ જોઈએ કે ઈશ્વર છે અને તેમને ખંતથી શોધનારને તે પ્રતિફળ આપે છે.


પરંતુ આપણે ઈસુને જોઈએ છીએ કે થોડા સમય માટે તેમને દૂતો કરતાં ઊતરતી કક્ષાએ મૂકવામાં આવ્યા, જેથી ઈશ્વરની કૃપા દ્વારા તે બધા મનુષ્યો માટે મૃત્યુ પામે અને જે મૃત્યુ તેમણે સહન કર્યું તેના પરિણામરૂપે આપણે તેમને મહિમા અને માનનો મુગટ પહેરાવેલા જોઈએ છીએ.


આપણે તેમની પાસે જે કંઈ માગીએ તે મળે છે, કારણ, આપણે તેમની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ અને તેમને પસંદ પડે તે કરીએ છીએ. તેમની આજ્ઞા આ છે:


આદમથી સાતમી પેઢીના હનોખે ઘણા સમય અગાઉ તેમને માટે આવું ભવિષ્યકથન કહ્યું હતું: “જુઓ, પ્રભુ પોતાના હજારોહજાર સંતો સાથે આવશે,


Lean sinn:

Sanasan


Sanasan