Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 11:38 - પવિત્ર બાઇબલ C.L.

38 આ દુનિયા તેમને માટે લાયક ન હતી! તેઓ વેરાનમાં અને ડુંગરોમાં નિરાશ્રિતોની જેમ ભટક્તા હતા, અને ગુફાઓમાં તથા જમીનની બખોલોમાં વસતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 (જગત તેઓને યોગ્ય ન હતું), તેઓ રાનોમાં, પહાડોમાં, બખોલોમાં તથા પૃથ્વીની ગુફાઓમાં રખડતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 માનવજગત તેઓને રહેવા માટે યોગ્ય ન હતું, તેઓ અરણ્યમાં, પહાડોમાં, ગુફાઓમાં તથા પૃથ્વીની ગુફાઓમાં ફરતા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

38 આ દુનિયા આવા માણસો માટે યોગ્ય નહોતી, આ માણસો રણમાં, પર્વતો પર, ગુફાઓમાં અને જમીનના ભોયરાઓમાં ભટકતા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 11:38
16 Iomraidhean Croise  

“અહીંથી તું પૂર્વ તરફ જા અને યર્દનની પૂર્વે કરીથ વહેળા પાસે સંતાઈ રહે.


ઇઝબેલ પ્રભુના સંદેશવાહકોને મારી નાખતી હતી ત્યારે મેં પચાસ પચાસના બે જૂથમાં સો સંદેશવાહકોને ગુફામાં સંતાડી રાખી તેમને ખોરાકપાણી પૂરાં પાડયાં હતાં તે શું તમારા જાણવામાં નથી આવ્યું?


અને ઇઝબેલ પ્રભુના સંદેશવાકોને મારી નાખતી હતી ત્યારે ઓબાદ્યાએ સો સંદેશવાહકોને પચાસ પચાસના બે જૂથમાં વહેંચી દઈને ગુફામાં સંતાડયા હતા અને તેમને ખોરાકપાણી પૂરાં પાડયાં હતાં.)


રાત ગાળવા તે એક ગુફામાં ગયો. એકાએક પ્રભુએ તેની સાથે વાત કરી, “એલિયા, તું અહીં શું કરે છે?”


સદાચારીઓ માર્યા જાય છે અને તે પર કોઈ ધ્યાન દઈને વિચારતું નથી. નિષ્ઠાવાન માણસો મરણ પામે છે પણ કોઈ સમજતું નથી કે તેમને ભાવિ વિપત્તિમાંથી ઉપાડી લેવામાં આવે છે.


ઇશ્માએલે મારી નાખેલા માણસોનાં શબ જે ટાંકામાં નાખ્યાં તે બહુ મોટું હતું. આસા રાજાએ તે ટાંકું ઇઝરાયલના રાજા બાઅશાથી સંરક્ષણ મેળવવા બંધાવ્યું હતું. ઇશ્માએલે તે ટાંકું મારી નાખેલા માણસોનાં શબથી ભરી દીધું.


મિદ્યાનીઓના વધતા જતા જોરજુલમથી બચવા ઇઝરાયલીઓ પહાડોનાં કોતરો, ગુફાઓ અને ગઢોમાં સંતાઈ રહેતા.


ગાથ નગરમાંથી નાસી જઈને દાવિદ અદુલ્લામ નગર નજીકની ગુફામાં ગયો. તે ત્યાં છે એ સાંભળીને તેના ભાઈઓ અને કુટુંબના બાકીના બધાં તેની સાથે જોડાયાં.


દાવિદને ખબર હતી કે શાઉલ તેને મારી નાખવા પાછળ પડયો છે.


ઝીફના કેટલાક માણસોએ શાઉલ પાસે ગિબ્યામાં જઈને કહ્યું, “દાવિદ અમારી મધ્યે યહૂદિયાના વેરાનપ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલા હખીલા પર્વત પર હોરેશના ગઢોમાં સંતાઈ રહ્યો છે.


તેની સંતાવાની ચોક્કસ જગ્યાઓ શોધી કાઢો અને મારી પાસે વિના વિલંબે પાછા આવો. પછી હું તમારી સાથે આવીશ અને જો તે તે પ્રદેશમાં જ હશે તો યહૂદિયાનાં સર્વ ગોત્રોમાં ફરી વળવું પડે તો પણ હું તેમ કરીને તેને પકડી પાડીશ.”


ઝીફથી કેટલાક માણસોએ ગિબ્યામાં શાઉલ પાસે આવીને તેને કહ્યું કે દાવિદ યહૂદિયાના વેરાનપ્રદેશના છેડે હખીલા પર્વત પર સંતાયો છે.


Lean sinn:

Sanasan


Sanasan