Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 11:33 - પવિત્ર બાઇબલ C.L.

33 તેમણે વિશ્વાસ દ્વારા સામ્રાજ્યો જીત્યાં, સત્ય પ્રમાણે વર્ત્યા અને ઈશ્વરનાં વચનો પૂરાં થતાં જોયાં. તેમણે સિંહોનાં મુખ બંધ કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 તેઓએ વિશ્વાસથી રાજયો જીત્યાં, ન્યાયીપણે વર્ત્યા, વચનો પ્રાપ્ત કર્યાં, સિંહોના મોં બંધ કર્યાં,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 તેઓએ વિશ્વાસથી રાજ્યો જીત્યાં, ન્યાયી આચરણ કર્યું, આશાવચનો પ્રાપ્ત કર્યાં, સિંહોનાં મુખ બંધ કર્યાં,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 આ બધા લોકોને ઘણોજ વિશ્વાસ હતો અને તે વિશ્વાસને કારણે તેમણે રાજ્યોને હરાવ્યા. અને જે કાર્યો ન્યાયયુક્ત હતા તે તેમણે કર્યા અને દેવના વચનોનાં ફળ પ્રાપ્ત કર્યા, વળી તેઓએ વિશ્વાસ સાથે સિંહના જડબા બંધ કરી દીધા.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 11:33
26 Iomraidhean Croise  

બળવાન થઈને હિમ્મત રાખજે. આપણે આપણા લોકો અને આપણા ઈશ્વરનાં શહેરો માટે ઉગ્ર જંગ ખેલીને શૌર્ય દાખવીએ. પછી જેવી પ્રભુની ઇચ્છા.”


દાવિદે સર્વ ઇઝરાયલ પર રાજ કર્યુ અને તેની સમગ્ર પ્રજા પ્રત્યે દાવિદ ન્યાયી અને સમભાવી વર્તાવ રાખતો.


તે ચાલી નીકળ્યો અને ઈશ્વરભક્તના શબને રસ્તામાં પડેલું અને હજુ સિંહ તથા ગધેડાને પાસે ઊભેલા જોયાં. સિંહે ન તો શબ ખાધું હતું, ન તો ગધેડા પર હુમલો કર્યો હતો.


તમે ઇઝરાયલના રાજાઓને વિજય અપાવો છો અને તમારા સેવક દાવિદને ઉગારો છો.


તું સિંહો અને સર્પોને છૂંદશે; યુવાન સિંહોને અને અજગરોને તું કચડી નાખશે.


આનંદીત થાઓ અને ઉલ્લાસી રહો; કારણ, તમારે માટે આકાશમાં મહાન બદલો રાખવામાં આવ્યો છે. તમારી પહેલાં થઈ ગયેલા ઈશ્વરના સંદેશવાહકોને પણ તેમણે એ જ રીતે સતાવ્યા હતા.


હવે ઈશ્વરે તેમનાં વરદાન અબ્રાહામ અને તેના વંશજને આપ્યાં હતાં. “અને તારાં વંશજોને” એટલે કે, ઘણા લોકને એવું શાસ્ત્રમાં લખેલું નથી. પણ શાસ્ત્રમાં લખેલું છે, “અને તારા વંશજને” જેનો અર્થ ફક્ત એક વ્યક્તિને એવો થાય છે, અને એ વ્યક્તિ તો ખ્રિસ્ત છે.


પણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને બળ આપ્યું; જેથી સંદેશો સાંભળનાર બિનયહૂદીઓને મેં સંદેશાની સંપૂર્ણ વાતો જણાવી.


તમે ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરી શકો અને તેમણે આપેલાં વચનો પામી શકો તે માટે તમારે ધીરજવાન થવાની જરૂર છે.


જ્યારે ઈશ્વરે અબ્રાહામની પરીક્ષા કરી ત્યારે અબ્રાહામે વિશ્વાસને લીધે જ પોતાના પુત્ર ઇસ્હાકનું અર્પણ કર્યું. અબ્રાહામને ઈશ્વરે વચન આપ્યું હતું, છતાં પોતાના એકનાએક પુત્રનું બલિદાન અર્પવા તે તૈયાર હતો.


પણ કોઈ કહેશે, “એક વ્યક્તિ પાસે વિશ્વાસ છે, જ્યારે બીજા પાસે કાર્યો છે.” મારો જવાબ છે: “કાર્યો વગર વિશ્વાસ કેવી રીતે બતાવી શકાય તે મને સમજાવો. હું મારા વિશ્વાસને મારાં કાર્યો દ્વારા દર્શાવીશ.”


જાગૃત થાઓ, સાવધ રહો, તમારો દુશ્મન શેતાન, ગર્જના કરતા સિંહની માફક જે કોઈ મળે તેને ફાડી ખાવાને શોધતો ફરે છે.


એહૂદના અવસાન પછી ઇઝરાયલી લોકોએ પ્રભુની દૃષ્ટિમાં ફરીથી દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું.


લોકોએ જવાબ આપ્યો, “તમે અમને છેતર્યા નથી, અથવા અમારા પર જુલમ કર્યો નથી, કે કોઈની પાસેથી કંઈ લીધું નથી.”


Lean sinn:

Sanasan


Sanasan