Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 11:10 - પવિત્ર બાઇબલ C.L.

10 કારણ, ઈશ્વરે જે શહેરનું આયોજન અને બાંધક્મ કર્યું છે તથા જેના પાયા સાર્વકાલિક છે, તે શહેરની તે અપેક્ષા રાખતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 કેમ કે જે શહેરને પાયો છે, જેના યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે, તેની આશા તે રાખતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 કેમ કે જે શહેરનો પાયો છે, જેનાં યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે, તેમની આશા તે રાખતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ઈબ્રાહિમ તે શહેરની રાહ જોતો હતો. જેનો પાયો દઢ હોય, એવું શહેર કે જેનો શિલ્પી અને બાંધનાર દેવ હોય.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 11:10
11 Iomraidhean Croise  

પલિસ્તીઓ તરફથી મોકલવામાં આવેલા સંદેશકોને અમે શો જવાબ આપીએ? આ જ જવાબ આપીશું: “પ્રભુએ સિયોનને સ્થાપન કર્યું છે અને તેમના પીડિતજનોને ત્યાં આશ્રય મળશે.”


મારા પિતાના ઘરમાં ઘણા ઓરડા છે, જો એમ ન હોત, તો મેં તમને તે પણ જણાવ્યું હોત. હું તમારે માટે જગ્યા તૈયાર કરવા જઉં છું.


આપણને ખબર છે કે આ તંબૂ એટલે પૃથ્વી પરનું આપણું આ શરીર તૂટી જવાનું છે, પણ આપણે સારુ રહેવા માટે ઈશ્વરે સ્વર્ગમાં ઘર રાખેલું છે. એ ઘર ઈશ્વરે પોતે જ બનાવ્યું છે, અને તે સદાકાળ ટકનારું છે.


પણ આપણે સ્વર્ગના નાગરિક છીએ અને આપણા ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી પાછા આવે તેની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ.


એને બદલે, તેઓ એક વધુ સારા, એટલે સ્વર્ગીય દેશની ઝંખના સેવતા હતા. તેથી ઈશ્વર પોતાને તેમના ઈશ્વર તરીકે ઓળખાવતાં શરમાતા નથી. કારણ, તેમણે તેમને માટે એક શહેર તૈયાર કર્યું છે.


એને બદલે, તમે સિયોન પર્વત પાસે અને જીવંત ઈશ્વરના નગરમાં, એટલે કે સ્વર્ગીય યરુશાલેમ જ્યાં લાખો દૂતો છે ત્યાં તમે આવ્યા છો.


તેથી આપણે આભાર માનીએ, કારણ, ચલિત ન થાય તેવું સ્વર્ગીય રાજ આપણને મળનાર છે. આપણે આભાર માનીએ અને ઈશ્વર પ્રસન્‍ન થાય તે રીતે આપણે તેમની ભક્તિ આદરપૂર્વક અને ભયસહિત કરીએ.


કારણ, આ દુનિયામાં આપણે માટે કાયમી નગર છે જ નહિ; આપણે તો આવનાર ભાવિ નગરની રાહ જોઈએ છીએ.


દરેક મકાનનો બાંધનાર તો કોઈક હોય છે જ - અને ઈશ્વરે બધી વસ્તુઓ બાંધી છે.


અને મેં પવિત્ર નગર, એટલે નવા યરુશાલેમને સ્વર્ગમાંથી ઈશ્વર પાસેથી ઊતરતું જોયું. વરને મળવા શણગારીને સજાવેલી કન્યાની જેમ તે તૈયાર અને સજ્જ કરેલું હતું.


Lean sinn:

Sanasan


Sanasan