Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 10:20 - પવિત્ર બાઇબલ C.L.

20 તેમણે પડદામાં થઈને એટલે કે, તેમના શરીરમાં થઈને આપણે માટે એક નવો અને જીવંત માર્ગ ખોલ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 તે માર્ગમાં થઈને ઈસુના રક્તદ્વારા પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તે માર્ગમાં થઈને ઈસુના રક્તદ્વારા પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ઈસુએ જે નવો માર્ગ બતાવ્યો તે દ્ધારા આપણે અંદર જઇ શકીશું.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 10:20
20 Iomraidhean Croise  

“પછી તેણે લોકનાં પાપ માટેના પ્રાયશ્ર્વિતબલિના બકરાને કાપવો. તેનું રક્ત પરમપવિત્રસ્થાનમાં લાવવું અને આખલાના રક્તની માફક જ દયાસન ઉપર અને કરારપેટી સામે તેને છાંટવું.


ત્યાર પછી પ્રભુએ મોશેને કહ્યું, “ તું તારા ભાઈ આરોનને કહે કે પરમ પવિત્રસ્થાનમાં પડદાની અંદરના ભાગમાં કરારપેટીના દયાસન આગળ તેણે નિયત સમયે જ આવવું; નહિ તો તે માર્યો જશે; કારણ, દયાસન પર વાદળ મધ્યે હું દર્શન દઉં છું.


પણ પડદાની કે વેદીની નજીક આવે નહિ; કારણ, તેને શારીરિક ખોડ છે. તે મારા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કરે નહિ; કારણ, હું તેમને પવિત્ર કરનાર પ્રભુ છું.”


ત્યાર પછી મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી બે ભાગમાં ફાટી ગયો. ધરતીકંપ થયો, ખડકો ફાટી ગયા;


મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ચીરાઈ ગયો.


વળી, મંદિરનો પડદો વચ્ચેથી ફાટી ગયો.


તેથી ઈસુએ ફરી કહ્યું, “હું તમને સાચે જ કહું છું: ઘેટાંના વાડાનો દરવાજો હું છું.


દરવાજો હું છું; જો કોઈ મારા દ્વારા પ્રવેશ કરે છે, તો તે ઉદ્ધાર પામશે. તે અંદર આવી શકશે અને બહાર લઈ જવાશે અને તેને ચારો મળશે.


ઈસુએ તેને જવાબ આપ્યો, “માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી.”


પોતાની સાથેના સંબંધ દ્વારા બંને પ્રજાઓમાંથી એક નવી પ્રજા બનાવવા અને એમ શાંતિ સ્થાપવા માટે તેમણે પોતાના શરીર દ્વારા યહૂદી નિયમશાસ્ત્રને તેની આજ્ઞાઓ અને તેના નિયમો સહિત રદ કર્યું છે.


બેશક આપણા ધર્મનું રહસ્ય મહાન છે: તે માનવી સ્વરૂપમાં આવ્યા, પવિત્ર આત્માએ તેમને સાચા ઠરાવ્યા, અને દૂતોએ તેમનાં દર્શન કર્યાં, પ્રજાઓ મયે તેમની વાત જાહેર કરવામાં આવી, દુનિયાભરમાં તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો, અને તેમને મહિમાસહ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા.


આ આશા તો આપણા આત્મા માટે લંગર સમાન છે. તે સલામત અને ચોક્કસ છે તથા સ્વર્ગીય મંદિરના પડદામાં થઈને છેક અંદરના ભાગમાં પ્રવેશ કરે છે.


બીજા પડદાની પાછળ પરમ પવિત્ર સ્થાન હતું.


આ બધી વ્યવસ્થા દ્વારા પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે શીખવે છે કે જ્યાં સુધી બહારનો મંડપ ઊભો છે ત્યાં સુધી પરમ પવિત્રસ્થાનમાં જવાનો માર્ગ ખોલવામાં આવ્યો નથી.


તમને ઈશ્વરની પાસે લઈ જવાને માટે ખરાબ માણસોને બદલે સારા માણસે એટલે ખ્રિસ્તે પોતે તમારાં પાપોને માટે એકવાર મરણ સહન કર્યું. જો કે તેમને શારીરિક રીતે મારી નાખવામાં આવ્યા, પણ આત્મિક રીતે તેમને સજીવન કરવામાં આવ્યા.


ઈશ્વરના પવિત્ર આત્માની ખબર આ રીતે પડશે: ઈસુ ખ્રિસ્ત માનવદેહમાં આવ્યા હતા તેવું કબૂલ કરનાર પાસે ઈશ્વરનો આત્મા છે.


દુનિયામાં છેતરનારા ઘણા લોકો નીકળી પડયા છે. ઈસુ ખ્રિસ્ત માનવદેહમાં આવ્યા હતા તે વાતનો તેઓ ઇનકાર કરે છે. એવો માણસ છેતરનારો અને ખ્રિસ્તનો શત્રુ છે.


Lean sinn:

Sanasan


Sanasan