Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 10:11 - પવિત્ર બાઇબલ C.L.

11 દરેક યહૂદી યજ્ઞકાર ઊભો રહીને પોતાની સેવા દરરોજ બજાવે છે અને એકનાં એક બલિદાનો ઘણીવાર આપે છે. પરંતુ આ બલિદાનો કદી પાપ દૂર કરી શકે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 વળી દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને જ બલિદાનો બહુ વાર આપતાં ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદી પણ સમર્થ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને એ જ બલિદાનો વારંવાર આપતા ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદાપિ સક્ષમ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેમ જ દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને એ જ બલિદાનો ઘણીવાર અર્પણ કરતા. પરંતુ તે બલિદાનોથી પાપોને કદી દૂર કરી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 10:11
21 Iomraidhean Croise  

તારે તેમનાં પાપની ક્ષમા અર્થે દરરોજ વાછરડાનો બલિ ચડાવવો. તેથી વેદી શુદ્ધ થશે. પછી વેદીનું સમર્પણ કરવા માટે તેનો ઓલિવ તેલ વડે અભિષેક કરવો.


પ્રભુ કહે છે, “તમારા આ અસંખ્ય યજ્ઞોની મારે કંઈ જરૂર નથી. તમારાં ઘેટાંના દહનબલિ અને માતેલાં ઢોરની ચરબીથી હું ધરાઈ ગયો છું અને આખલા, હલવાન તથા બકરાના રક્તથી હું કંટાળી ગયો છું.


એ દેશનો પવિત્ર ભાગ ગણાશે. આ ભાગ તો પ્રભુના પવિત્રસ્થાનમાં જઈને તેમની સેવાભક્તિ કરનાર યજ્ઞકારો માટે અલગ કરાશે. આ જગા યજ્ઞકારોનાં નિવાસસ્થાનો અને પવિત્રસ્થાન માટે અલગ રાખવામાં આવે.


તેના કેટલાક સૈનિકો પવિત્ર મંદિરને તથા કિલ્લાને ભ્રષ્ટ કરશે. અને અત્યંત ધૃણાજનક વસ્તુની ત્યાં સ્થાપના કરશે.


“દરરોજનું અર્પણ બંધ થયાના સમયથી, એટલે કે અત્યંત ધૃણાજનક વસ્તુના સમયથી એક હજાર બસો નેવું દિવસો પસાર થશે.


તેણે આકાશના સૈન્યના અધિપતિનો પણ તિરસ્કાર કર્યો અને તેમને ચડાવતાં રોજિંદાં બલિદાન બંધ કરાવ્યાં અને મંદિરને ભ્રષ્ટ કર્યું.


હું પ્રાર્થના કરતો હતો તેવામાં ગાબ્રિયેલ જેને મેં અગાઉના સંદર્શનમાં જોયો હતો, તે ઝડપથી ઊડીને મારી પાસે આવ્યો. એ તો સાંજનું અર્પણ ચડાવવાનો સમય હતો.


એ રાજા ઘણા લોકો સાથે એક સપ્તાહ સુધી પાકો કરાર કરશે અને સપ્તાહની અધવચ્ચે બલિદાનો અને અર્પણો બંધ કરાવશે. મંદિરની ટોચે અત્યંત ધૃણાજનક વસ્તુ મૂકાશે અને તેને ત્યાં મૂકનારને માટે ઈશ્વરે નક્કી કરેલા અંત સુધી એ ધૃણાસ્પદ વસ્તુ ત્યાં રહેશે.


સર્વોચ્ચ ઈશ્વર પ્રભુની સન્મુખ તેમની ભક્તિ કરવા હું શું લઈને આવું? શું હું દહનબલિ માટે શ્રેષ્ઠ વાછરડા લાવું?


એ જ પ્રમાણે સાત દિવસ સુધી દરરોજ તમારે પ્રભુને પ્રસન્‍ન કરનાર સુવાસયુક્ત અગ્નિબલિ આહાર તરીકે ચડાવવા. દરરોજના દહનબલિ અને તેની સાથેના દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત એનું અર્પણ કરવાનું છે.


વળી, તેમને કહે કે, તમારે પ્રભુને આવા અગ્નિબલિનું અર્પણ કરવું: કોઈ પણ જાતની ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના બે નર હલવાન દિન પ્રતિદિન હંમેશા ચડાવવા.


આ બધું પ્રતિમાસનાં દહનબલિ અને તેમનું ધાન્યઅર્પણ તથા દરરોજનાં દહનબલિ, ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંતનાં છે. અગ્નિબલિના આ ધાન્યઅર્પણની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


વળી, યહૂદી નિયમશાસ્ત્રમાં થનારી સારી બાબતોનું પ્રતિબિંબ માત્ર છે; તે બાબતોનું અસલી વાસ્તવિક સ્વરૂપ નથી. એનાં એ જ બલિદાનો વર્ષોવર્ષ હંમેશાં અર્પણ કરવામાં આવે છે. તો પછી નિયમશાસ્ત્ર આ બલિદાનો દ્વારા ઈશ્વરની પાસે આવનાર માણસોને કઈ રીતે સંપૂર્ણ બનાવી શકે?


કારણ, આખલાનું અને બકરાનું રક્ત પાપ દૂર કરી શકે જ નહિ.


દરેક પ્રમુખ યજ્ઞકાર માણસોમાંથી પસંદ કરવામાં આવે છે અને તેમના પ્રતિનિધિ તરીકે ઈશ્વરની સેવા કરવા, તેમજ અર્પણો તથા પાપોને માટે બલિદાનો ચઢાવવા તેને નીમવામાં આવે છે.


તેથી બીજા પ્રમુખ યજ્ઞકારોની જેમ તેમને દરરોજ પ્રથમ પોતાનાં પાપોને માટે અને પછી લોકોનાં પાપોને માટે બલિદાન અર્પવાં પડતાં નથી. તેમણે પોતાનું અર્પણ કર્યું ત્યારે તેમણે હંમેશને માટે પર્યાપ્ત એવું બલિદાન એક જ વખત કર્યું.


તે માણસ નહિ, પણ પ્રભુ દ્વારા ઊભા કરાયેલા એવા સાચા મંડપના, પ્રમુખ યજ્ઞકાર તરીકે પરમ પવિત્રસ્થાનમાં સેવા કરે છે.


જો તે પૃથ્વી પર હોત તો તે કદી જ યજ્ઞકાર બની શક્ત નહિ. કારણ, યહૂદી નિયમ પ્રમાણે અર્પણ કરનારા તો ઘણા યજ્ઞકારો છે.


Lean sinn:

Sanasan


Sanasan