Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હાગ્ગાય 2:6 - પવિત્ર બાઇબલ C.L.

6 “થોડા જ સમયમાં હું ફરીથી આકાશ તથા પૃથ્વી અને કોરી ભૂમિ તથા સમુદ્રને ધ્રૂજાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા આમ કહે છે: હજી એક વાર થોડી મુદત દછી હું આકાશોને, પૃથ્વીને, સમુદ્રને તેમ જ કોરી ભૂમિને હલાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેમ કે સૈન્યોના યહોવાહ કહે છે, ‘થોડી જ વારમાં હું આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા સૂકી ધરતીને હલાવું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 કારણ કે સૈન્યોનો દેવ યહોવા કહે છે, ‘હું થોડી જ વારમાં ફરીથી આકાશ, પૃથ્વી, સમુદ્ર અને સૂકી ધરતીને હચમચાવી મૂકીશ.

Faic an caibideil Dèan lethbhreac




હાગ્ગાય 2:6
25 Iomraidhean Croise  

તે ધરતીને તેના સ્થાનમાંથી હચમચાવે છે અને પૃથ્વીના આધારસ્તંભો કંપે છે.


ત્યારે ધરતી ધ્રૂજી અને કાંપી, પર્વતોના પાયા ડગમગ્યા તથા ખસી ગયા. કારણ, ઈશ્વર કોપાયમાન થયા.


ટૂંક સમયમાં જ દુષ્ટો હતા ન હતા થઈ જશે, તું તેમને ખંતથી શોધશે, પણ તેમનું નામનિશાન જડશે નહિ.


થોડા સમયમાં તમારા પરનો મારો કોપ સમાપ્ત થશે અને પછી હું તેમનો નાશ કરીશ.


હું, સર્વસમર્થ પ્રભુ, મારા ભભૂક્તા રોષના દિવસે મારા કોપથી આકાશોને ધ્રૂજાવી દઈશ અને પૃથ્વી સ્થાનભ્રષ્ટ થઈ જશે.


પ્રભુ પૃથ્વીને કંપાવવા આવશે ત્યારે તેમના રોષથી અને તેમનાં સામર્થ્ય અને ગૌરવથી પોતાને સંતાડવા લોકો પર્વતની ગુફાઓમાં કે જમીનના ખાડાઓમાં સંતાઈ જશે.


થોડા જ સમયમાં લબાનોનનું ગાઢ જંગલ ફળદ્રુપ ખેતરમાં ફેરવાઈ જશે અને ફળદ્રુપ ખેતર જંગલ બની જશે.


સૂર્ય, ચંદ્ર અને તારાઓ પીગળી જશે. જેમ પુસ્તકનો વીંટો વીંટાળી લેવામાં આવે તેમ આકાશો અલોપ થઈ જશે. દ્રાક્ષવેલા પરથી સૂકાં પાદડાં અને અંજીરી પરથી પાકાં અંજીર ખરી પડે તેમ તારાઓ ખરી પડશે.


પ્રભુ કહે છે, “એવો સમય આવશે જ્યારે હું ઇઝરાયલ અને યહૂદિયાનાં લોકોને આપેલું મારું ઉમદા વચન પૂર્ણ કરીશ.


હાલ તો બેબિલોનના રહેવાસીઓ ખળામાંના અનાજની જેમ ખૂંદાય છે. પણ થોડીવાર પછી તેમને ત્યાંથી ઉપણીને ઉડાડી દેવામાં આવશે. હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહું છું.


મારા પ્રકોપમાં અને ક્રોધાવેશમાં હું જાહેર કરું છું કે તે દિવસે ઇઝરાયલમાં ભયંકર ભૂકંપ થશે.


જેથી સમુદ્રનાં માછલાં, આકાશનાં પક્ષીઓ, જંગલનાં પ્રાણીઓ, જમીન પર પેટે ચાલનારા જીવો તેમ જ પૃથ્વી પરના બધાં માણસો મારી સમક્ષ કાંપશે, પર્વતો ઊથલી પડશે, ભેખડો ધસી પડશે, અને બધી દીવાલો જમીનદોસ્ત થઈ જશે.


સિયોન પર્વતમાંથી પ્રભુ ગર્જના કરે છે: યરુશાલેમમાંથી તેમની વાણી ગરજે છે; અને પૃથ્વી તથા આકાશ કાંપે છે. પણ તે પોતાના લોકનું તો રક્ષણ કરશે.


હું ઉપર આકાશમાં અદ્‍ભુત કાર્યો અને નીચે પૃથ્વી પર ચમત્કારો કરીશ. લોહી, અગ્નિ અને ગાઢ ધૂમાડો થશે;


કારણ, જેમ શાસ્ત્ર કહે છે તેમ, “હવે બહુ જ થોડો સમય બાકી છે, અને જે આવનાર છે તે જરૂર આવશે; તે વિલંબ કરશે નહિ.


દરેક પ્રજા, જાતિ, ભાષા અને રાષ્ટ્રના લોકો તેમનાં શબને સાડાત્રણ દિવસ સુધી જોયા કરશે અને તેમને દફનાવવા દેશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan