Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હાગ્ગાય 2:19 - પવિત્ર બાઇબલ C.L.

19 વખારમાં અનાજ નથી; વાવવાનાં બી જેટલું પણ નહિ. દ્રાક્ષવેલા, અંજીરીઓ, દાડમડીઓ અને ઓલિવ વૃક્ષોને હજી ફળ આવ્યાં નથી. તોપણ આજથી હું તમને આશિષ આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 શું હજી સુધી વખારમાં બી છે? હા, દ્રાક્ષાવેલા, અંજીરીઓ, દાડમડીઓ તથા જૈતુવૃક્ષો હજી ફળ્યાં નથી, આજથી હું [તમને] આશીર્વાદ આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 શું હજી સુધી કોઠારમાં બી છે? દ્રાક્ષાવેલો, અંજીરીઓ, દાડમડીઓ તથા જૈતૂનના વૃક્ષો હજી ફળ્યાં નથી, પણ આજથી હું તમને આશીર્વાદ આપીશ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 શું હજી સુધી ત્યાં કોઠારમાં બી કે અનાજ છે? દ્રાક્ષની વેલો, અંજીરીઓ, દાડમડીઓ અને જૈતૂનના વૃક્ષો હજી ફળ્યાં નથી, પણ આજથી હું તમને આશીર્વાદ આપું છું.’”

Faic an caibideil Dèan lethbhreac




હાગ્ગાય 2:19
19 Iomraidhean Croise  

ઇસ્હાકે તે પ્રદેશમાં વાવેતર કર્યું અને તે જ વર્ષે સોગણો પાક ઊતર્યો; કારણ, પ્રભુએ તેને ખૂબ આશિષ આપી.


તે તારે ઘેર ગાડું ખેંચી લાવે, અને તારા ખળાનું અનાજ ભરી લાવે એવો ભરોસો રાખીશ?


એવી એક્તા તો હેર્મોન પર્વત પરથી સિયોનની ટેકરીઓ પર પડતા ઝાકળ જેવી છે. પ્રભુ આશીર્વાદ એટલે સાર્વકાલિક જીવન ત્યાં સિયોનમાં જ પ્રદાન કરે છે.


હે સેનાધિપતિ પ્રભુ, તમારા પર ભરોસો રાખનારને ધન્ય છે!


તેઓ સિયોનના પર્વત પર જય જયકાર કરતા આવશે. તેઓ પ્રભુની ભલાઈથી કિલ્લોલ કરશે. તેઓ પ્રભુની બધી બક્ષિસો એટલે, અનાજ,દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ઘેટાં અને ઢોરઢાંક આનંદથી ભોગવશે. તેમનાં જીવન પૂરેપૂરી રીતે સિંચાયેલી વાડી જેવાં થશે, અને તેઓ ફરીથી ઝૂરશે નહિ.


હું યજ્ઞકારોને ઉત્તમ આહારથી તૃપ્ત કરીશ અને મારા લોકો મારી બક્ષિસોથી સંતૃપ્ત થશે. હું પ્રભુ પોતે આ બોલું છું.”


દ્રાક્ષવેલા અને અંજીરીઓ ચિમળાઈ ગયાં છે; બધાં ફળાઉ વૃક્ષો સુકાઈને મરી ગયાં છે. લોકોનો આનંદ અલોપ થયો છે.


પ્રભુ તમારા ઈશ્વર પોતાનું મન કદાચ બદલે અને તમને વિપુલ પાકથી આશીર્વાદિત કરે. ત્યારે તો તમે તેમને ધાન્ય અને દ્રાક્ષાસવનાં અર્પણો ચઢાવી શકશો.


મેં ભૂમિ પર, પર્વતો પર, ખેતરો પર, દ્રાક્ષ અને ઓલિવની વાડીઓ પર, ભૂમિની સઘળી નીપજ પર માણસો અને પશુઓ પર અને ખેતીવાડીની તમારી સઘળી મહેનતમજૂરી પર દુકાળ મોકલ્યો છે.”


તમારાં પૂરેપૂરાં દશાંશ મંદિરમાં લાવો, એ માટે કે ત્યાં અન્‍નની અછત રહે નહિ. મારી પારખ કરી જુઓ કે હું આકાશની બારીઓ ખોલીને તમારે માટે સર્વ સારી વસ્તુઓ ભરપૂરીમાં વરસાવું છું કે નહિ.


એટલે આ બધા કરતાં ઈશ્વરના રાજની અને તેમની માગણી પ્રમાણે વર્તવાની ઉત્કંઠા રાખો, એટલે તે ઉપરાંત તમને આ બધી બાબતો અપાશે.


એ માટે તમારે તેને ઉદારતાથી અને મન કચવાયા વગર અચૂક આપવું; કારણ, એમ કરવાથી તમારા ઈશ્વર પ્રભુ તમારા હાથનાં સર્વ કાર્યોમાં બરક્ત આપશે.


પ્રભુ તમને ક્ષય રોગથી, તાવથી, સોજાથી અને ઉગ્ર તાવથી તથા દુકાળ, ગરમ લૂ અને ફુગથી પીડા દેશે અને તમારો વિનાશ થતાં સુધી એ બધાં તમારો પીછો કરશે.


Lean sinn:

Sanasan


Sanasan