Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હાગ્ગાય 1:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તો હવે પહાડી પ્રદેશમાંથી લાકડાં લાવીને મંદિર બાંધો. એથી હું પ્રસન્‍ન થઈશ અને એથી મારો મહિમા થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પર્વત પર જાઓ, ને લાકડાં લાવીને મંદિર બાંધો. અને તેથી હું રાજી થઈશ, ને હું મહિમાવાન મનાઈશ, ” એમ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પર્વતો પર જાઓ, લાકડાં લાવો, મારું સભાસ્થાન બાંધો; તેનાથી હું ખુશ થઈશ અને હું મહિમાવાન થઈશ!’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 અને પર્વતો પર જાઓ, લાકડાં લઇ આવો. અને મારા મંદિરને ફરી બાંધો. તેનાથી મને આનંદ થશે ત્યાં મારું સન્માન થશે.”

Faic an caibideil Dèan lethbhreac




હાગ્ગાય 1:8
21 Iomraidhean Croise  

ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા પછી ચારસો એંસી વરસે, શલોમોનના ઇઝરાયલ ઉપરના અમલના ચોથા વરસે, વર્ષના બીજા એટલે ઝીવ માસમાં શલોમોને મંદિર બાંધવાનું શરૂ કર્યું.


પ્રભુએ તેને કહ્યું, “મેં તારી પ્રાર્થના અને તારા કાલાવાલા સાંભળ્યા છે. મારે નામે મારી ભક્તિ કરવા સદાના સ્થાન તરીકે તેં બાંધેલા આ મંદિરને મેં પવિત્ર કર્યું છે. હું તેનું હરહંમેશ લક્ષ રાખીશ અને તેનું રક્ષણ કરીશ.


તો હવે તમારા પૂરા હૃદય અને જીવથી પ્રભુના નામના સન્માનાર્થે જે મંદિર બાંધવાનું છે તેનું કામ ઉપાડો કે જેથી તમે તેમાં પ્રભુની કરારપેટી તથા તેમનું ભજન કરવા વપરાતી તમામ પવિત્ર સાધનસામગ્રી લાવીને રાખી શકો.”


કારણ, મેં તેને પસંદ કર્યું છે. મારા નામના હંમેશના ભક્તિસ્થાન તરીકે મેં તેને પવિત્ર કર્યું છે. મારી દૃષ્ટિ અને મારું ચિત્ત સતત અહીં ચોંટેલાં રહેશે.


લોકોએ સલાટો અને સુથારોનું વેતન ચૂકવવા પૈસા આપ્યા અને સમુદ્રમાર્ગે યાફા સુધી લાવવાનાં લબાનોનનાં ગંધતરુનાં લાકડાં માટે તૂર અને સિદોન શહેરોને મોકલવા ખોરાકપાણી અને ઓલિવ તેલ આપ્યાં. એ બધું ઈરાનના સમ્રાટ કોરેશની પરવાનગી પ્રમાણે કરવામાં આવ્યું.


તેની દીવાલોમાં પથ્થરના ત્રણ થર અને તેની ઉપર લાકડાનો એક થર રાખવો. તે માટેનો બધો ખર્ચ રાજભંડારમાંથી આપવો.


ત્યાં હું મારા ઇઝરાયલી લોકને મળીશ અને મારા ગૌરવની હાજરીથી તે સ્થાન પવિત્ર બની જશે.


“મારા મંદિરને સુશોભિત કરવાને, એ મારા પાયાસનને મહિમાવંત કરવાને લબાનોનના વનનાં ગૌરવસમા દેવદાર, ભદ્રાક્ષ અને સરુનાં ઉત્તમ લાકડાં લાવવામાં આવશે.


કેદાર અને નબાયોથનાં બધાં ઘેટાં તારી પાસે બલિદાન માટે લાવવામાં આવશે અને પ્રભુને પ્રસન્‍ન કરવાને તેમનું વેદી પર અર્પણ ચડાવવામાં આવશે. અને પ્રભુ પોતાના ભવ્ય મંદિરને શોભાયમાન કરશે.


યરુશાલેમને મળેલા સાંત્વનનું સ્તનપાન કરીને તમે તૃપ્ત થશો. બાળક સ્તનપાન કરવામાં તલ્લીન થઈ જાય તેમ તમે યરુશાલેમની સમૃદ્ધિથી આનંદ પામશો.


આવું કેમ થાય છે તેનો વિચાર કરો.


હું સર્વ પ્રજાઓને ઉથલાવી પાડીશ. તેમનો સઘળો ખજાનો અહીં લાવવામાં આવશે અને મંદિર વૈભવથી ભરાઈ જશે.


ત્યારે નવું મંદિર જૂના કરતાં વિશેષ વૈભવી થશે, અને હું મારા લોકને સમૃદ્ધિ અને શાંતિ બક્ષીસ.” સર્વસમર્થ પ્રભુ એ બોલ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan