Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હાગ્ગાય 1:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તમે વાવો છો ઘણું, પણ અતિ ઓછો પાક લણો છો. ખાવાને તમારી પાસે ખોરાક છે, પણ તેથી તમે ધરાઈ શક્તા નથી. પીવાને તમારી પાસે દ્રાક્ષાસવ છે, પણ તેનાથી તમે તૃપ્ત થઈ શક્તા નથી. તમારી પાસે વસ્ત્ર છે, પણ તેનાથી તમને હૂંફ વળતી નથી. તમે કમાઓ છો, પણ તમારી કમાણી કાણી કોથળીમાં નાખવા બરાબર થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તમે વાવ્યું છે તો બહુ, પણ ઘેર થોડું જ લાવ્યા છો. તમે ખાઓ છો, પણ ધરાઈને નહિ. તમે પીઓ છો પણ પીવાથી તૃપ્ત થતા નથી. તમે વસ્ત્ર પહેરો છો, પણ કોઈમાં ગરમી આવતી નથી; અને જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 “તમે ઘણું વાવ્યું છે, પણ થોડી જ ફસલ લાવ્યા છો; તમે ખાઓ છો, પણ ધરાઈને નહિ; તમે પીઓ છો ખરા પણ તૃપ્ત થતા નથી. તમે વસ્ત્રો પહેરો છો પણ તે તમને ગરમી આપતાં નથી; જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે!’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તમે ઘણું વાવ્યું છે, પણ ઘેર તો થોડું જ લાવ્યા છો; તમે ખાઓ છો, પણ ધરાઇને નહિ, તમે પીઓ છો ખરા પણ પીવાથી તૃપ્ત થતા નથી; તમે વસ્ત્રો પહેરો છો, પણ કોઇમાં ગરમી આવતી નથી; અને જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે.’”

Faic an caibideil Dèan lethbhreac




હાગ્ગાય 1:6
31 Iomraidhean Croise  

દાવિદના અમલ દરમ્યાન ભયંકર દુકાળ પડયો અને તે સતત ત્રણ વર્ષ ચાલ્યો. તેથી દાવિદે તે વિષે પ્રભુને પૂછી જોયું. પ્રભુએ કહ્યું, “ગિબ્યોનીઓને મારી નાખવા બદલ શાઉલ અને તેના કુટુંબ પર ખૂનનો દોષ લાગેલો છે.”


તેણે જવાબ આપ્યો, “તમારા ઈશ્વર પ્રભુના જીવના સોગંદ ખાઈને કહું છું કે મારી પાસે એકેય રોટલી નથી. મારી પાસે માત્ર માટલીમાં મુઠ્ઠીભર લોટ અને બરણીમાં થોડુંક ઓલિવ તેલ છે. હું અહીં થોડા લાકડાં વીણવા આવી છું, જે લઈને હું મારા પુત્ર અને મારે માટે થોડુંક તૈયાર કરીશ. એ અમારું છેલ્લું ભોજન હશે, પછી અમે ભૂખે મરી જઈશું.”


કેટલાકે કહ્યું, “અમારાં કુટુંબો ઘણાં મોટાં છે અને અમે જીવતા રહીએ તે માટે અમારે અનાજની જરૂર છે.”


તેની વિપુલ સમૃદ્ધિના સમયે જ તે તંગીમાં આવી પડશે, અને તેના પર દરેક જાતની વિપત્તિ ત્રાટકશે.


તેના ઘરની સંપત્તિ તણાઈ જશે, ઈશ્વરના કોપને દિવસે એ ઘસડાઈ જશે.


કેટલાક છૂટે હાથે વેરે તોય ધનવાન બને છે. જ્યારે કેટલાક કરક્સર કર્યા કરે તો ય વધુ ગરીબ બની જાય છે.


દસ એકરની દ્રાક્ષવાડીમાંથી માત્ર બાવીસેક લિટર જ દ્રાક્ષાસવ મળશે. દસ માપ બિયારણમાંથી માત્ર એક માપ અનાજ પાકશે.


મારા લોકે ઘઉં વાવ્યા, પણ કાંટાં લણ્યા છે! તેમણે કઠોર પરિશ્રમ કર્યો, પણ કશું પાકયું નથી! મારા ઉગ્ર કોપને લીધે ફસલ નિષ્ફળ ગઈ છે, તેથી તેઓ હતાશ બન્યા છે.”


વરસાદ પડયો નથી અને જમીન સુકાઈને ફાટી ગઈ છે, તેથી ખેડૂતો નિરાશ થઈ ગયા છે; અને દુ:ખમાં પોતાનાં મુખ ઢાંકે છે.


પરંતુ જ્યારથી અમે આકાશની રાણીને ધૂપ ચડાવવાનું અને દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડવાનું બંધ કર્યું ત્યારથી અમારે એ બધાની અછત છે, અને અમે યુદ્ધથી અને દુકાળથી નાશ પામ્યા છીએ.”


તમે બલિદાનોનો તમારો હિસ્સો ખાશો, તોય તમે ભૂખ્યા રહેશો. તમે અન્ય દેવતાઓની પૂજા કરશો, પણ તમને બાળકો નહિ થાય, કારણ, તમે મને તરછોડીને અન્ય દેવતાઓને અનુસર્યા છો.”


જો તેઓ પવન વાવે તો વંટોળિયો લણશે! ખેતરમાં અનાજ ન પાકે તો ખોરાક ન મળે. છતાં કદાચ અનાજ પાકે તો વિદેશીઓ તે ખાઈ જશે.


તમારો કઠોર પરિશ્રમ નકામો જશે. કાચી જમીનમાંથી કશું પાકશે નહિ અને વૃક્ષો પોતાનાં ફળ આપશે નહિ.


હું તમારો અન્‍નનો પુરવઠો કાપી નાખીશ એટલે દસ સ્ત્રીઓ ફક્ત એક જ તવા પર બધી રોટલીઓ શેકશે. તેઓ તમને નિયત પ્રમાણમાં વજન કરીને રોટલી વહેંચશે અને તે ખાવા છતાં તમે ભૂખ્યા જ રહેશો.


તેને લીધે આકાશમાંથી વરસાદ વરસતો નથી ને ધરતીમાંથી કંઈ પાકતું નથી.


તમારી હાલની સ્થિતિનો યાનપૂર્વક વિચાર કરો.


આવું કેમ થાય છે તેનો વિચાર કરો.


“તમે વિપુલ પાકની આશા રાખી, પણ તે થોડો જ થયો. તમે તે અનાજ ઘેર લાવ્યા તો મેં તેને ફૂંક મારી ઉડાવી દીધું. એનું કારણ શું? એનું કારણ એ કે મારું મંદિર ભંગાર હાલતમાં પડયું છે, ત્યારે તમે પોતપોતાના ઘરના ક્મક્જમાં વ્યસ્ત છો.


તમે અનાજના ઢગલા પાસે બસો કિલોની આશાએ જતા, પણ ત્યાંથી તમને સો કિલો જ અનાજ મળતું; તમે દ્રાક્ષાકુંડ પાસે સો લિટર દ્રાક્ષાસવ લેવા જતા, પણ તમને ફક્ત ચાલીસ લિટર જ મળતો.


તમારી ઊપજનો નાશ કરવા મેં લૂ તથા કરા મોકલ્યા હતા. છતાં તમે મારી તરફ પાછા ફર્યા નહિ.


સર્વસમર્થ પ્રભુ કહે છે કે તે શાપ મોકલી દેશે અને પ્રત્યેક ચોર અને પ્રત્યેક સોગંદ ખાઈને જૂઠું બોલનાર વ્યક્તિના ઘરમાં તે પ્રવેશશે. તે તેમનાં ઘરોમાં જ રહેશે અને તેમને ખેદાનમેદાન કરી નાખશે.”


તે વખતે તો માણસ કે પશુને ક્મ માટે ભાડે રાખવાની કોઈની તાક્ત નહોતી કે પોતાના શત્રુઓથી કોઈ સલામત નહોતું. મેં લોકોને એકબીજાની વિરુદ્ધ કરી દીધા હતા.


તમારે તમારાં કાર્યથી મારું સન્માન કરવું જોઈએ. તમે મારું કહેવું નહિ માનો તો હું તમારા પર શાપ મોકલીશ. તમને તમારા પોષણ માટે મળતી વસ્તુઓને હું શાપિત કરીશ. વાસ્તવમાં હું તેમને શાપિત કરી ચૂક્યો છું. કારણ, તમે મારી આજ્ઞાને ગંભીરતાપૂર્વક લેખવતા નથી.


“તમારી અન્‍નફળની ટોપલી અને તમારા આટાનો થાળ પણ શાપિત થશે.


Lean sinn:

Sanasan


Sanasan