Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હાગ્ગાય 1:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તમારી હાલની સ્થિતિનો યાનપૂર્વક વિચાર કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તો હવે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તમારા માર્ગો વિષે વિચાર કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 માટે સૈન્યોના યહોવાહ આ કહે છે કે, ‘તમારા હૃદયનાં માર્ગો વિષે વિચાર કરો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ‘તમારી શી દશા છે તેનો વિચાર કરો. આ સૈન્યોનો દેવ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac




હાગ્ગાય 1:5
15 Iomraidhean Croise  

તેના સંરક્ષક કોટોને ખૂબ યાનપૂર્વક નિહાળો, અને તેના દુર્ગોને બરાબર ચક્સો. જેથી તમે આગામી પેઢીને કહી શકો કે,


પછી ફેરો ત્યાંથી પાછો પોતાને ઘેર ગયો. છતાં આ વાત વિષે તેણે વિચાર સરખોય કર્યો નહિ,


પણ જેમણે પ્રભુનો સંદેશ ગણકાર્યો નહિ તે સૌએ પોતાના નોકરોને અને ઢોરોને ખેતરમાં રહેવા દીધાં.


આપણે આપણા માર્ગો તપાસીએ તથા પારખીએ અને પ્રભુ તરફ પાછા ફરીએ.


પોતાના અપરાધોનું ભાન થતાં તે પાપ કરવાનું મૂકી દે તો તે નક્કી જીવતો રહેશે અને માર્યો જશે નહિ.


તેણે મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, ધ્યનથી જો અને કાન દઈને સાંભળ. હું તને જે કંઈ બતાવું તે સર્વ પર બરાબર ચિત્ત લગાડ. કારણ, તું જે જુએ તે બધું ઇઝરાયલીઓને કહી બતાવે તે માટે તને અહીં લાવવામાં આવ્યો છે.”


ત્યાર પછી તેણે કહ્યું, “હે દાનિયેલ, ડરીશ નહિ. સમજશક્તિ મેળવવા તેં નમ્ર બનવાનો નિર્ણય કર્યો તેના પહેલા જ દિવસથી ઈશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. હું તારી પ્રાર્થનાઓના જવાબ માટે જ આવ્યો છું.


એ સાંભળીને રાજા ઉદાસ થઈ ગયો. તેણે સૂર્યાસ્ત સુધી દાનિયેલને બચાવવાનો ઉપાય શોધવા પ્રયાસ કર્યો.


“તો પછી હે મારી પ્રજા, મારું મંદિર ખંડિયેર અવસ્થામાં પડયું છે ત્યારે તમારે તમારાં સુશોભિત મકાનોમાં રહેવાનો આ સમય છે?


તમે વાવો છો ઘણું, પણ અતિ ઓછો પાક લણો છો. ખાવાને તમારી પાસે ખોરાક છે, પણ તેથી તમે ધરાઈ શક્તા નથી. પીવાને તમારી પાસે દ્રાક્ષાસવ છે, પણ તેનાથી તમે તૃપ્ત થઈ શક્તા નથી. તમારી પાસે વસ્ત્ર છે, પણ તેનાથી તમને હૂંફ વળતી નથી. તમે કમાઓ છો, પણ તમારી કમાણી કાણી કોથળીમાં નાખવા બરાબર થાય છે.


આવું કેમ થાય છે તેનો વિચાર કરો.


પછી તેને ભાન થયું, અને તે બોલ્યો, ‘મારા પિતાજીના કેટલા બધા નોકરોને તેઓ ખાઈ શકે તે કરતાં વિશેષ મળે છે, અને અહીં હું ભૂખે મરવા પડયો છું!’


તમારામાં વિશ્વાસ છે કે નહિ એની પરીક્ષા તમે જાતે જ કરો. જો તમે સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા ન હો, તો શું તમને ચોક્કસ ખબર છે કે ઈસુ ખ્રિસ્ત તમારામાં છે?


દરેકે પોતાની વર્તણૂકનો જાતે જ ન્યાય કરવો; કારણ, એમ કરવાથી તે પોતાની યોગ્યતાને આધારે ગર્વ કરી શકશે અને બીજાની સાથે સરખામણી કરવાની જરૂર રહેશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan