Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હાગ્ગાય 1:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પ્રભુએ યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ તથા દેશનિકાલીમાંથી પાછા ફરેલા સર્વ લોકોના મનમાં મંદિર બાંધવાની પ્રેરણા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 ત્યારે યહોવાએ યહૂદિયાના સૂબા શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલનું તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆનું મન, તથા બાકી રહેલા સર્વ લોકોનું મન જાગૃત કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ત્યારે યહોવાહે યહૂદિયાના રાજકર્તા શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલ તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆનું મન, તથા બાકી રહેલા સર્વ લોકોનું મન જાગૃત કર્યું તેથી તેઓએ જઈને પોતાના ઈશ્વર સૈન્યોના યહોવાહના ઘરમાં કામ શરૂ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 ત્યારે યહોવા દેવે યહૂદાના સૂબા શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલનું તથા પ્રમુખ યાજક યહોસાદાકના પુત્ર યહોશુઆનું મન, તથા બાકી રહેલા સર્વ લોકોનું મન જાગૃત કર્યું;

Faic an caibideil Dèan lethbhreac




હાગ્ગાય 1:14
19 Iomraidhean Croise  

તેથી ઈશ્વરે આશ્શૂરના તેમના દેશ પર રાજા પુલ (તે તિગ્લાથ-પિલેસર તરીકે પણ ઓળખાતો) પાસે ચડાઈ કરાવી. તે રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાના કુળના લોકોને દેશનિકાલ કરીને લઈ ગયો અને હાલા, હાબોર અને હારામમાં તેમજ ગોઝાન નદી પાસે કાયમી વસવાટ કરાવ્યો, અને આજે પણ તેઓ ત્યાં છે.


ઇરાનના સમ્રાટ કોરેશને પ્રથમ વર્ષે પ્રભુએ યર્મિયા સંદેશવાહક દ્વારા આપેલ સંદેશ પૂર્ણ કર્યો. પ્રભુએ પ્રેરણા કર્યા પ્રમાણે કોરેશે પોતાના સમસ્ત સામ્રાજ્યમાં આવો આદેશ બહાર પાડયો:


યર્મિયા સંદેશવાહક દ્વારા પ્રભુએ પ્રગટ કરેલો સંદેશ પૂર્ણ થાય તે માટે ઇરાનના સમ્રાટ કોરેશે પોતાના અમલના પ્રથમ વર્ષે પ્રભુની પ્રેરણા પ્રમાણે પોતાના સામ્રાજ્યમાં એક લેખિત આદેશ બહાર પાડયો અને તેની જાહેરાત કરાવી.


ત્યારે યહૂદા અને બિન્યામીનના કુળના ગોત્રોના આગેવાનો, યજ્ઞકારો, લેવીઓ તથા જેમના મનમાં ઈશ્વરે પ્રેરણા કરી એવા સૌ કોઈ યરુશાલેમમાંના પ્રભુના મંદિરને ફરીથી બાંધવા માટે જવા તૈયાર થયા.


એ સંદેશ સાંભળીને શઆલ્તીએલના પુત્ર ઝરૂબ્બાબેલ અને યોસાદાકના પુત્ર યેશૂઆએ યરુશાલેમમાં આવેલા ઈશ્વરના મંદિરનું બાંધકામ ફરીથી ચાલુ કર્યું અને બન્‍ને સંદેશવાહકોએ તેમને મદદ કરી.


અમે યહૂદિયા ગયા હતા અને મહાન ઈશ્વરના મંદિરનું બાંધકામ ફરીથી મોટા પથ્થરો વડે અને દીવાલોમાં લાકડાં જડીને કરવામાં આવી રહ્યું છે તે અમે જોયું છે. બાંધકામ ખૂબ જ કાળજીપૂર્વક થાય છે અને આગળ વધી રહ્યું છે.


એમ અમે કોટનું બાંધકામ ચાલુ રાખ્યું, અને થોડા સમયમાં તો આખો કોટ તેની અડધી ઊંચાઈ સુધી બંધાઈ ગયો; કારણ, લોકો કામ કરવા આતુર હતા.


તારે યુદ્ધ કરવાનો સમય આવશે ત્યારે તારા લોકો તને ખુશીથી અનુસરશે. હે રાજા, તું પ્રતાપી અને ગૌરવી વસ્ત્રો ધારણ કરે છે, અને પરોઢિયાને પેટે જન્મેલા ઝાકળના જેવી તારી જુવાની તાજગીભરી છે.


ઇરાનના સમ્રાટ દાર્યાવેશના અમલના બીજા વર્ષના છઠ્ઠા મહિનાની પહેલી તારીખે પ્રભુએ હાગ્ગાય સંદેશવાહક દ્વારા શઆલ્તીએલના પુત્ર, યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ અને યહોસાદાકના પુત્ર પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ માટે સંદેશો મોકલ્યો.


ત્યારે ઝરુબ્બાબેલ, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ તથા બેબિલોનના દેશનિકાલીમાંથી પાછા ફરેલા સર્વ લોકો તેમના ઈશ્વર પ્રભુના આદેશને તથા સંદેશવાહક હાગ્ગાયના સંદેશને આધીન થયા. તેઓ પ્રભુનો ડર રાખવા લાગ્યા.


તેથી સમ્રાટ દાર્યાવેશના અમલના બીજા વર્ષના છઠ્ઠા મહિનાની ચોવીસમી તારીખે લોકોએ પ્રભુના મંદિરનું બાંધક્મ શરૂ કર્યું.


પ્રભુએ હાગ્ગાયને યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલને, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆને તેમજ સર્વ લોકોને આમ કહેવા જણાવ્યું:


તે સંદેશો યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ માટે હતો: “હું આકાશ તથા પૃથ્વીને ધ્રૂજાવીશ.


આથી મારા પ્રિય ભાઈઓ, સ્થિર અને દૃઢ થાઓ અને પ્રભુના કાર્યમાં સતત લાગુ રહો, કારણ, તમને ખબર છે કે પ્રભુની સેવા માટે તમે જે કંઈ કરો છો તે નિરર્થક નથી.


તમને મદદ કરવાને અમારા જેટલી જ આતુરતા તિતસે દાખવી એથી અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ.


તે તમને તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે સુસજજ કરો અને તેમને જે પ્રસન્‍ન કરી શકે તેવી બાબતો ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણામાં પૂરી કરો. યુગોના યુગો સુધી ઈસુ ખ્રિસ્તને મહિમા હો! આમીન.


Lean sinn:

Sanasan


Sanasan