Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હાગ્ગાય 1:12 - પવિત્ર બાઇબલ C.L.

12 ત્યારે ઝરુબ્બાબેલ, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ તથા બેબિલોનના દેશનિકાલીમાંથી પાછા ફરેલા સર્વ લોકો તેમના ઈશ્વર પ્રભુના આદેશને તથા સંદેશવાહક હાગ્ગાયના સંદેશને આધીન થયા. તેઓ પ્રભુનો ડર રાખવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ત્યારે શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલે, તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆએ, તથા બાકી રહેલા સર્વ લોકોએ પોતાના ઈશ્વર યહોવાની વાણી, તથા ઈશ્વર યહોવાએ મોકલેલા હાગ્ગાય પ્રબોધકનાં વચનો માન્ય કર્યાં. અને લોકો યહોવાનો ડર રાખવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ત્યારે શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલ તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆએ તથા તેઓના બાકી રહેલા લોકોએ યહોવાહ તેઓના ઈશ્વરનો અવાજ તથા યહોવાહ તેઓના ઈશ્વરે મોકલેલા હાગ્ગાય પ્રબોધકનાં વચનો પાળ્યા. અને લોકો યહોવાહના મુખથી ડરી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ત્યારે ઝરુબ્બાબેલ અને યાજક યહોશુઆએ બાકીના લોકો સાથે મળીને તેમના દેવ યહોવાના તથા હાગ્ગાયનાં વચનો પર ધ્યાન આપ્યું. તેઓએ યહોવાની આજ્ઞાનું પાલન કર્યુ અને તેમનો ભય રાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac




હાગ્ગાય 1:12
19 Iomraidhean Croise  

તેણે કહ્યું, “છોકરા પર તારો હાથ નાખીશ નહિ કે તેને કંઈ ઈજા કરીશ નહિ. હવે હું જાણું છું કે તું ઈશ્વરનો ડર રાખે છે. કારણ, તેં તારો એકનોએક પુત્ર પણ મારાથી પાછો રાખ્યો નથી.”


યજ્ઞકારોના પુત્રોમાંથી પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કરનારાઓનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના ગોત્રમાંના યોસાદાકનો પુત્ર તથા તેના ભાઈઓ માસેયા, એલિએઝેર, યારીબ અને ગદાલ્યા.


એ સંદેશ સાંભળીને શઆલ્તીએલના પુત્ર ઝરૂબ્બાબેલ અને યોસાદાકના પુત્ર યેશૂઆએ યરુશાલેમમાં આવેલા ઈશ્વરના મંદિરનું બાંધકામ ફરીથી ચાલુ કર્યું અને બન્‍ને સંદેશવાહકોએ તેમને મદદ કરી.


યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર જનને ધન્ય છે! તે તેમની આજ્ઞાઓ પાળવામાં બહુ પ્રસન્‍ન થાય છે.


પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એ જ વિદ્યાપ્રાપ્તિનો આરંભ છે; પણ મૂર્ખો જ્ઞાન અને શિસ્તનો તિરસ્કાર કરે છે.


વાતનો સાર આ છે કે તું ઈશ્વરનો ડર રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યનું એ એકમાત્ર ર્ક્તવ્ય છે.


જો તમે મને આધીન થશો તો દેશની ઉત્તમ પેદાશ ખાશો.


તમારામાં પ્રભુથી ડરીને ચાલનાર કોણ છે? તેમના સેવકના શબ્દોને આધીન થનાર કોણ છે? જે કોઈ હોય તે પોતાની પાસે પ્રકાશ ન હોવાથી અંધકારમાં ચાલતી વખતે પોતાના ઈશ્વર યાહવેના નામ પર ભરોસો મૂકે અને તેમના પર આધાર રાખે.


ઇરાનના સમ્રાટ દાર્યાવેશના અમલના બીજા વર્ષના છઠ્ઠા મહિનાની પહેલી તારીખે પ્રભુએ હાગ્ગાય સંદેશવાહક દ્વારા શઆલ્તીએલના પુત્ર, યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ અને યહોસાદાકના પુત્ર પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ માટે સંદેશો મોકલ્યો.


પ્રભુએ યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ તથા દેશનિકાલીમાંથી પાછા ફરેલા સર્વ લોકોના મનમાં મંદિર બાંધવાની પ્રેરણા કરી.


પ્રભુએ હાગ્ગાયને યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલને, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆને તેમજ સર્વ લોકોને આમ કહેવા જણાવ્યું:


અને એમ આખા યહૂદિયા, ગાલીલ અને સમરૂનના પ્રદેશોમાંની મંડળીઓને શાંતિનો સમય મળ્યો. મંડળીના લોકો જેમ પ્રભુનો ડર રાખતા ગયા તેમ તેઓ પવિત્ર આત્માની સહાયથી સંગઠિત થતા ગયા અને સંખ્યામાં વૃદ્ધિ પામતા ગયા.


સઘળા માણસોને, સ્ત્રીઓને, બાળકોને તથા તમારા નગરોમાં વસતા પરદેશીઓને એકઠા કરવા કે તેઓ સાંભળે અને શીખે તથા તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે ભક્તિભાવ રાખે અને આ નિયમના સર્વ શિક્ષણનું ખંતથી પાલન કરે.


એ રીતે તેમના વંશજો જેમણે પ્રભુના નિયમો સાંભળ્યા નથી તેઓ પણ તે વિષે સાંભળે અને જે દેશનો કબજો લેવા તમે યર્દન ઓળંગીને જાઓ છો તેમાં તમે અને તેઓ વાસ કરો ત્યાં સુધી પ્રભુ પ્રત્યે ભક્તિભાવ રાખતાં શીખો.”


તમે પ્રથમ ઈશ્વરની કૃપા વિષે સાંભળ્યું અને તેની સત્યતા વિષે જાણ્યું એ દિવસથી તમારામાં જેમ બની રહ્યું છે તેમ જ શુભસંદેશ આશિષો લાવે છે અને સમગ્ર દુનિયામાં ફેલાય છે.


તેથી આપણે આભાર માનીએ, કારણ, ચલિત ન થાય તેવું સ્વર્ગીય રાજ આપણને મળનાર છે. આપણે આભાર માનીએ અને ઈશ્વર પ્રસન્‍ન થાય તે રીતે આપણે તેમની ભક્તિ આદરપૂર્વક અને ભયસહિત કરીએ.


Lean sinn:

Sanasan


Sanasan