Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હાગ્ગાય 1:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઇરાનના સમ્રાટ દાર્યાવેશના અમલના બીજા વર્ષના છઠ્ઠા મહિનાની પહેલી તારીખે પ્રભુએ હાગ્ગાય સંદેશવાહક દ્વારા શઆલ્તીએલના પુત્ર, યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ અને યહોસાદાકના પુત્ર પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ માટે સંદેશો મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા માસની પહેલી તારીખે યહૂદિયાના સૂબા શાલ્તીએલના દીકરા, ઝરુબ્બાબેલની પાસે, તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆની પાસે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાનું વચન આવ્યું કે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા માસના પહેલા દિવસે, યહૂદિયાના રાજકર્તા શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલ તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆ પાસે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાહનું વચન આવ્યું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા મહિનાની પહેલી તારીખે પ્રબોધક હાગ્ગાય મારફત યહોવાનો સંદેશો આવ્યો. આ સંદેશો યહૂદાના સૂબા શઆલ્તીએલના પુત્ર, ઝરુબ્બાબેલની, તથા પ્રમુખ યાજક યહોસાદાકના પુત્ર યહોશુઆ માટે હતો.

Faic an caibideil Dèan lethbhreac




હાગ્ગાય 1:1
41 Iomraidhean Croise  

તે ઉપરાંત વેપારીઓ તરફથી મળતા વેરા, વેપારમાં થતો નફો અને અરબી રાજાઓ અને ઇઝરાયલી પ્રાંતના સૂબાઓ પાસેથી ખંડણી મળતી.


પ્રભુએ પોતાના સેવક સંદેશવાહક અહિયા મારફતે સંદેશ આપ્યો હતો તેમ ઇઝરાયલના લોકોએ તેને દફનાવ્યો અને તેને માટે શોક કર્યો.


ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ પોતાના સેવક એટલે ગાથહેફેરના અમિત્તાઈના પુત્ર યોના સંદેશવાહક દ્વારા ઉચ્ચારેલી વાણી પ્રમાણે યરોબામ બીજાએ ઉત્તરમાં હમાથના ઘાટથી દક્ષિણમાં મૃત સમુદ્ર સુધીનો ઇઝરાયલનો બધો પ્રદેશ જીતી લીધો.


બેબિલોનમાં કેદી તરીકે લઈ જવાયેલ રાજા યખોન્યાના વંશજો આ પ્રમાણે છે. યખોન્યાને સાત પુત્રો હતા: શાલ્તીએલ,


પદાયાને બે પુત્રો હતા: ઝરુબ્બાબેલ અને શિમઈ, ઝરુબ્બાબેલને મશુલ્લામ અને હનાન્યા એ બે પુત્રો હતા અને શલોમીથ નામે પુત્રી હતી.


રાજાના ખજાનાના મુખ્ય અધિકારી મિથ્રદાથે યહૂદિયાના રાજ્યપાલ શેશ્બાસ્સારને તે ગણીને આપ્યાં. તેમની યાદી આ પ્રમાણે હતી:


યજ્ઞકારોના પુત્રોમાંથી પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કરનારાઓનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના ગોત્રમાંના યોસાદાકનો પુત્ર તથા તેના ભાઈઓ માસેયા, એલિએઝેર, યારીબ અને ગદાલ્યા.


તેઓ આ માણસોની આગેવાની હેઠળ પાછા ફર્યા: ઝરૂબ્બાબેલ, યહોશુઆ, નહેમ્યા, સરાયા, રેલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ બાઅના.


તેથી તેમનું યજ્ઞકારપદ માન્ય રાખવામાં આવ્યું નહિ. યહૂદી રાજ્યપાલે તેમને જણાવ્યું કે ઉરીમ અને થુમ્મીમ એ પવિત્ર પથ્થરોનો ઉપયોગ કરનાર યજ્ઞકાર નીમાય ત્યાં સુધી તેમણે ઈશ્વરને અર્પણ કરેલી વસ્તુઓમાંથી કંઈ જ ખાવું નહિ.


અને યોસાદાકનો પુત્ર યેશૂઆ તથા તેના સાથી યજ્ઞકારોએ તેમ જ શઆલ્તીએલનો પુત્ર ઝરૂબ્બાબેલ તથા તેના સાથી યજ્ઞકારોએ ઈશ્વરભક્ત મોશેના નિયમશાસ્ત્રમાં લખેલી સૂચનાઓ પ્રમાણે વેદી પર દહનબલિ ચડાવવા માટે ઇઝરાયલના ઈશ્વરની વેદી ફરીથી બાંધી.


દેશનિકાલ થયેલાઓ યરુશાલેમ પાછા ફર્યા તે પછીના બીજા વર્ષના બીજા માસમાં શઆલ્તીએલનો પુત્ર ઝરૂબ્બાબેલ, યોસાદાકનો પુત્ર યેશૂઆ, સાથી યજ્ઞકારો તથા લેવીઓ તેમજ દેશનિકાલીમાંથી યરુશાલેમ પાછા આવેલા સૌએ પ્રભુના મંદિરને ફરી બાંધવાનું કામ શરૂ કર્યું. વીસ કે તેથી વધુ ઉંમરના લેવીઓને મંદિરના બાંધકામની દેખરેખ માટેની જવાબદારી સોંપવામાં આવી.


તેથી તેમણે ઝરૂબ્બાબેલ અને ગોત્રના આગેવાનો પાસે જઈને કહ્યું, “મંદિરના બાંધકામમાં અમે પણ તમારી સાથે જોડાઈશું. તમે જે ઈશ્વરનું ભજન કરો છો તેમને જ અમે ભજીએ છીએ; આશ્શૂરના રાજા એસાર-હાદ્દોને અમને અહીં જીવતા રાખી વસવા દીધા. ત્યારથી અમે એમને બલિદાનો ચડાવીએ છીએ.”


આમ, યરુશાલેમમાં પ્રભુના મંદિરનું બાંધકામ અટકી ગયું અને ઇરાનના સમ્રાટ દાર્યાવેશના શાસનકાળના છેક બીજા વર્ષ સુધી બંધ રહ્યું.


યહૂદિયા અને યરુશાલેમમાં વસતા યહૂદીઓને સંદેશવાહકો હાગ્ગાય અને ઇદ્દોના પુત્ર ઝખાર્યાએ ઇઝરાયલના ઈશ્વર તરફથી સંદેશ પ્રગટ કર્યો.


તેથી યુફ્રેટિસની પશ્ર્વિમના પ્રાંતના રાજ્યપાલ તાત્તનાય, શથાર-બોઝનાય તથા તેમના સહકાર્યકરો તરત જ યરુશાલેમ આવ્યા અને તેમને પૂછપરછ કરી: “આ મંદિર અને કોટ બાંધવાની પરવાનગી તમને કોણે આપી?”


હાગ્ગાય તથા ઇદ્દોના પુત્ર ઝખાર્યા સંદેશવાહકોના સંદેશાઓથી યહૂદી આગેવાનોને ઘણું પ્રોત્સાહન મળ્યું અને તેમણે મંદિરના બાંધકામમાં સારી એવી પ્રગતિ સાધી. ઇઝરાયલના ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તેમજ ઇરાનના સમ્રાટ કોરેશ, દાર્યાવેશ અને આર્તાશાસ્તાના હુકમ પ્રમાણે તેમણે મંદિરનું બાંધકામ પૂરું કર્યું.


શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલ અને પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ સાથે બંદીવાસમાંથી પાછા ફરેલા યજ્ઞકારો અને લેવીઓની યાદી આ પ્રમાણે છે:


યહોશુઆ યોયાકીમનો પિતા હતો, યોયાકીમ એલ્યાશીબનો પિતા હતો, એલ્યાશીબ યોયાદાનો પિતા હતો,


આર્તાશાસ્તા રાજાના અમલના વીસમા વર્ષથી તે બત્રીસમા વર્ષ સુધી યહૂદિયા દેશના રાજ્યપાલ તરીકેનાં બાર વરસો દરમ્યાન મેં કે મારા સગાંસંબંધીઓએ મને રાજ્યપાલ તરીકે મળવાપાત્ર ખાધાખોરાકી પૈકી કંઈ લીધું નથી.


તેમના આગેવાનોમાં ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રામ્યા, નાહમાની, મોર્દખાય, બિલ્શાન, મિશ્પરેથ, બિગ્વાઈ, નહૂમ અને બાના હતા.


નિયમની માગણીઓ વિષે સાંભળીને લોકો હચમચી ગયા અને રડવા લાગ્યા. તેથી રાજ્યપાલ નહેમ્યા, યજ્ઞકાર અને નિયમશાસ્ત્રનો વિદ્વાન એઝરા અને લોકોને નિયમશાસ્ત્ર સમજાવનાર લેવીઓએ સર્વ લોકોને કહ્યું, “આ દિવસ તો તમારા ઈશ્વર પ્રભુનો પવિત્ર દિવસ છે, તેથી તમારે શોક કે રુદન કરવાનું નથી.


પણ મોશેએ કહ્યું, “હે મારા પ્રભુ, એ માટે કૃપા કરી કોઈ બીજાને મોકલો.”


ત્યારે ઝરુબ્બાબેલ, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ તથા બેબિલોનના દેશનિકાલીમાંથી પાછા ફરેલા સર્વ લોકો તેમના ઈશ્વર પ્રભુના આદેશને તથા સંદેશવાહક હાગ્ગાયના સંદેશને આધીન થયા. તેઓ પ્રભુનો ડર રાખવા લાગ્યા.


પ્રભુએ યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ તથા દેશનિકાલીમાંથી પાછા ફરેલા સર્વ લોકોના મનમાં મંદિર બાંધવાની પ્રેરણા કરી.


તેથી સમ્રાટ દાર્યાવેશના અમલના બીજા વર્ષના છઠ્ઠા મહિનાની ચોવીસમી તારીખે લોકોએ પ્રભુના મંદિરનું બાંધક્મ શરૂ કર્યું.


સર્વસમર્થ પ્રભુએ હાગ્ગાયને કહ્યું, “આ લોકો કહે છે કે પ્રભુનું મંદિર બાંધવાનો સમય હજી આવ્યો નથી.”


તેથી પ્રભુએ હાગ્ગાય સંદેશવાહક દ્વારા લોકોને આ સંદેશો આપ્યો:


સમ્રાટ દાર્યાવેશના અમલના બીજા વર્ષના નવમા મહિનાની ચોવીસમી તારીખે સર્વસમર્થ પ્રભુએ હાગ્ગાય સંદેશવાહક સાથે ફરીથી વાત કરી.


તે જ મહિનાની ચોવીસમી તારીખે પ્રભુએ હાગ્ગાયને બીજો સંદેશો આપ્યો.


તે સંદેશો યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ માટે હતો: “હું આકાશ તથા પૃથ્વીને ધ્રૂજાવીશ.


તેમ છતાં હે ઝરુબ્બાબેલ, તું હિંમતવાન થા. હે પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ, તું પણ હિંમતવાન થા. હે દેશના સઘળા લોકો, તમે પણ હિંમત રાખો. ક્મે લાગી જાઓ, કારણ, હું સર્વસમર્થ પ્રભુ તમારી સાથે છું.


ઇરાનના સમ્રાટ દાર્યાવેશના રાજ્યકાળના બીજા વર્ષના આઠમા માસમાં ઇદ્દોના પુત્ર બેરેખ્યાના પુત્ર ઝખાર્યા સંદેશવાહકને પ્રભુએ આ સંદેશ આપ્યો.


ત્યાર પછી એક બીજા સંદર્શનમાં પ્રભુએ મને પ્રભુના દૂત સમક્ષ પ્રમુખ યજ્ઞકાર યહોશુઆને ઊભો રહેલો દેખાડયો અને ત્યાં યહોશુઆની પાસે તેના પર દોષ મૂકવા માટે શેતાન ઊભો હતો.


તમે એમ માનો છો કે મારી આગળ બલિદાન કરવા માટે તમે આંધળાં, બીમાર અને અપંગ જાનવરો લાવો છો એમાં કંઈ ખોટું નથી? તમારા રાજ્યપાલને એવું જાનવર આપવાનો અખતરો કરી જુઓ; તે તમારા પર પ્રસન્‍ન થઈને તમારા પર કંઈ મહેરબાની દાખવશે?”


યોહાનાન, રેસા, ઝરુબ્બાબેલ, શઆલ્તીએલ, નેરી,


Lean sinn:

Sanasan


Sanasan