Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 3:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તમે તમારું ધનુષ્ય ઉપાડેલું છે, અને તમારું અચૂક બાણ તાકેલું છે. (સેલાહ) તમે તમારા વીજબાણથી પૃથ્વીને ચીરી નાખો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તમારું ધનુષ્ય છેક ઉઘાડું કરેલું છે. સોગન ખાઈને કુળોને આપેલાં વચન અચૂક છે. (સેલાહ) તમે નદીઓથી પૃથ્વીના વિભાગ કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તમે તમારું ધનુષ્ય બહાર કાઢ્યું છે, તમે તમારા ધનુષ્ય પર બાણો ચઢાવ્યાં છે. સેલાહ તમે નદીઓથી પૃથ્વીના ભાગ કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 જ્યારે તમે તમારું મેઘધનુષ્ય બહાર કાઢો છો, તે તમે લોકોને આપેલા વચનની નિશાની હતી, પૃથ્વીએ નદીઓને વહેંચી નાખી છે.

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 3:9
22 Iomraidhean Croise  

ખડકો કોતરીને તેઓ ભોંયરાં બનાવે છે અને તેમની આંખો મૂલ્યવાન રત્નો નિહાળે છે. તેઓ નદીઓનાં ઉગમસ્થાનો પણ શોધી કાઢે છે અને છુપાયેલી વસ્તુઓને પ્રકાશમાં લાવે છે.


ઈશ્વરે ખડકને તોડયો એટલે પાણી ખળખળ કરતું વહ્યું. તે રણપ્રદેશમાં નદીની જેમ વહેવા લાગ્યું.


હું તમારી તરફ મારા હાથ પ્રસારું છું; સૂકી ભૂમિની જેમ મારો પ્રાણ તમારે માટે તરસે છે. (સેલાહ)


જો, હું ત્યાં હોરેબ પર્વતના એક ખડક ઉપર તારી સામે ઊભો રહીશ. તું ખડકને મારજે, એટલે તેમાંથી લોકોને પીવા માટે પાણી નીકળશે.” મોશેએ ઇઝરાયલના આગેવાનોના દેખતાં તે પ્રમાણે કર્યું.


દુનિયાની સર્વ પ્રજાઓનાં દેખતાં પ્રભુ પોતાનો પવિત્ર ભુજ પ્રગટ કરશે અને પૃથ્વીના છેડેછેડાના લોક આપણા ઈશ્વરે કરેલો ઉદ્ધાર જોઈ શકશે.


દુશ્મનની માફક તેમણે પોતાના બળવાન હાથે પોતાનું ધનુષ્ય અમારા તરફ ખેંચ્યું છે. અમારા હર્ષાનંદસમા સૌને તેમણે મારી નાખ્યા છે. અહીં યરુશાલેમમાં તેમનો કોપાગ્નિ રેડાયો છે.


તમારા તેજીલાં બાણોના ઝબકારાથી અને ચમક્તા ભાલાના ચળક્ટથી સૂર્ય અને ચંદ્ર થંભી ગયા.


ત્યાર પછી મોશેએ હાથ ઉગામીને ખડક પર બે વાર લાકડી ફટકારી. એટલે ખડકમાંથી પુષ્કળ પાણી વહેવા લાગ્યું અને બધા લોકોએ તથા ઢોરોએ તે પીધું.


એક જ આત્મિક પાણી પીધું હતું. તેમની સાથે સાથે જનાર આત્મિક ખડકમાંથી તેમણે એ પાણી પીધું હતું; એ ખડક તો ખ્રિસ્ત હતા.


“હું તેમના પર આફતોના ઢગલા ખડકીશ અને મારાં પૂરેપૂરાં તીર તેમના પર ફેંકીશ.


Lean sinn:

Sanasan


Sanasan