Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 3:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તે થોભે છે, તો પૃથ્વી કાંપી ઊઠે છે. તેમની નજર માત્રથી પ્રજાઓ થરથરે છે. પ્રાચીન પર્વતોના ચૂરેચૂરા થઈ જાય છે. કાયમી ડુંગરા જેના પર તે પુરાતન સમયમાં ચાલતા તે ધરાશાયી બની જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તે ઊભા રહીને પૃથ્વીને હલાવે છે; તે નજર કરીને પ્રજાઓને વિખેરી નાખે છે. અનાદિ પર્વતોના ટુકડેટુકડા થઈ ગયા છે, સનાતન ડુંગરો નમી ગયા છે. તેમના માર્ગો સદાકાળના છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તે ઊભા રહીને પૃથ્વીને હલાવે છે; તે નજર કરીને પ્રજાને વિખેરી નાખે છે. અચળ પર્વતોના ટુકડે ટુકડા થઈ ગયા છે, સનાતન ટેકરીઓ નમી ગઈ છે! તેમના માર્ગો સનાતન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તે ઊભા થાય છે અને પૃથ્વીને હલાવે છે, તેની નજરથી લોકોને વિખેરી નાખે છે, પ્રાચીન પર્વતોના ટૂકડે ટૂકડા થઇ જાય છે, પ્રાચીન ટેકરીઓ નમી જાય છે, તેઓ હંમેશા આવાજ હતા.

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 3:6
35 Iomraidhean Croise  

પ્રાચીન પર્વતો અને અચલ પહાડોની વિપુલતાની આશિષો કરતાં તારા પિતાની આશિષો વિશેષ મહાન છે. એ બધી આશિષો યોસેફના શિર પર, હા, જે પોતાના ભાઈઓથી જુદો કરાયેલો તેના મુગટ પર ઊતરો!


શું તેઓ પવનમાં ઘસડાઈ જતા તણખલા સમાન, અને વંટોળમાં ઊડી જતા ફોતરા જેવા નથી?


તે પહાડોને અચાનક ખસેડી નાખે છે, અને પોતાના કોપમાં તેમને ઉથલાવી નાખે છે.


પરંતુ પ્રભુનો પ્રેમ તેમના ભક્તો પર, એટલે તેમનો કરાર પાળનારા અને તેમના વિધિઓનું કાળજીપૂર્વક પાલન કરનારાઓ પર, અનાદિકાળથી અનંતકાળ સુધી રહે છે અને તે તેમનાં સંતાનોનાં સંતાન સાથે ઈશ્વરનું વિશ્વાસુપણું જારી રહે છે.


તે પૃથ્વી પર કરડી નજર કરે ત્યારે તે કાંપી ઊઠે છે. તે પર્વતોને અડકે ત્યારે તેમનામાંથી ધૂમાડો નીકળે છે.


તેઓ પવનમાં ઊડી જતા તણખલા જેવા થાઓ, અને પ્રભુનો દૂત તેમને હાંકી કાઢો.


હે ઘણાં શિખરોવાળા પર્વત, ઈશ્વરે પોતાના નિવાસ માટે પસંદ કરેલા પર્વતને તું ઈર્ષાથી કેમ જુએ છે? પ્રભુ ત્યાં સદાસર્વદા વાસ કરશે!


પર્વતો ઉત્પન્‍ન થયા તે પહેલાં અરે, તમે વિશ્વ તથા પૃથ્વી રચ્યાં તે પહેલાં; એટલે અનાદિકાળથી અનંતકાળ સુધી, તમે સાર્વકાલિક ઈશ્વર છો.


સમસ્ત પૃથ્વીના સ્વામી પ્રભુની સંમુખ પર્વતો ય મીણની જેમ પીગળી જાય છે.


એ સાંભળીને પ્રજાઓ ભયથી કાંપે છે; પલિસ્તીઓમાં આતંક છવાઈ ગયો છે.


અદોમના આગેવાનો ગભરાઈ ગયા છે; મોઆબના બળવાન પુરુષો થરથરે છે. કનાનના સર્વ રહેવાસીઓ હિંમત ગુમાવી બેઠા છે; તેમનામાં ભય અને ગભરાટ વ્યાપી ગયો છે.


હે પ્રભુ, જે જગ્યા તમારા નિવાસસ્થાન માટે તમે પસંદ કરી છે. જે પવિત્રસ્થાન તમે તમારે હાથે સ્થાપ્યું છે તેમાં, એટલે તમારા વતનના પર્વતમાં તમે તેમને લાવીને રોપશો.


આખો સિનાઈ પર્વત ધુમાડાથી છવાઈ ગયો. કારણ, પ્રભુ પર્વત પર અગ્નિ દ્વારા ઊતર્યા હતા. તે ધૂમાડો ભઠ્ઠીના ધૂમાડાની જેમ ઉપર ચડતો હતો. આખો પર્વત કંપી ઊઠયો.


બળદ કોઈ છોકરાને કે છોકરીને મારી નાખે તો પણ આ જ કાયદો લાગુ પડે છે.


“તમારી દષ્ટિ આકાશ તરફ ઊંચી કરો; વળી, નીચે પૃથ્વીને ય નિહાળો. આકાશ તો ધૂમાડાની જેમ અદશ્ય થઈ જશે અને પૃથ્વી વસ્ત્રની જેમ ર્જીણ થઈ જશે તથા તેમાંના લોક માખીઓની જેમ મરણ પામશે, પણ મારો ઉદ્ધાર સદાકાળ રહેશે; મારો વિજય નાશ પામશે નહિ.


કીડો કપડાંને અને કંસારી ઊનને કાતરી ખાય તેમ તેઓ ક્ષીણ થઈ જશે, પણ મારો ઉદ્ધાર સદાકાળ રહેશે, અને મારો વિજય હરહંમેશ ટકી રહેશે.”


પ્રજાઓમાં બાકી રહી ગયેલા ઇઝરાયલના કેટલાક લોકો વનમાં કે ગૌચરોમાં શિકાર શોધતા સિંહના જેવા થશે. સિંહ ઘેટાંના ટોળામાં ધૂસે છે, તેમના પર ત્રાટકે છે અને તેમને ફાડી ખાય છે, અને બચાવની કોઈ આશા હોતી નથી.


પ્રભુની સમક્ષ પર્વતો ધ્રૂજે છે; તેમની સમક્ષ ટેકરીઓ પીગળી જાય છે. પ્રભુ પ્રગટ થાય છે ત્યારે પૃથ્વી કાંપે છે, અને દુનિયા તથા તેના લોકો ધ્રૂજે છે.


હે પ્રભુ, તમે પ્રારંભથી જ ઈશ્વર છો. તમે અમારા પવિત્ર અને સનાતન ઈશ્વર છો. હે પ્રભુ, મારા ઈશ્વર અને રક્ષક, અમને શિક્ષા કરવા માટે જ તમે બેબિલોનવાસીઓને પસંદ કરીને તેમને બળવાન બનાવ્યા છે.


તમને જોઈને પર્વતો કંપ્યા, આકાશમાંથી મુશળધાર વરસાદ વરસ્યો; ભૂગર્ભમાં પાણી ગર્જ્યાં અને તેમના ફૂવારા ઊંચે ઊછળ્યા.


આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પણ મારાં વચનો નિષ્ફળ જશે નહિ.


જેઓ તેમની બીક રાખે છે તેમના પર તેઓ પેઢી દરપેઢી સુધી દયા દર્શાવે છે.


એક માણસમાંથી તેમણે બધી પ્રજાઓ પેદા કરી, અને તેમને આખી પૃથ્વી પર વસાવી. તેમના વસવાટ અંગેના ચોક્કસ સમયો અને સ્થળો તેમણે પોતે અગાઉથી નક્કી કર્યાં હતાં.


સર્વોચ્ચ ઈશ્વરે પ્રજાઓને પ્રદેશ વહેંચી આપ્યા, જ્યારે તેમણે દેશજાતિઓનું વિભાજન કર્યું, ત્યારે દેવોની સંખ્યા પ્રમાણે તેમણે માનવપ્રજાઓને દેવો ફાળવી દીધા;


પ્રાચીન પહાડોના ખનીજથી અને સનાતન પહાડોમાંથી મળતી કિંમતી વસ્તુઓથી,


ઈસુ ખ્રિસ્ત જેવા ગઈ કાલે હતા તેવા જ આજે છે અને સર્વકાળ તેવા જ રહેનાર છે.


યહોશુઆએ લડાઈની આ એક જ ઝુંબેશમાં આ બધા રાજાઓ અને તેમના પ્રદેશો જીતી લીધા; કારણ, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ ઇઝરાયલને પક્ષે રહીને લડતા હતા.


સિનાઈના પ્રભુ સમક્ષ, હા, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સમક્ષ પર્વતો કંપ્યા.


Lean sinn:

Sanasan


Sanasan